મધ્ય પ્રદેશમાં પૂરના કારણે સ્થિતિ વણસી, હજારો ગામ બન્યા ટાપુ, બચાવ કાર્યમાં વાયુ સેના પણ જોડાય

મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાના કોટરા ગામમાં પૂર પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની બોટમાં એક ઝાડ પડતા તેમાં નુકસાન થયુ હતું, જે બાદ તેમણે અને અન્ય નવ લોકોને વાયુસેનાની મદદથી બચાવવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યુ કે નરોત્તમ મિશ્રા દતિયા જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત માટે પહોચ્યા હતા. દતિયાના કોટરા ગામમાં એક મકાનની છત પર લોકોના ફસાયા હોવાની જાણકારી મળતા ગૃહમંત્રી તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ સાથે નાવ લઇને પહોચ્યા હતા.

જોકે, નાવમાં બચાવ દરમિયાન એક ઝાડ પડી ગયુ હતુ જેને કારણે તેમાં ટેકનિકલ ખરાબી આવી હતી અને તે ત્યા પાણીની વચ્ચે ફસાઇ ગયા હતા. અધિકારીએ કહ્યુ કે તે બાદ નરોત્તમ મિશ્રાએ સબંધિત અધિકારીને મેસેજ મોકલ્યો કે તેમની અને પૂર પીડિતોની સહાયતા માટે વાયુસેનાના એક હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે. નરોત્તમ મિશ્રાએ વાયુસેનાના હેલિકોપ્ટર આવતા નવ લોકોને ત્યાથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને તે બાદ તે ખુદ કોટરામાં હેલિકોપ્ટરમાં સુરક્ષિત સવાર થયા હતા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે રાજ્યના ઉત્તરી ભાગના 1250થી વધારે ગામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઇ છે.

MP foold

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં શરૂ થયેલા વરસાદને કારણે શિવપુરી-શ્યોપુર, ગ્વાલિયરના ડબરા-ભિતરવાડમાં પૂર જેવી સ્થિતિ છે. સતત ભારે વરસાદને કારણે સિંધ, પાર્વતી, ચંબલ અને શ્યોપુરની અડધા ડઝનથી વધારે નદીમાં પાણીનું સ્તર ખતરાની પાર વહી રહ્યુ છે. અંચલના લગભગ તમામ બાંધ ઓવરફ્લો થઇ ગયા છે. જેને કારણે અનેક ગામ ટાપુ બની ગયા છે અને હજારો લોકો પૂરમાં ફસાયેલા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ હવાઇ નીરિક્ષણ કર્યુ હતુ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મુરૈના જિલ્લામાં ચંબલના કિનારે કેટલાક ગામના રસ્તા બંધ થઇ ગયા છે. તંત્ર લોકો સુધી પહોચી શક્યુ નથી. ચંબલ અને ક્વારી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મોડી રાત સુધી નદીનું જળસ્તર સતત વધતુ ગયુ હતું. તંત્રએ નદી કિનારે રહેલા કેટલાક ગામને ખાલી કરાવ્યા હતા. વાયુસેનાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિનું અપડેટ લીધુ હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે ગ્વાલિયર ચંબલ અંચલના આશરે 1250 ગામ પૂર પ્રભાવિત છે. જેમાંથી 250 ગામમાં રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જ્યારે 1900 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.