ભારતમાં ફેમિલી પ્લાનિંગ અને અબોર્શન – ડૉ. મિતાલી સમોવા

ડો. મિતાલી સમોવા, ( અમદાવાદ ) :  સોનોગ્રાફી મશીન ૧૯૮૦ની સાલમાં ભારતમાં આવ્યુ. જૈફ વયના અને અત્યારે રીટાયર્ડ એવાં તે સમયનાં ઘણાં સરકારી આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર ૧૯૮૦ના સાલ પછી સરકાર ખુદ વસ્તી ઘટાડો (અથવા મેનેજ કરો) અભિયાન માટે યુવા કપલને સામેથી અનઓફિસિયલ “ગર્ભનું જેન્ડર ડીટેક્શન” કરી આપવાની સર્વિસ પ્રોવાઈડ કરી આપતી હતી. સંજય ગાંધીની કુંવારા પુરુષોને પકડી પકડીને નસબંધી વાળી બાબત તો ફેમસ છે જ. મતલબ આરોગ્ય કર્મચારીઓને ખબર જ હતી કે મોટાભાગના વધુ બાળકો પેદા કરવાવાળા લોકો “દિકરા”ની લાલચે જ ગર્ભધારણ કરતાં હતાં. એટલે બની શકે કે સરકારી ટાર્ગેટ અચિવ કરવા આ કર્મચારીઓ અને અધિકારીઓની મિલિભગત પણ હોય, પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ સાથેની. આરોગ્ય કર્મચારીઓ જ ખુદ ગર્ભિણીઓના પરિવારને કાઉન્સેલિંગ કરીને ચેકપ કરીને પછી જો દિકરી હોય તો અબોર્શન અને દિકરો હોય તો ફૂલ ટર્મ થઈને ઈવન સિઝેરીયન માટે પણ રેડી કરતા. વસ્તી તો ઘટી નહીં, પણ આ ડ્રાઈવના કારણે આપણો માનસિક પછાત અને સંકુચિત સમાજ “ફિમેલ ફિટીસાઈડ” અને “સિઝેરિયન” નામના બે લોહી ચાખી ગયો !!!! તેના કારણે સમાજમાં ઊભી‌ થયેલી અવ્યવસ્થા ની ગંભીરતા પર અગાઉ વાત કરેલી છે મેં.

અબોર્શનની વાત કરીએ, પહેલાના જમાનામાં બધા જ ધર્મોમાં આત્મહત્યાની જેમ જ અબોર્શન પણ પાપ મનાતું હતું. તેનું કારણ ૧૦ માથી માંડ ૨-૩ બાળકો જીવતા હોય, બાકીના આરોગ્ય સેવાઓના અભાવે મૃત્યુ પામતા હોય તેવામાં એક પણ એડલ્ટ કે નવો પોટેન્ટ જીવ ગુમાવવો સમાજ વ્યવસ્થા ને પાલવે તેમ નહતો. હવે બિલકુલ એવું નથી.

Family planning

ભારતમાં ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ઓફિસિયલી શરુ થયો ૧૯૫૨મા. પણ અબોર્શનની છૂટ લગભગ બે દાયકા પછી એટલે કે ૧૯૭૧ માં “મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ૧૯૭૧” પછી આપવામાં આવી. ત્યારે ગર્ભાવસ્થાના ૧૦-૧૨ અઠવાડીયાની છૂટ હતી, જે પછી ૨૦૧૪મા ૨૦ અઠવાડિયાની કરવામાં આવી, પછી તાજેતરમાં ૨૪ અઠવાડિયા, એટલૈ કે છ મહીના સુધીની કરવામા‌ આવી છે. જો કે ૩ મહીનાથી વધુના ગર્ભમા અબોર્શન માટે મિનિમમ બે ગાયનેકૌલોજીસ્ટની ભલામણ જરુરી હોય છે. પણ ભારતદેશમાં તો કાયદાઓને ગાંઠે કોણ છે?

છેલ્લા એક દાયકામાં એડવર્ટાઈઝમેન્ટ-અવેરનેસ ગણો કે સમાજીક બંધનોની હળવાશ ગણો કે પુરુષોમાં આવેલી સભાનતા અને જવાબદારીની ભાવના કે કમિટમેન્ટ ફ્રિક માણસોના કારણે કોન્ડોમના વપરાશમાં ઘરખમ ઉછાળો આવ્યો છે. ૧૯૯૦-૨૦૦૦-૨૦૧૦ સુધીના દાયકામાં ફેમિલી પ્લાનિંગની ૫ મહત્વની મેથડોમા સ્ત્રી વ્યંધ્યત્વીકરણ(સાદી ભાષામાં બાળકોનું ઓપરેશન) ટોપ કરતું હતું. પુરુષો નું જે તે સમયનું હાથવગું બહાનું હતું કે “કોન્ડોમમાં મજા નથી આવતી” એ હવે નથી રહ્યું. ફેમિલી પ્લાનિંગમા ભલે પુરુષો વાસેક્ટોમી નથી કરાવતા, પણ કોન્ડોમની જવાબદારી માથે લેતા થયા છે, એ ખરેખર અપ્રિશિયેટેબલ એક્ટ ગણાય. વત્તા નવા જમાનાના વડીલો પણ પહેલાની જેમ કેવા કેટલા અને ક્યારે બાળકો પેદા કરવા તેવી પોતાની જોહુકમી છૌડીને હવે પતિ પત્ની ને નક્કી કરવા દેવા લાગ્યા છે.

ભારતદેશમાં આપણે સામાજીક રીતે ભલે પતિની કન્સેન્ટને સર્વોપરી ગણીએ, પ્રરંતુ કાયદાની દ્રષ્ટિએ ગર્ભ રાખવો કે નહીં તે ફક્ત અને ફક્ત જે તે સ્ત્રીનો હક છે. અને ફક્ત મહીલાની મરજી મુજબ જ થઈ શકે. ઉપરાંત અબૌર્શન માટે પરીણિત હોવું પણ જરૂરી નથી. જો ૧૮ વર્ષ થી નાની દિકરી હોય તો તેના વાલીની સંમતિ ચોક્કસ જરૂરી છે, કોઈ પણ પ્રોસિજર પહેલા.

દુનિયાના ઘણા દેશોમાં યુવાનોને સરકારી પગાર ઉપરાંત બધી જ સગવડો આપવામાં આવે છે અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યાં આજે પણ ૬-૮ બાળકો સામાન્ય વાત છે, સામે કોઈ કપલને ઝીરો બાળકો પણ સામાન્ય છે. ઘણા દેશોમાં ધાર્મિક પુસ્તકો ની દુહાઈ આપીને એવું કહેવામાં પણ આવે છે કે “બાળકો પેદા કરવાના આશય સિવાય સેક્સ કરવું એ મહાપાપ છે.” ખરેખર….. આ યુરોપિયન દેશોની જ વાત છે. પણ ભારતદેશમાં સ્થિતિ અલગ છે.

આપણે ત્યાં તો પરિસ્થિતિ એ છે કે આપણે ખરેખર યુગલોને એવું સમજાવવાની જરૂર છે કે તમે પરણો, પણ બાળકો પેદા ન કરો, દેશમાં લાખો અનાથ બાળકો છે તેમને દત્તક લો. પણ વિશિષ્ટ પ્રકારની જાતિવાદી, શ્રેષ્ઠતા વાદી, ઉચ્ચતર વાદી માનસિકતામા અને સૌથી અગત્યનું તો પોતાના જ જનીનૌ આગળ વધે એવી બાયોલોજીકલ ઘેલછામાં આ અઘરું કામ છે.

બાળકો ૧ હોય કે ૧૦, વધુ અગત્યનું છે તેમની કેળવણી, શિક્ષણ અને તેમને મળતી ગ્રો થવાની સંભાવનાઓ. બાકી એક જ હોય અને લાડગુગુ હોય તો ય નકામું અને ક્રીકેટ ટીમ હોય પણ માયકાંગલી હોય તો પણ નકામું. કોન્ટીટી સાથે ક્વોલીટી પણ મળતી હોય તો કોઈને શું વાંધો હોય????? પણ ઓછી કોન્ટીટી સાથે ક્વોલિટીમા પણ કોમ્પ્રોમાઈઝ જ કરવાનું હોય તો તકલીફ ખરી…….. એટલે ખરેખર તો આપણે બાળકોને માટે બેટર પેરેન્ટિગ અને સોસિયલ-પોલિટિકલ સર્વિસ માટે અવેરનેસ વધારવી જોઈએ !!!

– Dr. Mitali samova 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *