મોત પછી નદીમાં પધરાવી દેવાય છે કોરોના સંક્રમિતોની લાશો? ગંગામાં તરતી જોવા મળી ૧૦૦થી પણ વધારે લાશો

બિહારના બક્સર જિલ્લામાં ગંગા નદીમાં તરતી ઘણી લાશો જોવા મળતા હડકંપ મચી ગયો છે. આ લાશો ફુલેલી અને સડેલી છે. આ ભયાનક નજારો ભારતમાં કોવિડ સંકટ કેટલું ખતરનાક તે બતાવવા માટે પુરતું છે. બિહાર અને ઉત્તર પ્રદેશને અડીને આવેસા ચૌસા શહેરના ગંગા તટ પર લગભગ ઘણ બધી લાશો જોવા મળી હતી. કોરોનાએ અનેક રાજ્યોની સરકારોનો કાળમુખો ચહેરો ખુલ્લો પાડ્યો, ગંગા નદીની જળસપાટી પર તરી રહ્યા છે મૃતદેહો, સરકાર મૌન. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લાશોની સંખ્યા 150થી વધુ છે. લોકોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં મૃતદેહો એક સાથે પાણીમાં રહેવાના કારણે દુર્ગંધ ઘણા ગામડાઓ સુધી ફેલાઈ રહી છે.

સવારમાં લોકોને ગંગા તટ પર ખતરનાક અને ડરાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રશાસનનું માનવું છે કે આ લાશો ઉત્તર પ્રદેશથી પાણીના પ્રવાહમાં વહીને આવી છે. આ લાશો કોરોના દર્દીઓની છે. પ્રશાસનનો અંદાજ છે કે પરિવારજનોને આ લાશ દફન કરવા માટે કોઇ સ્થાન મળ્યું નહીં હોય તો તેમણે ગંગામાં પધરાવી દીધા હશે. અધિકારી અશોક કુમારે ચૌસા જિલ્લાના મહાદેવ ઘાટ પર કહ્યું કે પાણીમાં તરતી લગભગ 40-45 લાશો જોવા મળી હતી. અશોક કુમારના મતે એવું લાગે છે કે આ લાશને નદીમાં ફેકી દેવામાં આવી છે. સૂત્રોનો દાવો છે કે અહીં 100ની આસપાસ લાશો હોઈ શકે છે. બીજા અધિકારી કે કે ઉપાધ્યાયના મતે આ ફુલેલી લાશોને જોવા પછી એવું લાગે છે કે આ પાંચથી છ દિવસથી પાણીમાં હોઈ શકે છે. અમારે તેની તપાસ કરવી પડશે કે આ ઉત્તર પ્રદેશના કયા શહેરમાંથી આવી છે. મોટી સંખ્યામાં મૃતદેહો મળ્યા બાદ વિસ્તારમાં મોટા રોગચાળાને લઈને લોકો ડરેલા છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાથી મોત બાદ લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા નથી, પરંતુ જેમ-તેમ કરીને અંતિમ સંસ્કારના નામ પર ગંગામાં ફેંકી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે કોરોનાથી મોતની સંખ્યા વધવાનાં કારણે લોકો અંતિમ સંસ્કાર કરવાનાં બદલે પવિત્ર ગંગા નદીમાં લાશોને પ્રવાહિત કરી રહ્યા છે, કેટલીક લાશો તો કિનારા પર આવી ગઇ છે, લોકોનું કહેવું છે કે લાશો યુપી તરફથી આવી રહી છે. આના કારણે હવે ઘણા પ્રકારની સંક્રમણજન્ય બીમારીઓ ફેલાવાનું જોખમ વધી ગયું છે. કોરોના રોગચાળા દરમિયાન અગ્નિ સંસ્કારનો ખર્ચ વધી જતાં હવે લોકો મૃતકોને ગંગામાં પ્રવાહિત કરવાનું શરૂ કરી દીધું છે. કોરોના મહામારીની વચ્ચે અનેક જગ્યાઓ પર નદીની અંદર મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ બક્સરમાં પણ અનેક મૃતદેહો મળ્યા હતા. ત્યારે હવે બક્સર બાદ યુપી-બિહારની બોર્ડરના ગહમર ગામ પાસે ગંગા નદીમાં અનેક ડઝન મૃતદેહ મળતા તે વિસ્તારમાં હડકંપ મચ્યો છે. નદીમાં આ રીતે મૃતદેહ મળતા લોકોને ચેપી રોગના ફએલાવવાનો ડર લાગી રહ્યો છે. મૃતદેહો મળ્યા બાદ ગામલોકોએ જિલ્લા પ્રશાસનને જાણ કરીને માંગ કરી છે કે આ મૃતદેહને જલ્દી અહીંથી કાઢવામાં આવે.

આ પણ વાંચો – આપણે લાશોની વાતને સાંભળવી પડે !

આ ઘટના પૂર્વ ઉત્તર પર્દેશના ગાજીપુરના ગહમર વિસ્તારની છે. જ્યાં બિહાર તરફ વહેતી ગંગામાં અનેક મૃતદેહો કિનારા પર મળ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં દુર્ગંધ અને રોગચાળો ફેલાવવાનું જોખમ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાજીપુરથી બિહાર તરફ વહેતી ગંગા નદી ગહમર ગામમાં થઇને પસાર થાય છે. ત્યાંથી આગળ બિહારનું ચૌચા ક્ષેત્ર શરુ થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આજકાલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધી ગયો છે. હિંદુ ધર્મ પ્રમાણે બે રીતે મૃતદેહોની અંતિમ વિધિ થાય છે. એક અગ્નિ સંસ્કાર કરીને અને બીજુ તેને નદીમાં પ્રવાહિત કરીને. તેવામાં અત્યારે મોટાભાગના લોકો મૃતદેહોને નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે. લાકડાની અછત અને સ્માશનમાં પણ વેઇટિંગના કારણે લોકો હવે મૃતદેહોને પાણીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અત્યારે ગંગા નદીમાં વિવધ જગ્યાઓ પર અરધા બળેલા મૃતદેહ મળી રહ્યા છે. જેનાથી મહામારીના વધારે ફેલાવો થવાનું જોખમ ઉભું થયું છે.

ગંગા નદીના નાવિકો જણાવી રહ્યા છે કે તેમણે આખા જીવનમાં આવા દ્રશ્યો ક્યારેય જોયા નથી. તેમણે કહ્યું કે લોકો દૂર દૂરથી આવીને પણ મૃતદેહોને ગંગામાં ફેંકી રહ્યા છે. જેના કારણે દુર્ગંધ અને ગંદકી વધી રહી છે. જેના કારણે હવે કોઇ ગંગામાં નહાતું પણ નથી અથવા તો ગંગાનું પાણી પણ પીતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *