જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ધોળે દહાડે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બિલખા રોડ પર આવેલા રામ નિવાસ નજીક બુધવારે બપોરના સમયે ધર્મેશ પરમાર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેનો પીછો કરી રહેલા અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારથી અચાનક ધર્મેશ પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધર્મેશ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

હાલ પોલીસે ધર્મેશના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં ત્રણ શંકાસ્પદ શખ્શો દેખાયા છે જેના આધારે પોલીસે વધુની તપાસ હાથ ધરી છે. મૃતક ધર્મેશ પરમાર કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા, જ્યારે તેમની પત્તની પણ કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચુંટણી મનદુઃખના કારણે ધર્મેન્દ્ર પરમારની હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકના પરિવારજનોએ સ્થાનિક ભાજપ આગેવાનો સામે અને પોલીસ (Police) રક્ષણને લઈને આક્ષેપો કર્યા છે, જ્યારે આ અંગે પોલીસ દ્વારા કોઈ ફરીયાદ ન મળી હોવાનું જણાવાયું છે, જો કે હજુ ફરીયાદની પ્રક્રિયા ચાલુ હોય, ફરીયાદ પૂર્ણ થયે સમગ્ર હકીકત બહાર આવશે.

આ પણ વાંચો – બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, વીજળી પડતા બે પશુઓના મોત.

જૂનાગઢ શહેરના પૂર્વ મેયર અને કોંગ્રેસના અગ્રણી નેતા લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસે નજીકના CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરુ શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે

Leave a Reply

%d bloggers like this: