ખેડૂત આંદોલનમાં યુવતિ પર બળાત્કાર, 6 લોકો સામે ફરિયાદ

ઘણાં લાંબા સમયથી નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા સાત મહિનાથી દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે ત્યારે ખેડૂત આંદોલનને લઇને એક મોટો ખુલાસો થયો છે. અને એક ગંભીર વાત સામે આવી છે. હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર આંદોલનમાં સામેલ થવા પશ્ચિમ બંગાળથી એક યુવતી આવી હતી, ત્યારબાદ આંદોલનમાં સામેલ ચાર ખેડૂત નેતાઓએ તેના પર બળાત્કાર કર્યો છે. આ યુવતીનું હાલમાં જ કોરોનાના કારણે મોત થયું છે. પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે, પરંતુ આરપીઓ પોલીસની પકડથી બહાર છે. પોલીસ દ્વારા IPC ની કલમ 365, 342, 354, 376 અને 120 બી હેઠળ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ તેમજ અપહરણ, બ્લેકમેઇલિંગ, બંધક બનાવવાની અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે આંદોલન સાથે સંકળાયેલા ચાર ખેડૂત નેતાઓ અને બે મહિલા સ્વયંસેવકો પર પણ આરોપ મૂક્યો છે. જો કે ખેડૂત આંદોલનમાં યુવતી પર થયેલા બળાત્કાર અંગે આંદોલનકારી ખેડૂતો પોતાનો બચાવ કરી રહ્યા છે. હરિયાણા પોલીસે મૃત યુવતીના પિતાની ફરિયાદ પર ચાર ખેડૂત સહિત આંદોલન સાએ જોડાયેલ બે મહિલાઓ સામે એફઆઇઆર નોંધી છે. યુવતીના પિતાએ કહ્યું કે યુવતી પર ચારેય ખેડૂત નેતાઓએ ત્યારે રેપ કર્યો, જ્યારે તે ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હીની ટિકરી બોર્ડર પર ગઇ. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે. સોશિયલ આર્મી ચલાવનાર અનૂપ અને અનિલ માલિક સહિત 4 લોકો પર પોલીસે એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો – ડે. સીએમ નીનિત પટેલે કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા આપી

પોલીસે તમામ આરોપીઓ પર અપહરણ, ગેંગરેપ, બ્લેકમેલિંગ અને બંધક બનાવવા તેમજ ધમકી આપવાના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના અંગે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અન્ય નેતઓ કંઇ પણ બોલવા માટે તૈયાર નથી. જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી મૃત યુવતી સાથે કંઇક ખોટું થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે 30 એપ્રિલના દિવસે તે યુવતીનું કોરોનાના કારણે મોત થયું છે. જેના 4 દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા IPC ની કલમ 365, 342, 354, 376 અને 120 બી હેઠળ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ તેમજ અપહરણ, બ્લેકમેઇલિંગ, બંધક બનાવવાની અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે આંદોલન સાથે સંકળાયેલા ચાર ખેડૂત નેતાઓ અને બે મહિલા સ્વયંસેવકો પર પણ આરોપ મૂક્યો છે. જો કે ખેડૂત આંદોલનમાં યુવતી પર થયેલા બળાત્કાર, અંગે આંદોલનકારી ખેડૂતો પોતાનો બચાવ કરી રહ્યા છે.

યુવતીના મોત બાદ તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે કે ચાર ખેડૂત નેતાઓએ તેમની દીકરી પર રેપ કર્યો છે. આ કેસમાં બે મહિલા વોલેન્ટિયર ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગત 11 એપ્રિલના દિવસે યુવતી આરોપીઓ સાથે બંગાળથી દિલ્હી આવી હતી. આ સંદર્ભે કિસાન સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક મળી હવાની પણ ચર્ચા થઇ રહી છે.છેલ્લા ઘણા દિવસોથી અનેક સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો હતો. શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોરચાની બેઠક મળી હતી. ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કારના આ કેસની તપાસ માટે ત્રણ ઇન્સ્પેક્ટર અને સાયબર સેલનો સમાવેશ કરીને ડીએસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો – રીક્ષાવાળાનો દીકરો IAS ની જાય તો ગરીબો/વંચિતો પ્રત્યે એમની સંવેદનશીતતા કેમ મરી જાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *