ગુજરાતી ફિલ્મો અને કલાકારોને પ્રોત્સાહિત કરતો સૌથી મોટો એવોર્ડ એટલે ‘ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ’ – જીફા. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીફા એવોર્ડ ૨૦ માર્ચના રોજ યોજવાવા જઈ રહ્યો છે ત્યારે આનંદની વાત એ છે કે, ૨૦૨૧ માં ૩૨ ફિલ્મો રીલીઝ થઇ હતી જેમાંથી જીફામા ૨૮ ફિલ્મોએ ભાગ લીધો છે. જેમાં અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશ, જેમાં સૌથી વધારે ૧૭ જેટલાં ધુરંધર ફિલ્મના નોમિનેશન મળ્યા છે.
ગુજરાતી તરીકે ગર્વ અપાવનાર “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ” છેલ્લા પાંચ વર્ષથી યોજાઇ રહ્યો છે, જેમાં અલગ-અલગ કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. GIFA એવોર્ડઝનું આ છઠ્ઠુ વર્ષ છે અને આ વર્ષે પણ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. હાલમાં જ ફેસબુકના માધ્યમથી જીફા 2021ના નોમિનેશન ડિકલેર કરવામાં આવ્યા છે અને આ વર્ષે જીફાના સમયગાળામાં રિલીઝ થયેલી 32 ફિલ્મોમાંથી 28 જેટલી ફિલ્મો ને અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
ગુજરાતી સિનેમા જેને અનૌપચારિક રીતે ઢોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં સિનેમાના મુખ્ય પ્રાદેશિક અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. 1932માં તેની શરૂઆત થઈ ત્યારથી, ગુજરાતી સિનેમાએ ફિલ્મ રસિકોને મનોરંજન પીરસ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA)એ 2016માં એક અનોખી પહેલ કરી છે. વિવિધ પરિમાણોના આધારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન જીફા એવોર્ડની શરૂઆત કરી હતી જે હાલના સમયમાં ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી ચુક્યો છે.
જીફાનો મહતવનો હેતું છે કે, ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનીશીયનોને નવાજતા રહેશે જેના કારણે ચોક્કસ અન્ય લોકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે. દિગ્દર્શકો એવી સ્ટોરી શોધી રહ્યા હોય છે જેને વિશ્વફલક સુધી લઇ જઈ શકાય. જીફા એવોર્ડ ફિલ્મોને આગળ લાવવા માટેનો ખૂબ જ સારો પ્રયત્ન છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરી આગળ લાવવા જીફા પાછલાં ઘણા વર્ષો થી સત્તત પ્રયત્નશીલ છે. અને ખાસ આનંદની વાત એ છે કે, આ વર્ષે જીફા-૨૦૨૧નું આયોજન ટુંક સમયમાં જ ૨૦ માર્ચે યોજાશે.