ગોદી મીડિયા ‘સીસ્ટમ’ની ટીકા કરી રહ્યું છે પણ ‘સીસ્ટમ’ એટલે કોણ?

રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS ઓફીસર ) – કોરોના મહામારીએ વિકરાળ રુપ ધારણ કર્યું છે. સરકારનો ઝગમગાટ; કાયમ જાહેરખબરોના લીધે/મહોત્સવને કારણે/કોર્પોરેટ મીડિયા-ગોદી મીડિયાને કારણે થઈ રહ્યો હતો તે કડડભૂસ થઈ ગયો છે. સરકારે કરેલ ધૂળ ઉપરનું લીંપણ હટતા તેનો અસલી ચહેરો છતો થઈ ગયો છે. નિંભર/સંવેદનહીન/બેદરકાર/આયોજનહીન/આત્મમુગ્ધ/વાહવાહી સિવાય કંઈ જોવા મળતું નથી. સ્મશાનોમાં લાશોના ઢગલા થઈ રહ્યા છે. USAના અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ 25 એપ્રિલ 2021ના રોજ, પ્રથમ પેજ ઉપર સામૂહિક અગ્નિદાહની મોટી છાપી સરકારની (વાંચો વડાપ્રધાનની) પોલ ખોલી નાખી છે ! કોરોના મહામારીના કારણે થતાં મોતના આંકડા છૂપાવીને સરકાર પોતાની આબરુ ઢાંકી રહી હતી; તેમ આ મોટી તસ્વીર કહે છે. આપણા વડાપ્રધાન વિદેશોમાં રેલીઓ કરીને ભારતના લોકોને મૂરખ બનાવતા હતા કે ‘જૂઓ, દુનિયામાં ભારતનું નામ થઈ રહ્યું છે; ભારતને સૌ ઓળખી રહ્યા છે ! ભારત વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યું છે !’ આ પ્રોપેગેન્ડામાં કરોડો રુપિયા ફૂંકી દીધા. એને બદલે હોસ્પિટલો બનાવી હોત; હોસ્પિટલો ઠીક કરી હોત; તો ન્યૂયોર્ક ટાઈમ્સને મોટી તસ્વીર છાપવી ન પડત ! જૂઠ છલકાઈ રહ્યું છે.

કોર્પોરેટ મીડિયા/ગોદી મીડિયા માટે હવે સમસ્યા ઊભી થઈ છે. મહામારીના સમાચાર આપતી વેળાએ હવે તે ‘સીસ્ટમ’ ઉપર ઠીકરું ફોડી રહ્યું છે. ગોદી લેખકો/પત્રકારો સીસ્ટમને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ મીડિયા ચૂંટણી સભાઓમાં ‘ભાડાની ભીડને અપાર જનમેદની’ કહી રહ્યું હતું અને કોરોના મહામારીમાં ભીડ એકત્ર કરનાર વડાપ્રધાનને સવાલ કરતું ન હતું. દેશમાં શાળા-કોલેજો બંધ છે પણ કુંભમેળામાં 35 લાખ શ્રધ્ધાળુ લોકો એકઠાં થયા ત્યારે આ મીડિયા રાજ્યના CM કે દેશના PMને સવાલ પૂછતું ન હતું કે ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરુરી’નો ઉપદેશ ક્યા ગયો? લોકો હોસ્પિટલ/દવાઓ/ઈન્જેકશનો/વેન્ટિલેટર/ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે અને બીજી તરફ ‘અપાર ભીડ’ શામાટે એકઠી કરો છો?

ગોદી મીડિયા/પત્રકારો કહે છે કે ‘સીસ્ટમ’ની ખામી છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ‘સીસ્ટમ’ એટલે કોણ? સીસ્ટમ એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર; સીસ્ટમ એટલે CM અને PM ! ગોદી મીડિયાએ વડાપ્રધાનને આકાશે ચડાવ્યા હતા; ‘વેક્સિન ગુરુ’/‘સિકંદર’ વગેરે માખણિયા શબ્દો વાપરીને આરતી ઊતારતું હતું. એટલે હવે ‘ગુરુ’/‘સિકંદર’ની આલોચના કરી શકાય તેમ નથી એટલે ગોદી મીડિયા ‘સીસ્ટમ’ની ટીકા કરી રહ્યું છે ! પત્રકાર સાક્ષી જોશીના આ શબ્દો વધુ બળકટ છે : ‘સીસ્ટમ’ જન્મ થયો તેને સાત વર્ષ થયા છે !’rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *