છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ થશે તો શું શું સામજીક સમસ્યા આવશે એ વિશે વાંચો આ લેખ

ડૉ. મિતાલી સમોવા : મોદીજીનુ નવુ બ્લન્ડર ??? છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ કરી નાંખવાનો ખરડો જે કેબિનેટમા પસાર થઈ ગયો છે એટલે કાયદામા જલદી સુધારો થઈ જશે એમ માનીને ચાલીએ, જે એઝ યુઝવલ બૅકફાયર થાય તો નવાઈ નહી, કેમ કે ભારતીય સમાજવ્યવસ્થા અને ઈવન બાયોલોજીકલી પણ આ થોપેલુ ડીસીઝન છે. આમાં છોકરીઓની ભલાઈ એટલીસ્ટ મને તો નથી દેખાતી. ના, બધા કરતાં અલગ અભિપ્રાય આપીને મારી જાતને હોશિયાર બતાવવાનો બિલકુલ પ્રયત્ન નથી આ, મારી પાસે તેના પૂરતાં કારણો છે, જણાવું !!!

કેટલા માતા-પિતા જેન્યુઈનલી દિકરીને આત્મનિર્ભર બનાવવા અથવા તેની પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે કે સપનાઓ પૂરા કરી શકે એટલે ભણાવે છે કે નોકરી કરાવે છે એવું લાગે છે તમને? મને હાર્ડલી ૫-૧૦% પેરેન્ટ્સ. બાકીના ૯૦-૯૫% પેરેન્ટ્સ દિકરીને એટલે જ ભણાવે છે કેમકે લગ્ન માટે છોકરો ભણેલી અને સ્માર્ટ પત્ની ડીમાન્ડ કરે છે. છોકરો ડોક્ટર હોય તો છોકરી પણ ડોક્ટર જોઈએ, છોકરો સરકારી નોકરી કરતો હોય તો છોકરી પણ સરકારી નોકરી કરતી હોવી જોઈએ, ભલે પછી લગન પછી તો ઘર જ સંભાળવાનું હોય. પણ પોતા મારવામાં પાયથાગોરસના સિદ્ધાંત વાપરતા આવડતા હોવા જોઈએ છોકરીને. ઈન કેસ ભૂતકાળની જેમ જ ભણેલા છોકરાંઓ જો અભણ છોકરી ચલાવતા થઈ જાય તો તમે શું માનો છો કેટલા પેરેન્ટ્સ લગ્નના બજારમા ડીમાન્ડ ન હૌય તો પણ પોતાની દિકરીઓને ભણાવવાની તસ્દી લેશે ? છોકરીનો જન્મ થયો એટલે તેને આજે પણ એક પ્રોડક્ટ તરીકે તૈયાર કરાય છે, પ્રોડક્ટમા ગ્રાહકની ડીમાન્ડ મુજબની મેક્સિમમ સ્પેસિફિકેશન્સ એડ ઓન કરવાની મથામણ કરાતી હોય છે. ના, ૨૨ વર્ષે ફક્ત મેગી બનાવતા આવડતી છોકરીઓના ખોટાં ઉદાહરણ ન આપો, મેં મારી આખી લાઈફમાં હાર્ડલી એકાદ જ છોકરી જોઈ હશે એવી, મોટાભાગની છોકરીઓ લગ્નના માર્કેટ માટેની બધી જ ડીમાન્ડ પૂરી કરવા માટે તૈયાર હતી જ, હોય જ છે, કરે ન કરે એ અલગ બાબત છે. એટલે લગ્નની ઉંમર ૨૧ કરી દેવાથી છોકરીઓને વધારે ભણવા મળશે કે કેરીયર પર ફૌકસ કરી શકશે એ ખોટું લોજીક છે. ૧૮ વર્ષ ઊંમર હતી ત્યારે પણ દેશમાં ૫૦% સ્ત્રીઓ વાંચતા લખતા શીખી શકતી નહતી જ. અત્યારે હાલની જ વાત છે‌. જે પેરેન્ટસ દિકરીઓને ભણાવવાના છે એમને અથવા જે નથી ભણાવવાના જ તે બંનેને કોઈ ફેર નથી પડવાનો ! નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો સરકારી આંકડો છે કે અત્યારે હલ પરિણીત છે તેમાંની ૨૫% મહીલાઓના લગ્ન અઢાર વર્ષની ઉંમર કરતા વહેરા કરી દેવામાં આવ્યા હતા, તમારા પોતાના મમ્મીને પૂછી જુઓ. આ તો સરકારી આંકડો છે, ખરો આંકડો દોઢો હોય તો પણ નવઈ નહી.

Divaybhaskar

ઊપરથી મોટાભાગના પછાત સમાજો કે વિસ્તારોના મા-બાપ માટે આ નિયમ માથાનો દુઃખાવો સાબિત થશે. કેમકે આ સમાજોમાં દિકરીઓનુ પેદા થઈ ને કોઈની પત્ની બનીને ઘર સંભાળવાથી વિશેષ કોઈ કામ છે એવો વિચાર જ નથી હૌતો. છોકરી જન્મી એટલે તેને વળાવીને જવાબદારી પૂરી કરવાની જ વાત હોય. અને છોકરી પણ સમજણ આવે ત્યારથી ફક્ત અને ફક્ત લગ્ન કરીને ઠરીઠામ થવાના સપનાં જ જોતી હોય છે. હાલ પણ ૧૨-૧૫ વર્ષે પ્રેમી સાથે ભાગી જતી છોકરીઓની નવાઈ નથી, તેનુ કારણ તેમનો એવો ઉછેર છે. આખો દિવસ ઘરમાં દિકરીની લગનની જ વાત ચાલતી હોય, દિકરીને સાસરે મોકલી દેવાની છે એટલે ઘણીવાર ઘરના દ્વારા જ સતત દિકરીનુ અપમાન અને અવહેલના થતા હોય છે, ઘણા કીસ્સામાં મારઝૂડ પણ. એવામાં દિકરી ક્યાંક ઈમોશનલ સપોર્ટ મળે તો ભાગી જાય‌, અને આ બહુ સુખી અને ભણેલા પરિવારોમા પણ થતું હોય છે ! છોકરી ના જીવનનો અલ્ટીમેટ ગોલ અને ફૂલફિલમેન્ટ જ આપણે તેના લગ્નને જ ભણાવ્યુ હોય, તે માનસિકતા બદલવી બહુ અઘરી થઈ પડે છે‌. હું જોઉં છું કે જે પછાત સમાજોમાં નાની ઉંમરે દિકરી પરણાવી દેય છે, ત્યાં કૌઈ કારણોસર કોઈ છોકરી ૨૦-૨૨ વર્ષની પણ થઈ જાય અને લગ્ન ન થાય તો તે ડીપ્રેશનમા જતી રહેતી હોય છે. પછાત સમાજોમાં જેમા ગઈ પેઢી થોડી લિબરલ અને મોડર્ન થઈને બાળવિવાહ નહતી કરાવતી, તે લોકોને પછી થી સમાજમાં સારા માંગા મળ્યા નહી કેમ કે મોટાભાગના સારા માંગા ઓલરેડી બાળવિવાહમા સેટ થઈ ગયા હૌય, વધેલો ઘટેલો માલ જ હોય અને તે જ કારણોસર તેમના ઘણાં બાળકો કુંવારા રહી ગયા અથવા મોટું કોમ્પ્રો કરવાનુ થયું. આ જૂની જનરેશનના નવી પેઢીના મા-બાપ પાછા નાની ઉંમરે બાળવિવાહ કરાવવાના શરુ થયા છે. જેમના ખુદના પચિસ- ત્રીસ વર્ષે માંડ માંડ સમાજમાં મેળ પડેલા તે લૌકો આગોતરા પોતાના બાળકને માટે બાળ વિવાહ વિધિ કરતા જોવામાં આવી રહ્યા છ, જે તદ્દન ખોટું છે. હું એવી અંગત છોકરીઓ ને ઓળખું છું, જેમના પેરેન્ટસ એવું ઈચ્છતા હતા કે છોકરી ભણીને સારી નોકરી કરીને પગભર થાય, પણ છોકરીની બધી બહેનપણીઓ પરણી ગયેલી એટલે બેનને ય પરણી જવુ હતું. એમ કે હું મારી બહેનપણીઓ કરતા સૌથી દેખાવડી છું અને હજુ મારા જ લગ્ન નથી થયા, મારે પરણવું છે, ભણવુ નથી, નોકરી નથી કરવી, મારે હાઊસવાઈફ જ બનવુ છે. આવી છોકરીઓ રડતી હોય છે કે ડીપ્રેશનમા જતી જોઈ છે. એટલે જે છોકરીઓ કે તેના મા-બાપનો અલ્ટીમેટ ગોલ લગ્નનો જ હોય તેમની માટે આ બહુ અઘરું બનશે, કેમ કે તેમનું સેટલમેન્ટ એટલા વર્ષ પાછુ ઠેલાશે. ટીનેજના પડાવે છોકરા છોકરીઓને રોકવા એમ પણ ઘણા અઘરા હોય છે. ટ્રુ લવનુ ભૂત સવાર હોય માથે !!!

બાયોલોજીકલી જોઈએ, તો નવી જનરેશનની છોકરીઓ ૯-૧૦ વર્ષની ઉંમરે માસિકમાં થઈ જતી થઈ છે, તેના કારણોની ચર્ચા કરવાની જરૂર નથી. છોકરાઓ જે પહેલાના જમાનામાં ૮-૧૦ ધોરણથી સેક્સુઅલી એક્ટિવ થતા તે હવે પ્રાઈમરીમા થવા લાગ્યા છે. બંને જેન્ડરની સેક્સુઅલ એક્ટિવીટી વહેલી શરૂ થતી થઈ છે. જે વેબ સિરીઝ કે અમેરીકન મૂવીઝ એક જમાનામાં કોલેજમા પ્રવેશ પહેલા જોઈ શકાતા નહતા તે હવે પ્રાઈમરીમા સ્માર્ટ ફોનના કારણે હાથવગા થઈ ગયા છે. આ બાબતોના કારણે પહેલા કરતાં ટીનેજરોમા એકલપંડે કે સજાતિય વિજાતિય સાથે સેક્સુઅલ એક્ટિવીટી વધી છે, તેના ઓપ્શન્સ વધ્યા છે, સગવડો વધી છે, તેના આઉટકમ અને સાઈડ ઈફેક્ટ વધી છે, પરંતુ તે બાબતે જાગૃતિ કે સેલ્ફ અવેરનેસ કે સેક્સુઅલ અવેરનેસ જોઈએ એટલી વધી નથી, કારણ ભારતદેશનુ સંકુચિત વાતાવરણ !!! તેથી લગ્નની ઉંમર વધારી દેવાથી ટીનેજરોની સેક્સુઅલ એક્ટિવીટીમા કોઈ ફેર પડશે એ માનવાને કારણ નથી, ઉપરથી લગ્નલાયક ઊંમર વધવાથી ટીનેજરોમા જીજ્ઞાસા અને આતુરતા વધી જવા પામશે. અને સામાન્ય ભૂલો મોટી ગેરકાનૂની બાબત બનતા વાર નહી લાગે. તેનો સીધો ફાયદો, ટીનેજરોને ગેરમાર્ગે દોરી ને લગ્નો કરાવીને પછી બ્લેકમેઇલ કરતા ખૌટા વકીલો જેવા ગુંડા ઓને થશે. એમનો ખોટો ધંધો ઔર વધુ ખીલશે.

મારા અનુભવમા ઢગલો ટીનેજ પ્રેગ્નન્સી અને ટીનેજ લગ્ન આવ્યા છે. અને મોટાભાગના સામાજીક લગ્નો જ હતા, ઘણાખરા લવમેરેજ. પરંતુ એક બાબત મેં જોઈ છે કે અભણમા અભણ પેરેન્ટસને ખબર જ હોય છે કે આ ખોટું છે, નિયમો આ છે, પણ છતાં તે બાળવિવાહ અને ટીનેજ પ્રેગ્નન્સી કરાવડાવે છે, જોડે રહીને. પાછા હોશિયાર એટલા હોય કે દવાખાનામાં પ્રેગનન્ટ છોકરીની ઉંમર વીસ વર્ષ લખાવે જેથી પોતે વાંકમા ન આવે. છોકરીની સાચી ઉંમર કોઈ સરકારી યોજનાના લાભ આપવા માટે આધારકાર્ડ મંગાવો તો જ ખબર પડે. એટલે આપણે એવું માનીએ કે ઉંમરનો કાયદો બનવાથી લોકો સુધરી જશે અને દિકરીઓને ભણવા નોકરી કરવા કે પગભર થવા દેશે અને દિકરીઓ ખુદ પણ પોતાના જીવનનો ધ્યેય લગ્ન નથી બીજું પણ જીવનમાં ઘણુ કરી શકાય છે એવું વિચારીને આગળ વધશે એ માનવું ભૂલભરેલું છે. એટલીસ્ટ હાલના તબક્કે ભારતદેશના મોટાભાગના પેરેન્ટસ કે મોટાભાગની દિકરીઓ એટલી દૂરની સમજણવાળી જણાતી નથી. એટલે આ બધા સામાજીક પાસા જોતા આ નિર્ણય એક્સપર્ટ્સે કેમ લીધો હશે એ‌ સમજવુ અઘરું છે.

તેના કરતાં બીજા ઓપ્શન તરીકે છોકરાની લગ્ન લાયક ઉંમર ૨૧ માથી ૧૮ વર્ષ કરી દીધી હોત તો કદાચ વધુ વ્યવહારુ લેખાત એવું મને લાગે છે. મજૂર અને પછાત વર્ગમા ઢગલો કે એમ જુઓ તો મોટાભાગના છોકરાઓ ૧૫-૧૭ વર્ષે પોતાની પરિવારિક જવાબદારી ઓ સમજતા થઈ ગયા હૌય છે. મજૂર માણસને ચાર દિકરા હોય તો બધા દિકરાઓ વારાફરતી પરણીને લગન પછી તરત પોતાના જ માબાપના આજુબાજુ જ અલગ ઝૂંપડી તૌ ઝૂંપડી બાંધીને અલગ પોતાનો પરિવાર વસાવી લેતા હૌય છે, રોજનુ કમાઈને રોજ ગુજરાન ચલાવી લેતા હોય છે. જ્યાં કશું વહેંચી ખાવાનુ ન હોય ત્યાં બાળકો પર નુ પઝેશન પણ ઓછું હોય અને દરેક પોતપોતાનુ કરી લેતા હોય છે. વધારે વાંધા જ ત્યાં હોય છે જ્યાં એકાદ બે બાળકો હોય, ત્યાં જ ક્વોલિટીના નામે કચકચ થતી હોય છે. એટલે ઊંમર કરતા વધુ સેક્સુઅલ અવેરનેસ અને જવાબદારીની ભાવના વધુ અગત્યની હોય છે, જે કોઈ પણ પ્રકારનુ ભણતર કે ઊંમર કે કમાણી થી લાવી શકાતી નથી. સુખી પરિવારોના બાળકો આજીવન લાડગુગા રહેતા આપણે જૌઈએ જ છીએ. એટલે ફક્ત ઊંમર એ લગ્નનો ક્રાઈટેરીયા ન હોઈ શકે. સુધારો કરવો જ હોય તો બાળવિવાહ ના કાયદા સ્ટ્રીક્ટ કરીને કરો, બાકી જે દેશમાં આજે પણ બાળવિવાહ ના સમૂહ લગ્નમા રાજ્ય કક્ષાના મંત્રી જતા હોય ત્યાં કાયદાઓ કેટલા પોકળ હશે એ સમજી શકો છો.

અમેરીકામાં છોકરા છોકરી‌ બંને માટે પેરેન્ટસ કે ગાર્ડીયનની પરમિશન સાથે લગ્નની કાયદાકીય ઊંમર ૧૬ વર્ષ છે. નવાઈ લાગી ને ? ઈસ્લામિક દેશોમાં ૧૫ વર્ષ. ભારતદેશ એ બાબતે અત્યાર સુધી મધ્યમમાર્ગી હતો, જે શ્રેષ્ઠ કહી શકાય. પરંતુ નવા સુધારા મુજબ સમાજમાં વધુ પડતું સામાજીક ખેંચાણ ઉદભવે તો નવાઈ નહી. વધારે ગેરકાયદે લગ્નો થાય તો નવાઈ નહી. કુદરતના નિયમોને ઓવરટેક કરવામાં સામાજીક સ્ટ્રેસ વધી જાય તો નવાઈ નહી. કેમ કે તમે ગમે તેટલા પ્રોગ્રેસિવ હોવ, અલ્ટીમેટલી તમારે તમારા બાળકને આ જ સમાજમાં સેટ કરવાના હોય છે ! સુધરેલો સમાજ માંડ ૨૦% હશે, બાકીનો ૮૦% સમાજ હજું પણ દિકરીઓ બાબત તો રૂઢીચુસ્ત જ છે !!!

સો જોઈએ….. શું થાય છે !!!

©ડૉ. મિતાલી સમોવા

One thought on “છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ થશે તો શું શું સામજીક સમસ્યા આવશે એ વિશે વાંચો આ લેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *