લો. બોલો : ભાજપે પૂર્વ IAS અધિકારી એકે શર્માને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા

લખનઉઃ નરેન્દ્ર મોદી સાથે વરસો લગી કામ કરનારા અને મોદીની નજીક મનાતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ. કે. શર્માને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપી છે. ભાજપે શર્માને પ્રદેશ ઊપપ્રમુખ બનાવી દીધા છે. શર્માનો મંત્રીમમંડળમાં સમાવેશ થવાની અટકળો હતી પણ હવે તેમને સંગઠનમાં લઈ જવાતાં આ અટકતળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કેટલાક દિવસ પહેલા ભાજપમાં સામલે થયેલા પૂર્વ આઇએએસ અધિકારી એકે શર્માને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એકે શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે. તમને જણાવી દઇએ કે એકે શર્મા ગુજરાત કેડરના અધિકારી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા તે ભાજપમાં જોડાયા હતા.

આ ઉપરાંત અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પણ મોટી જવાબદારી સોંપીને પ્રદેશ મંત્રી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એ.કે. શર્માને ઉત્તર પ્રદેશમાં મંત્રી બનાવાશે તેવી અટકળો થતી હતી. શર્માને સોંપાયેલી જવાબદારી પરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે, શર્માને યોગી મંત્રીમંડળમાં હમણાં નહી લેવાય.ભાજપ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી છે. જેની હેઠળ પાર્ટીએ એમએલસી એકે શર્માને ઉપાધ્યક્ષ પદ પર નિયુક્ત કર્યા છે, તેમના સિવાય અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો – અસહમતી/વિરોધ; એ આતંકવાદ નથી! – દિલ્હી હાઈકોર્ટે

અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાનના વિશ્વાસુ મનાય છે. તેઓ વર્ષ2001થી2020 દરમિયાનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને ત્યાર પછી વડાપ્રધાન કાર્યાલયમાં પણ કાર્યરત રહ્યા હતા. તેમણે બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.

Leave a Reply

%d bloggers like this: