ફેશન અને સ્ટાઇલનો વ્યક્તિ સાથે સીધો સંબંધ છે. : અભિનેત્રી જીજ્ઞા ગોસ્વામી

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર ( ગાંધીનગર ) : ફેશન અને સ્ટાઇલ નો વ્યક્તિ સાથે સીધો સંબંધ છે. જો તેની સ્ટાઇલ સેન્સ યોગ્ય નહીં હોય તો તે ગમે તેટલી ફેશન કરી લે, પરંતુ તે શોભી ઉઠતી નથી. મોંઘા કપડાં અને વજનદાર ઘરેણાં વગેરે પહેરી લેવાથી કોઈ સુંદર નથી દેખાતું. તેનાં સુંદર દેખાવા માટે તો શરીરનાં બંધારણની સાથે-સાથે પ્રસંગ અને ઋતુ નું પણ ધ્યાન રાખવું પડે છે.

Jigna goswami

કહેવાય છે કે ગુજરાતનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને આપણાં અમદાવાદ શહેરનાં જાણીતાં એવાં સુપ્રસિદ્ધ અભિનેત્રી જીજ્ઞા ગોસ્વામી જણાવે છે કે, મેં ઘણી બધી એડશૂટ, ફોટોશૂટ, કેલેન્ડર શૂટ, ગારમેન્ટ શૂટ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. સાથે-સાથે ગુજરાતી આલ્બમ ગીતોમાં અભિનય કરીને ઘર-ઘરમાં ચાહના પણ મેળવી છે. હું છેલ્લાં ૪ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છું. ફેશન દર વર્ષે બદલાતી રહે છે‌. પરંતુ, સ્ટાઇલ તો પ્રત્યેક વ્યક્તિની અલગ-અલગ હોય છે અને તે બદલાતી પણ નથી. સ્ટાઇલિંગ માટે વ્યક્તિનાં રંગ અને તેનાં શારિરીક બંધારણ પર વધારે ધ્યાન આપવું પડે છે. પછી ભલે ને પ્લસ સાઇઝ હોય કે થિન. યોગ્ય સ્ટાઇલિંગ દ્વારા વ્યક્તિ ગ્લેમરસ અને આકર્ષક દેખાય છે. જરૂરી નથી કે સુંદર દેખાવા માટે મોંઘા કપડાં પહેરવાં પડે. જો સામાન્ય ડ્રેસ ને પણ તમે સ્ટાઇલ નાં હિસાબે પહેર્યા હોત તો તમે સારાં દેખાઈ શકો છો. કોઈ પણ ડ્રેસને કલર, ફેબ્રિક અને ઉદ્દેશ નાં આધારે પહેરવો જોઈએ. સાથે એ વાત પણ સમજી લેવી જરૂરી છે કે, સ્ટાઇલ ને કેવી રીતે જાળવી રાખવી. આ વિશે અભિનેત્રી જીજ્ઞા ગોસ્વામી નું માનવું છે કે, કેટલાકમાં મેનર્સ નેચરલી હોય છે. પરંતુ, બોડી લેન્ગવેજ યોગ્ય નથી હોતી. આ સ્થિતિમાં તેમને પોતાનાં કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક નથી મળતી. તેમણે વાતચીતની રીત શીખવી જોઈએ. જેથી પોતાનાં ક્ષેત્રમાં સફળ થઈ શકે.

જીજ્ઞા ગોસ્વામી છેલ્લે જણાવતાં કહે છે કે, પહેલાં ઇમેજ ને લઈને એટલી જાગૃત નહોતી. પરંતુ જ્યારે કામ પછી વખાણ સાંભળવા મળે ત્યારે વધારે સારું કામ કરવાં પ્રોત્સાહન મળે છે. આજકાલ કેટલીક કંપનીઓ પણ ઇમેજ કંન્સલટંન્ટ ને હાયર કરે છે અને લોકો સામે પ્રેઝન્ટેબલ દેખાવવાની કળા તમારી ઓળખ બનાવે છે.

Leave a Reply

%d bloggers like this: