ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” નું ટ્રેલર લોન્ચ, અમિતાભ બચ્ચન પણ છે આ ફિલ્મમાં

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ એ એક વ્યક્તિની વાત છે, ચિંતન પરીખ. 28 વર્ષીય મધ્યમ-વર્ગીય માણસ જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક ભાગ્યશાળી સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે. અને તેની આ ઈચ્છા મંજૂર થાય છે.

Fakt mahilao mate

ફિલ્મના નિર્માતા આનંદ પંડિત કહે છે, “હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં પહેલું નામ માત્ર અમિતાભ બચ્ચનનું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ માત્ર આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો જાદુઈ અવાજ આપવા માટે પણ સંમત થયા. મને આશ્ચર્ય તો આ વાતથી થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના ભાગો ડબ કરી શકીએ પરંતુ તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, “આપ પહેલે હમારા કામ દેખીયે!” અને જાતે જ સંપૂર્ણ ગુજરાતી શબ્દપ્રયોગ સાથે અવાજ રેકોર્ડ કર્યો. આ સૂચવે છે કે તેઓ તેમના કામ માં શોર્ટકટ નથી લેતા. હું ખૂબ જ ખુશ છું કે તેઓ ‘ફક્ત મહિલા માટે ‘નો એક ભાગ છે અને આ સાથે હું આ ફિલ્મનું ટ્રેલર રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કે મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ખરેખર કેટલી ખાસ છે તેની ઝલક આપશે.”

વૈશલ શાહ કહે છે, “શ્રી આનંદ પંડિત સાથે આ ફિલ્મનું નિર્માણ કરીને હું ગૌરવ અનુભવી રહ્યો છું. મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે તાજેતરની હિન્દી ફિલ્મ ચેહરે પછી, હવે આ ફિલ્મમાં મિસ્ટર બચ્ચને વાર્તાના વર્ણનમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેણે કેમિયો પણ કર્યો છે. અમે 19મી ઑગસ્ટ ઉપર તહેવારના સમયે આ ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છીએ, તેથી પરિવારો માટે આ એક મોટી ટ્રીટ હશે.”
ફિલ્મના દિગ્દર્શક જય બોડાસ કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારુ ડેબ્યુ મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે હશે, જોકે આ ફિલ્મમાં કૌટુંબિક મનોરંજનના તમામ પ્રકાર છે. પરિવારના દરેક વ્યક્તિ માટે આ ફિલ્મ છે.”

કલાકારો: અમિતાભ બચ્ચન, યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, કલ્પના ગગડેકર, ભાવિની જાની, દીપ વૈદ્ય. સંગીત: ભાર્ગવ અને કેદાર.

Official Trailer: https://youtu.be/gXp7odPoFTc

https://www.imdb.com/title/tt19851450/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *