હોસ્પિટલો માત્ર 108મા આવતા દર્દીઓને જ કેમ દાખલ કરે છે? : હાઇકોર્ટ

ગુજરાત અને આખો દેશ જ્યારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાતની સ્થિતિ પણ બગડતી જાય છે. ગુજરાતમાં હાઈકોર્ટે સુઓમોટો લઈને સુનવણી કરી હતી જેમાં પાછલી સુનવણી વખતે સરકારને ઘણા સવાલો કર્યાં હતાં. હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાત રામ ભરોસે છે‌ જ્યારે હવે ફરી એકવાર હાઈકોર્ટે સરકારને ઘણા સવાલો કર્યાં છે અને એસીડેવીટ રજુ કરવા જણાવ્યું છે. પાછલી સુનવણી દરમિયાન હાઈકોર્ટે કરેલ સવાલોનું સરકારે એફીડેવીટ હાઈકોર્ટેમાં રજુ કર્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિનું જાતે સંજ્ઞાન લેતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો. જેમાં હાઇકોર્ટે સરકારને ઉધડી લીધી હતી. હાઅકોર્ટે સરકારને કહ્યું કે અત્યારે રાજ્યના લોકો રામ ભરોસે છે. ત્યારબાદ હાઇકોર્ટે સરકારને વિવિધ મુદ્દાઓને લઇને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આજે સરકારે કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કર્યુ હતું. એફિડેવિટમાં રાજ્ય સરકારે જણાવ્યું કે સરકાર રાજ્યમાં ઓક્સિજનની અછત, રેમડેસિવિર અને કરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. આજે ઓનલાઇન સુનવણી થઇ તેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ્ટે ફરી વખત લોકોને થઇ રહેલી હાલાકી મુદ્દે સરકારને સવાલો કર્યા હતા. હાઇકોર્ટે 108 વિશે વાત કરતા કહ્યું કે હોસ્પિટલો માત્ર 108મા આવતા દર્દીઓને જ કેમ દાખલ કરે છે. અન્ય ખાનગી વાહનો મારફતે હોસ્પિટલ આવતા દર્દીઓને કેમ દાખલ નથી કરાતા. હાઇકોર્ટે કહ્યું કે વહેલા તે પહેલાના ધોરણે હોસ્પિટલો દર્દીઓને દાખલ કરી રહી છે, જેના કારણે ગંભીર દર્દીઓને રાહ જોવી પડે છે.

હાઈકોર્ટે કહ્યું કે પહેલા ઝોન વાઇઝ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ હવે સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા કરવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. એ પછી સરકારે મેનપાવરની અછત હોવાની વાત કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી. સરકારે કહ્યું કે લેબોરેટરીમાં ઘણા ઓછા સ્ટાફમાં કામગીરી થાય છે. આ અંગે કોર્ટે સરકારને 26મી સાંજ સુધીમાં એફિડેવિટ રજૂ કરવા કહ્યું છે. આ અંગે 27 એપ્રિલે વધુ સુનાવણી કરવામાં આવશે.

વધુમાં હાઇકોર્ટે કહ્યું છે કે, કે ખાનગી અને ડેજીગન્ટેડ હોસ્પિટલ ખાનગી વાહનોમાં લઈને આવતા દર્દીને એડમિટ નથી કરતી. ગુજરાતની તમામ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે, ICU અને વેન્ટિલેટર માટે 3થી 5 દિવસનું વેઈટિંગ છે. તો સામે પક્ષએ સરકારે જવાબ રજૂ કરતા સરકારે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મેન પાવરની અછત હોવાની વાત કરી હતી. આ સિવાય સરકારે કહ્યું કે અમે 1100 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, આવતા એક‌ અઠવાડિયામાં 5 પ્લાંટ કાર્યરત થશે. અત્યારે 70 હજાર દિવસના RT-PCR ટેસ્ટ થાય છે. અમે અમારી ટેસ્ટિંગ માટેની ક્ષમતા વધારી રહ્યા છીએ. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કબૂલાત કરતા જણાવ્યું કે રાજ્યના સાત જિલ્લા એવા છે, જ્યાં કોવિડ‌ હોસ્પિટલોના તમામ એટલે કે, 100 ટકા બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. આ સાત જિલ્લામાં અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડનો સમાવેશ થાય છે. હવે જોવાનું રહ્યું કે, આગમી ૨૭ તારીખે હાઇકોર્ટ સમક્ષ સરકાર શું જવાબ આપે છે અને હાઈકોર્ટે શું નિર્ણય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *