લવ જેહાદની વડોદરામાં પ્રથમ ફરિયાદ: મુસ્લિમ ધર્મ છુપાવી ક્રિશ્ચયન તરીકે ઓળખાણ આપી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરીયાદ

વડોદરા : લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મુસ્લિમ યુવકે પોતાની જાતિ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને ફસાવી ફોટા વાયરલ કરી બળાત્કાર ગુજાર્યા તે બાદ લગ્ન કરી હિંદુ ધર્મ છોડી દઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાર્ટનર સમીર અબ્દુલ કુરેશી નામના યુવકની ગોત્રી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ માં થયેલી ફરિયાદ મુજબ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તેમ જણાવી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો તેની સાથે સંપર્ક થયા બાદ એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ફોટા પાડી વાયરલ કરાવી દઈશ તેમ કહી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. આખરે તેણે વારંવાર બળાત્કાર કરતા બે વખત અબોૅશન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ 2021માં તેણે લગ્ન કર્યા હતા લગ્ન બાદ તેના પરિવારજનો દ્વારા ખબર પડી હતી કે તે ખ્રિસ્તી નથી પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દુલ કુરેશી છે.

આ પણ વાંચો : ‘બાબા કા ઢાબા’ : કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, મોડી રાત્રે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ ધર્મ છુપાવીને બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો ત્યારબાદ લગ્ન કર્યા અને તે બાદ તેના પરિવારજનો દ્વારા હિંદુ ધર્મ છોડી ગઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરતા રહ્યા અને માનસિક ત્રાસ આપતા હતા. યુવતીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે બળાત્કાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને એટ્રોસિટીના ત્રણ કાયદા મુજબ યુવક સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *