જાતિવાદની ચરમસીમા : જીતે તો દેશનું ગૌરવ અને હારી જાય તો દલિત !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ભારતમાં મોટા ભાગે અપર કાસ્ટની વિચિત્ર માનસિકતા છે. અપર કાસ્ટ અનામતનો વિરોધ કરશે પણ દલિતો પ્રત્યે/વંચિતો પ્રત્યેની પોતાની માનસિકતા બદલવા તૈયાર નથી. ટોકિયો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમ સેમી ફાયનલમાં જીતે એ માટે આખો દેશ આતુર હતો. વંદના કટારિયાએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ત્રણ ગોલ કરી; હેટ્રિક લગાવીને ભારતીય હોકી ટીમને સેમી ફાઈનલમાં પહોંચાડી હતી. વંદના ઓલિમ્પિકમાં હેટ્રિક લગાડનાર પ્રથમ ખેલાડી પણ બની. 4 ઓગસ્ટ 2021ના રોજ આર્જેન્ટિના સામે સેમી ફાઈનલમાં આપણી મહિલા હોકી ટીમની હાર થતાં હરિદ્વારના રોશનાબાદ ગામમાં બેહદ શરમજનક ઘટના બની. વંદના કટારિયાના ઘર સામે કેટલાંક લોકોએ આતશબાજી કરી; એટલા ખુશ થઈ ગયા કે કપડા કાઢી ડાન્સ કર્યો ! વંદનાના પરિવારજનોએ કહ્યું છે કે અમારા ઘર સામે અમારા ગામના કેટલાંક અપર કાસ્ટના યુવકોએ ફટાકડાં ફોડ્યા હતા અને અમને કહ્યું હતું કે “આપણી હોકી ટીમ એટલા માટે હારી કે તેમાં ઘણા બધાં દલિત ખેલાડીઓ હતા ! હોકી જ નહી પરંતુ દરેક રમતોમાંથી દલિતોને કાઢી મૂકવા જોઈએ !”

Hockey team

દેશમાં આ પ્રકારની માનસિકતા હોય તે દેશ ક્યારે કોઈ ક્ષેત્રમાં સારો દેખાવ કરી શકે નહીં. આપણે બીજા દેશોના મુકાબલે પછાત છીએ તેનું કારણ આ હલકી/ગંદી/સામંતી/મનુવાદી માનસિકતા છે ! વંદના કટારિયા માટે દેશને ગૌરવ છે; પરંતુ સત્તાપક્ષના IT Cell/ગોદી મીડિયાએ મનુવાદી વિચારધારાને સતત પ્રોત્સાહન આપ્યું છે; તેના કારણે અપર કાસ્ટના ભ્રમિત યુવકો કપડા કાઢી વંદનાના ઘર સામે ડાન્સ કરે છે ! આ મૂરખ/ભ્રમિત યુવકોને એ પણ ખ્યાલ નથી કે રમતોમાં અનામત નથી ! જે દલિતો રમતોમાં છે તે તેમની સુપર યોગ્યતાને કારણે છે ! કોઈ ખેલાડીને તેના ધર્મ કે જાતિ સાથે જોનાર માનસિક રોગી હોય છે. આવા લોકો માત્ર વંદના કટારિયાનું અપમાન કરતા નથી પણ દેશનું અપમાન કરે છે ! સૌથી મોટો સવાલ એ છે કે કપડા કાઢી અભદ્ર ડાન્સ કરનારા ઓલિમ્પિકમાં ભાગ કેમ લેતા નહીં હોય?

આનાથી વિશેષ કોઈનું અપમાન થઈ શકે નહીં. ખેલાડીઓને; આઝાદી દિને, 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લાએ બોલાવશે; આઇસક્રીમ ખવડાવશે; પણ ખેલાડીઓનું અપમાન કરનાર જાતિવાદી અપર કાસ્ટના અસામાજિક તત્વો/ગુંડાઓને સરકાર પાઠ ભણાવશે? કેવો દંભ અને કેવી સડેલી માનસિકતા ! જીતે તો દેશનું ગૌરવ અને હારી જાય તો દલિત !rs

Hockey India

Leave a Reply

%d bloggers like this: