રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને વિવાદઃ સંચાલક મંડળનો સરકાર સામે વિરોધ.

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઇ વિવાદ સર્જાયો છે. શાળા સંચાલક મંડળે સરકાર સામે બાંયો ચઢાવી છે. સંચાલકો સરકાર દ્વારા એડવાન્સમાં નિમણુંક હુકમો મંગાવવામાં આવતાં સંચાલક મંડળ છંછેડાયા હતાં. બે દિવસ બાદ 1લી જૂનના રોજ રાજ્યભરમાં 2938 શિક્ષકને ભલામણ પત્ર અને નિમણુંક હુકમો અપાશે. તેમાંથી 5 શિક્ષકોને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવનાર છે.બાકીના શિક્ષકોને જિલ્લામાં નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સંચાલક મંડળે સરકાર સામે બાંયો ચઢાવતા વિવાદ સર્જાયો છે.

શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર કરે કે પછી શાળા સંચાલકોએ કરવાની ? મળતી માહિતી મુજબ, શિક્ષણ વિભાગે એડવાન્સમાં નિમણુંક હુકમો માંગવામાં આવ્યા હોવાથી સંચાલકો છંછેડાયા છે. નિમણુંક હુકમો આપવાનો અધિકાર સંચાલકો પાસે હોવાથી સરકાર તેની પર તરાપ મારી શકે નહીં તેમ જણાવી સંચાલક મંડળ દ્વારા શાળાઓને નિમણુંક હુકમો સરકારને એડવાન્સમાં ન આપવા નિર્દેશ આપ્યા છે. આમ આ મુદ્દે વિવાદ વધુ વકરે તેમ જણાઈ રહ્યું છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2011 પહેલાં શાળા સંચાલક મંડળ દ્વારા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીય ભરતી સમિતિની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જાતિવાદક ટીપ્પણી : બબીતાની મુશ્કેલીઓ વધી, વધુ એક પોલીસ ફરિયાદ થઈ, હવે મુંબઈમાં

ભરતી સમિતિની રચના બાદ પદ્વતિ બદલાઇ
ભરતી સમિતિની રચના કરવામાં આવી ત્યારથી ભરતીની તમામ પ્રક્રિયા ભરતી સમિતિ દ્વારા કરી ઉમેદવારોને પસંદગીના ઉમેદવારોને જિલ્લામાં મોકલવામાં આવતા હતા. ત્યારબાદ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ઉમેદવારને ભલામણ પત્ર આપી પસંદગીની શાળામાં હાજર થવા મોકલતા હતા. ત્યારબાદ શાળા સંચાલક મંડળના પ્રમુખ અથવા મંત્રીની સહીથી ઉમેદવારને નિમણૂક હુકમ આપી હાજર કરવામાં આવતા હતા. પરંતુ આ વખતની ભરતી પ્રક્રિયામાં શાળા સંચાલક મંડળો પાસેથી એડવાન્સમાં નિમણૂક હુકમો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને કમિશનર કચેરીના કોઈ પણ પ્રકારના લેખિત આદેશ વગર મૌખિક સૂચનાથી મંગાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારના આ વલણ સામે શાળા સંચાલક મંડળે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ પધ્ધતિને ગેરકાનુની ગણાવી છે. આમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કે કમિશનર કચેરી દ્વારા લેખિત આદેશ કરીને એડવાન્સમાં નિમણુક હુકમ આપવાનું કહેવામાં આવે તો પણ નિમણૂંક હુકમ આપવાના નથી. તેવી સત્તાવાર જાહેરાત શાળા સંચાલક મંડળના આગેવાન ડો. પ્રિયવદન કોરાટે કરી છે.

Leave a Reply

%d bloggers like this: