Fact Check : નવા સંચારના નિયમો લાગુ કરવામાં આવશે, કોલ રેકોર્ડ કરવામાં આવશે અફવા ફેલવતો મેસેજ ફરી વાયરલ થયો

નેલ્સન પરમાર : સોશિયલ મીડિયા કંપનીઓ પર નવા આઈટી નિયમોને લઇ ચર્ચા વચ્ચે ફેસબુક, વોટ્સએપ અને ટ્વીટર પર જાતજાતના ફેક અને અફવા ફેલવાતા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા આઈટી નિયમ લાગૂ થયા પછી તમારા તમામ વોટ્સએપ કોલ રેકોર્ડ થશે અને તમારી તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આટલુ જ નહીં બીજો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફેસબુકની માલિકી હેઠળની કંપનીએ એક નવી ટિક સિસ્ટમ લાગૂ કરી છે. બે બ્લૂ ટિક અને એક રેડ ટિકનો અર્થ છે કે સરાકર કાર્યવાહી કરી શકે છેને, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ હશે કે સરકાર કોર્ટની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે, આ બધા દાવા ફેક છે. નવા આઈટી નિયમોમાં આવુ કઇ જ નથી.

આપને જણાવી દઇએ કે પાછલાં સમયમાં CAA અને NRCને લઈ ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યમાં હિંસક પ્રદર્શનો થયાં હતાં. ત્યારે આ બધા વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ખોટા મેસેજ વાયરલ થઈ હતો જે આજ મેસેજ હતો. ત્યારે પણ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો મેસેજ ગુજરાતના તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો મેસેજ જે સમયે અયોધ્યામાં રામ મંદિર પર ચૂકાદો આવવાનો હતો ત્યારે પણ વાયરલ થયો હતો. હાલ આ નવા આઈ ટી નિયમોને લીધે ફરી એકવાર મેસેજમાં થોડા સુધારા કરી ફરી વાયરલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એ સમયે જુના મેસેજ ની અમે તપાસ કરી હતી, જેમાં જાણવાં મળ્યું હતું કે, આવા કોઈ નિયમો સરકાર લાવી નથી આ ફેક મેસેજ છે. જેથી ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ નવા નિયમ સરકાર દ્વારા લાવવામાં નથી આવ્યા લોકોમાં ભ્રામક્તા ફેલવવા ફરી કોલ રેકોર્ડ ના નામે મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. આવા મેસેજ ફેલાવાનો હેતુ લોકોને ડરવવવા અને સરકાર વિરુદ્ધ ન લખે એના માટેનો હોય છે. રાજકીય પક્ષો અથવા તો નાગરીકો જાણી જોઈને આવા મેસેજ ફેલવતા હોય છે અને ઘણીવાર લોકો સમજ્યાં વિચાર્યા વગર શેર કરતાં હોય છે.

વાયરલ મેસેજ – 

આવતીકાલથી વોટસઅપ અને ફેસબુક, calls માટેના નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવશે: -*

01. બધા calls રેકોર્ડ કરવામાં આવશે.
02. બધી call રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે.
03. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને તમામ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.
04. તમારા ઉપકરણો મંત્રાલય સિસ્ટમથી કનેક્ટ થશે.
05. કોઈને ખોટો સંદેશ ન મોકલવાની કાળજી લેવી.
06. રાજકારણ અથવા વર્તમાન પરિસ્થિતિ અંગે તમારી પાસે સરકાર અથવા વડા પ્રધાનની સામેની કોઈપણ પોસ્ટ અથવા વિડિઓ … વગેરે. મોકલો નહીં.
07. હાલમાં કોઈ પણ રાજકીય કે ધાર્મિક મુદ્દે સંદેશ લખવો કે મોકલવો એ ગુનો છે …
આમ કરવાથી વોરંટ વિના ધરપકડ થઈ શકે છે.
08. પોલીસ જાહેરનામું બહાર પાડશે … ત્યારબાદ સાયબર ક્રાઇમ … ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તે ખૂબ ગંભીર છે.
09. કૃપા કરીને તમે બધા, ગ્રુપ સભ્યો, સંચાલકો, … કૃપા કરીને આ મુદ્દાને ધ્યાનમાં લો.
10 ખોટો સંદેશ ન મોકલવાની કાળજી રાખો અને દરેકને જણાવો અને વિષયની સંભાળ રાખો.
ગ્રુપના સભ્યોને વોટ્સએપ વિશેની અગત્યની માહિતી.

👇👇👇
 * વોટ્સએપ પર માહિતી 
1. ✔ = સંદેશ મોકલ્યો 
2. ✔✔ = સંદેશ પહોંચ્યો 
3. બે વાદળી = સંદેશ  વાંચો 
4. ત્રણ વાદળી =  સરકારે સંદેશની નોંધ લીધી 
5. બે વાદળી અને એક લાલ Government = સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે 
6. એક વાદળી અને બે લાલ = સરકાર તમારી માહિતી ચકાસી રહી છે 
7. ત્રણ લાલ ✔✔✔ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમને જલ્દીથી કોર્ટ સમન્સ મળશે. *
જવાબદાર નાગરિક બનો.

Viral message

આ ત્રણ રેડ ટિકનો મેસેજ તો ગયા વર્ષે પણ વાયરલ થયો હતો. ત્યારે પણ આ દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. આ વાયરલ ફોર્વર્ડ મેસેજ મુજબ નવા નિયમ લાગૂ થયા પછી, તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવશે. આટલુ જ નહીં તેમા કહેવામાં આવ્યું છે કે જો કોઈ યુઝર્સ સરકાર વિરુદ્ધ અથવા કોઇ ધાર્મિક મુદ્દાઓ પર નકારાત્મક મેસેજ શેર કરે છે, તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. આ દાવા પણ ખોટા છે. આવાં કોઈ નિયમો સરકારે બનાવ્યા નથી. જેથી આવાં ફેક મેસેજ વાયરલ ન કરવાં માટે અમે આપને જણાવીએ છીએ.

નવા આઈ ટી નિયમમાં શું સામેલ છે?
નવા આઈટી નિયમો અનુસાર 26 મેથી લાગું થવાનું હતું, જેની જાહેરાત 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓએ તેને લાગુ કરવામાં આવ્યું નથી. અને ઘણાં પ્લેટફોર્મે આ માટે સમય પણ માંગયો છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર કોઈપણ પોસ્ટ મામલે ફરીયાદ મળવા પર તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહેશે. આ અંતર્ગત કંપનીઓએ ત્રણ અધિકારીઓ (મુખ્ય પાલન અધિકારી, નોડલ સંપર્ક વ્યક્તિ અને નિવાસી સ્નાતક અધિકારી) ની નિમણૂંક કરવાની રહેશે. આ અધિકાર ભારતમાં રહેવાવાળા લોકો પાસે રહેશે. તેમનો કોન્ટેક્ટ નંબર સોશિયલ મીડિયા વેબસાઈટ અને એપ પર અનિવાર્ય રહેશે. જેથી કરીને લોકો ફરીયાદ દાખલ કરી શકે. એટલુંજ નહી, આ અધિકારીઓ માટે ફરીયાદનું અપટેડ આપવામાં માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે સાથે આ સમગ્ર સિસ્ટમ પર નજર રાખવા માટે સ્ટાફ નિયુક્તી પણ કરવાનું કીધું. આ સરકારે સોસિયલ મીડીયા પ્લેટફોર્મ ને લાગું કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

%d bloggers like this: