ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ ગયો GIFA-૨૦૨૧ ગુજરાતી ફિલ્મ જગતના સૌથી મોટા એવોર્ડસ જીફાનું રંગારંગ સમાપન

નેલ્સન પરમાર : જીફા ૨૦૨૧નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૦ માર્ચ રવિવારના રોજ અમદાવાદની નારાયણી હાઈટ્સ્ટ ખાતે યોજાય ગયો. જીફા એ ફરી એકવાર એ સાબિત કરી દીધું કે ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ છે. દર વર્ષની જેમ ધમાકેદાર પરફોર્મન્સને જલ્સો પાડી દીધો હતો. જીફા એ ફરીએકવાર સાબિત કરી દીધું કે, જીફાને અન્ય કોઈ વિશેષણની જરૂર નથી. ગુજરાતી ફિલ્મો,ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર એમ દરેક ને જેમણે ગુજરાતી ફિલ્મોમાં યથાયોગ્ય યોગદાન આપેલું હોય) તેમને તેમના કામની પ્રશંસા રૂપ એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ કરી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપ્યું હતું. 2 વર્ષના કોરોનાકાળ બાદ હવે ગુજરાતી મનોરંજન જગત એકદમ જોરશોરથી કામે લાગી ગયું છે અને દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ ગુજરાતી ફિલ્મો હવે સીનેમાઘરોમાં પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ખુબ આનંદની વાત છે કે, જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન કર્યું અને સફળ થયું.

ગઈ ૨૦મી માર્ચે રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવ્યા હતાં. જીફા એવોર્ડ અમદાવાદના નારાયણી હાઈટ્સ ખાતે થઇ ગયો. જેના ઘણા કલાકારો અને જાહેર જનતા સાક્ષી બન્યા. જીફા ૨૦૨૧માં કેટલાંક વિશેષ અને નોંધનીય લોકો હાજર ‌રહ્યા હતાં જેમાં ભૂમિ ત્રિવેદી ( સિંગર ) યોગેશ ગઢવી બિહારી હેમુ ગઢવી, નેહા મહેતા, એક્ટર અને ધારાસભ્ય હિતુ કનોડિયા એમાંના વાઈફ મોના થીબા કનોડિયા, ગુજરાતની જુની ફિલ્મોની જાણીતા હિરોઈન, રોમા માણેક હિતેશ મકવાણા મેયર ગાંધીનગર, પાર્થિવ પટેલ ( ક્રિકેટર ) રીવાબા જાડેજા ( રવિન્દ્ર જાડેજા ના પત્ની ) ભાજપના નેતા ડો. ઋત્વિજ, પટેલ પ્રશાંત કોરાટ – president BJYM, યજ્ઞેશ દવે, ડો. રણજીત વાક, ડો. પ્રદ્યુમન વજા જેવા ગુજરાતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી સાથે વિશેષ જેમના થકી આ શક્ય બન્યું છે એવી ઓડિયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહી જીફાને બિરદાવ્યો હતો.

અલગ અલગ કેટેગરીમાં GIFA -2021 એવોર્ડ્સ જીતેલા તમામ કલાકારોની યાદી આ મુજબ છે.

જીફા એક્ટર ઓફ ધ યર મેલ –
મલ્હાર ઠાકર – ધૂઆંધાર

જીફા એક્ટર ઓફ ધ યર ફિમેલ
પ્રિનલ ઓબેરોય – કોઠી ૧૯૪૭

જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ મેલ
હિતેન કુમાર – ધૂઆંધાર
ચેતન દૈયા – દીવાસ્વપ્ન

જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ ફિમેલ
નૈત્રી ત્રિવેદી – ૨૧મું ટિફિન

જીફા ડિરેક્ટર ઓફ ધ યર
રેહાન ચૌધરી – ધૂઆંધાર

જીફા ફિલ્મ ઓફ ધ યર
ધૂઆંધાર

જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર
સમીર ગરુડ, મંદાર નાયક – કોઠી ૧૯૪૭

જીફા મ્યૂઝિક ડિરેક્ટર ઓફ ધ યર
મેહુલ સુરતી – ૨૧મું ટિફિન
અપ્પુ એડવિન વાઝ – કોઠી ૧૯૪૭

જીફા લીરિસિસ્ટ ઓફ ધ યર
પાર્થ તરપરા (રાજ જુએ શણગાર અધૂરો) – ૨૧મું ટિફિન

જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર મેલ
પાર્થ ઓઝા (તું જગતનો તાત છે) – દીવાસ્વપ્ન
અરવિંદ વેગડા (ટાઇટલ સોંગ) – ધન ધતુડી પતુડી

જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલ
મહાલક્ષ્મી ઐયર (રાહ જુએ શણગાર અધૂરો) – ૨૧મું ટિફિન

જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર
જીનલ બેલાણી – તિખ્ખી મીઠ્ઠી લાઇફ

જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર
હિતેશ બેલદાર, લાલજી બેલદાર – કોઠી ૧૯૪૭

જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર
પલ્લવ બરૂઆ – ધૂઆંધાર

જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર – સુમિત સાહિલ – હલકી ફુલકી

જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર
સેતુ ઉપાધ્યાય – કોઠી ૧૯૪૭

જીફા એડિટર ઓફ ધ યર
જયમીન મોદી – ધૂઆંધાર

જીફા ડાયલોગ રાઉટર ઓફ ધ યર : અંશુ જોશી, નરેશ પ્રજાપતિ, સંજય પ્રજાપતિ – દીવાસ્વપ્ન

જીફા એક્ટર ઓફ ધ યર ઈન કોમિક રોલ – હેમાંગ દવે – ધન ધતુડી પતુડી
સ્મિત પંડ્યા – એકડે એક

જીફા એક્શન ડિરેક્ટર ઓફ ધ યર – દિલીપ યાદવ – અમરપ્રેમ

જીફા એક્ટર ઓફ ધ યર ઈન નેગેટિવ રોલ – બિમલ ત્રિવેદી – દીવાસ્વપ્ન

જીફા દેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર મેલ – ભૌમિક સંપટ – તિખ્ખી મીઠ્ઠી લાઇફ

જીફા દેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર ફિમેલ – નિધિ સેઠ – બેટી

જીફા કોષ્ચ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર – કોઠી ૧૯૪૭ – રજત ભટ્ટનાગર

જીફા ગોલ્ડન એવોર્ડ – રોમા માણેક

જીફા સ્પેશિયલ મેન્સન્સ ફિલ્મ એવોર્ડ – ૨૧મું ટીફીન – વિજયગીરી બાવા

જીફા સ્પેશિયલ રાઈટર મેન્સન્સ રાઈટર – હલકી – ફુલકી ગીતા માણેક

જીફા સ્પેશિયલ મેન્સન્સ એક્ટર – લકી લોકડાઉન – મનિષ પટોડીયા

જીફા સ્પેશિયલ મેન્સન્સ – નેહા મહેતા
જીફા સ્પેશિયલ મેન્સન્સ ( ટીમ હલકી ફુલકી )

જીફા જ્યુરી ક્રીટીક્શ ચોઈસ એવોર્ડ – કોઠી ૧૯૪૭ – અલ્ફીયા કાપડિયા

જીફા સ્પેશિયલ મેન્સન્સ એનીમેડેડ ફિલ્મ – શ્રીમદ રાજચંદ્ર ( એનીમેટેડ ફિલ્મ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *