ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી મૃત્યુ

40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં છે. ‘બિગ બોસ 13’ના પૂર્વ સ્પર્ધક અબુ મલિકે કહ્યું હતું, ‘મેં બે દિવસ પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે મારા એક વીડિયોમાં કામ કરવાનો હતો. તેણે મને કહ્યું હતું કે તે આ વીડિયોમાં કામ કરશે. મને હજી વિશ્વાસ થતો નથી કે તે હવે નથી. મને આ સાંભળીને ઘેરો આઘાત લાગ્યો છે.’

સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શેહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.

Siddharth Malhotra

સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સિરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થ શુક્લા 2014માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે ‘બિઝનેસ કી કઝખસ્તાન’માં પણ કામ કર્યું હતું. વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3’માં પણ જોવા મળ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: