નરોડામાં ઇન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી ભીષણ આગ, 04 કલાક સુધી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબૂ

અમદાવાદના નરોડા રોડ પર સૈજપુર બોઘા પાસે ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયરની 30 ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. ચાર કલાક સુધી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અમદાવાદમાં ગત મોડી રાત્રે સૈજપુર પાસે આવેલ ઈન્ક બનાવવાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે, આ આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામા આવ્યો હતો અને ફાયરની 40 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં 3 ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદના પૂર્વમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક આગનો બનાવ બન્યો હતો. સૈજપુર આગળ આવેલી એક ઇન્ક બનાવતી કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. એમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. એમાં 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે જઈને આગ બુઝાવી હતી. આ દરમિયાન ઓઢવ ફાયર સ્ટેશનમાં 3 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તેમને હોસ્પિટલમાં સમયસર સારવાર મળવાથી આજે રજા આપવામાં આવી છે. આ ફેકટરીમાં 2 ઓરડીમાં કારીગરો રહે છે, તેઓ કાલે ફેકટરીમાં જ હતા. જોકે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેમણે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો અને તેઓ ફેકટરીની બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો : અંદ્ધશ્રદ્ધાઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પણ બન્યુ કોરોના માતાનું મંદિર, પહેલાં કોરના દેવી

આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીઝના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન-કર્મચારી આગથી હાથ તથા મોઢાના ભાગે વત્તાઓછા પ્રમાણમાં દાઝી જતાં તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. તેમને સારવાર આપી રજા આપવામાં આવી છે. આકસ્મિક લાગેલી આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલાં રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને બિલ્ડિંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ની આગેવાની અને સીધી સુચના સાથે તેમના મદદનીશ અધિકારીઓ, ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને ફાયર ફાયટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, રોબોટ મળી ૩૦ જેટલા વાહનો ની મદદથી પાંચ કલાક ની ભારે જહેમત સાથે આગને કાબુમાં લેવામાં આવી હતી. આ આગ દરમ્યાન આજુબાજુની અન્ય મિલ્કતો ને નુકસાન થાય નહી તેની તકેદારી રાખી ફેક્ટરીની આગળ-પાછળથી વ્યુહાત્મક રીતે સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માં સફળતા મેળવી હતી. આ જોખમી ,અસરકારક અને સફળતા પૂર્વકની કામગીરી ને પરીણામે આજુબાજુની મિલ્કતો ને નુકસાન થતુ અટકાવી શકાયુ હતુ.

Leave a Reply

%d bloggers like this: