ભરાતની બેન્કમાં ફુલેકું ફેરવનાર, ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ડોમિનિકામાં ઝડપાયો

ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી, મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆમાંથી પણ અચાનક ગાયબ થઈ ગયો હતો, તેને હવે પડોશી ડોમિનિકામાં પડડી લેવામાં આવ્યો છે. જ્યાંથી તેને હવે ફરીથી એન્ટિગુઆ લાવવાની તૈયારી ચાલી રહી છે. તેને ડોમિનીકાનાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ પકડ્યો છે. મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડનો આરોપી છે, જેની સામે ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. એન્ટિગુઆથી તેના ક્યુબા ભાગી છૂટવાનાં સમાચાર હતા. એન્ટિગુયાથી લાપતા કરોડોનો કૌભાંડી ભાગેડુ મેહુલ ચોકસી આખરે 2 દિવસ બાદ ડોમિનિકામાં ઝડપાઇ ગયો. તેની સામે ઇન્ટરપોલે યલો નોટિસ જારી કરી હતી. સ્થાનિક મીડિયામાં બુધવારે તેની ધરપકડના અહેવાલ પ્રસિદ્ધ થયા. એન્ટિગુયાના પીએમે પણ કહી દીધુ કે મેહુલ ચોકસીને હવે ભારત મોકલી દેવાશે.

મેહુલ ચોક્સીનાં વકીલે દાવો કર્યો છે કે તેનો અસિલ એન્ટિગુઆનો નાગરિક છે, આવી સ્થિતીમાં તેને સ્થાનિક લોકોને મળનારા તમામ અધિકાર પ્રાપ્ત છે,ચોક્સીએ જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગતા પહેલા 2017માં કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી.જો કે હજું સુધી તે જાણી શકાયું નથી કે તે શા માટે ડોમિનિકા ગયો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને રૂ. 13,500 ની છેતરપિંડી કરી છે, હાલમાં નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે. બંને સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે.

ભારતમાં પીએનબી બેન્ક સાથે કરોડોની છેતરપિંડી કરી ગીતાંજલિ ગ્રુપનો માલિક મેહુલ ચોકસી એન્ટિગુયા ભાગી ગયો. હતો. ત્યાંથી પણ તે ગત રવિવારે લાપતા થતા પોલીસે સઘન તપાસ શરુ કરી હતી. એન્ટિગુયા અને બારબુડા ઇન્ટરપોલે તેની વિરુદ્ધ યલો નોટિસ બહાર પાડી. ત્યાર બાદ મંગળવારે રાત્રે ડોમિનિકા પોલીસે તેને પકડી પાડ્યો હતો. એન્ટિગુયા ન્યૂઝ રુમ મુજબ મેહુલ ચોકસી એન્ટિગુયા અને બારબુડાની નાગરિકતા મેળવી 2018 બાદથી અહીં રહેતો હતો. પરંતુ રવિવારે તેણે ત્યાંથી ભાગીને બહુ મોટી ભૂલ કરી દીધી. આ અંગે એન્ટિગુયાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે અમે ચોકસીને પાછા સ્વીકારીશુ નહીં. તેણે અહીંથી ફરાર થઇ મોટી ભૂલ કરી છે. ડોમિનિકન સરકાર અને ત્યાંના કાયદાકીય અધિકારીઓ સહકાર કરી રહ્યા છે. અમે આ મામલે ભારત સરકારને માહિતી આપી દીધી છે. જેથી તેને સોંપી શકાય.

પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડની છેતરપિંડી કર્યા બાદ મેહુલ ચોકસી અને તેનો ભાણિયો નિરવ મોદી દેશ છોડીને ભાગી ગયા હતા. મેહુલ એન્ટિગુયામાં વસી ગયો હતો અને નિરવ મોદી લંડન ભાગી ગયો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ જેલમાં જ છે. તેના પ્રત્યાર્પણની ઘડીઓ ગણાઇ રહી છે. ભારતમાંથી ભાગીને મેહુલ ચોકસીએ 2018માં એન્ટિગુયાની નાગરિકતા મેળવી લીધી હતી. પરંતુ ગત રવિવારે અચાનક તે બારબુડામાંથી ગાયબ થઇ ગયો હોવાના અહેવાલ આવ્યા હતા. તે અંતિમ વખત બારબુડાના દક્ષિણ ક્ષેત્રમાં ગાડી હંકારતો જોવા મળ્યો હતો. ચોકસીના વકીલે જણાવ્યું હું કે તે ઘરેથી રેસ્ટોરન્ટમાં જમવાનું કહી નીકળ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: