ભલે કોઈ મરે મેરી ઈમેજ ના ખરાબ હો!’

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર :-  કોરોના મહામારીની બીજી લહેરમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. કેટલાંય બાળકો ઉપરથી માતા-પિતાની છત્રછાયા જતી રહી. કેટલાંક ઘરમાં બધા સભ્યોના મોત થતાં ઘરને તાળાં મારવા પડ્યા ! લોકોએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ચક્કર કાપ્યા; બેડ વગર ટટળ્યા; ઓક્સિજન વિના શ્વાસ રુંધાયા; દવા-ઈન્જેક્શન વિના જીવ ગયા. ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને નિચોવ્યા; 10-15 લાખની ફી વસૂલ કરી. સરકાર લાચાર બનીને જોતી રહી; કેમકે કોઈ પૂર્વ તૈયારી કરી ન હતી. રોજે હજારોના મોત પરંતુ મોતના આંકડા છૂપાવી સરકાર પોતાનો બચાવ કરતી રહી. ગંગા નદીમાં તરતી લાશો; વરસાદ થવાથી નદીના પટમાં દાટેલી લાશો ઉપરથી રેતી ધોવાઈ જતા હજારો મડદા બહાર દેખાયા ત્યારે આંકડા છૂપાવવાની ‘સરકારી પોલ’ ખૂલ્લી પડી ગઈ. સરકારને/વડાપ્રધાને મરતા લોકોની ચિંતા નહતી; પોતાની ઈમેજની ચિંતા હતી ! આંકડા છૂપાવવાથી ઈમેજ ન બને; કામ કરવાથી ઈમેજ આપોઆપ બને; પરંતુ આ બાબતમાં વડાપ્રધાનને વિશ્વાસ નથી. વડાપ્રધાન તો બાદશાહ છે; એને તો પોતાની જ ચિંતા કરવાની હોય-

तुम्हारी अर्थियाँ उठें मगर ये ध्यान में रहे
मेरे लिए जो है सजी वो सेज न ख़राब हो !
ये बादशाह का हुक्म है और एक हुक्म ये भी है
भले कोई मरे मेरी इमेज ना ख़राब हो !

આ પણ વાંચો – ગીત : શબવાહિની ગંગા – કવિ : પારુલ ખખ્ખર – આસ્વાદ: ઈલિયાસ શેખ

વડાપ્રધાન હોય તે લોકોની ચિંતા કરે; હોસ્પિટલ બંધાવે; મેડિકલ સ્ટાફની ભરતી કરે; તેમને ફિક્સ પગાર નહીં, પૂરતું વેતન આપે. બાદશાહ શું કરે? એ તો હોસ્પિટલને બદલે કફનની વ્યવસ્થા કરે-
सुनो ओ मेरे मंत्रियों सफ़ेदपोश संत्रियों
जहाँ मिले ज़मीन खाली रौंप दो कपास तुम;
कपास मिल में डाल के बुनो सफ़ेद चादरें
गली-गली में जा के फिर ढको हर एक लाश तुम !

વડાપ્રધાન લોકોને સાંભળે; આલોચનામાંથી બોધપાઠ લઈ તંત્રને સુધારે પણ ખરા. પરંતુ બાદશાહ તો જુદું જ વિચારે. કોઈ ફરિયાદ કરે તો; કોઈ ‘શબવાહિની ગંગા’ કહે તો ટ્રોલસેનાને આદેશ કરે કે હુમલો કરો, ગંદી ગંદી ગાળો આપો ! જરુર પડે તો ’સ્વામિ અગ્નિવેશ’વાળી કરો; ન માને તો ‘ગૌરી લંકેશ’વાળી કરો ! બાદશાહની પ્રસંશા ન કરે ત્યાં સુધી પાછા ન પડો-
सवाल जो करे, उसे नरक में तब तलक रखो
कहे न जब तलक मुझे कि आप लाजवाब हो !
ये बादशाह का हुक्म है और एक हुक्म ये भी है
भले कोई मरे मेरी इमेज ना ख़राब हो !

પ્રધાનસેવક/ચોકીદારને પ્રચારની જરુર ન પડે; બાદશાહને પ્રચાર/પ્રોપેગેન્ડા વિના ઊંઘ ન આવે. ITCell બાદશાહની ઈમેજ બનાવે અને તે અનુસાર કોર્પોરેટ મીડિયા/ગોદી મીડિયા ‘માસ્ટર સ્ટ્રોક’ ઉપર એક તરફી ડીબેટનું આયોજન કરે તો બાદશાહને સંતોષ થાય ! કોઈ ડાઘ દેખાવો ન જોઈએ, તેની તકેદારી રાખવાની ! આંકડાને આઘાપાછા કરવાના ! એક કાગડો મરે તો પણ એર સ્ટ્રાઈકને ‘જબરજસ્ત’ કહેવાની ! લોકો ઉપર ગમે તેટલા જુલમ થાય તોપણ વાહવાહી થાય તેવી કરોડરજ્જુ વિનાની ભીડ ઊભી કરો ! હોર્ડિંગ ઉપર જ નહીં, વેક્સિન સર્ટિફિકેટ ઉપર પણ ચહેરો ચમકાવો ! ઈમેજને કંઈ થવું જોઈએ નહીં. કવિ પુનીત શર્માએ આ રચનામાં બાદશાહની માનસિકતા બરાબર ખૂલ્લી કરી છે-
ख़रीदो ड्रोन कैमरे खिंचाओ मेरी फोटुएँ
दिखाओ उसको न्यूज़ में करो मेरा प्रचार फुल;
कहीं दिखे जो दाग़ तो ज़बान से ही पोंछ दो
मगर ये ध्यान में रखो ज़बान पे हो लार फुल !
निकाल रीढ़ हर किसी की भीड़ वो बनाओ तुम
हो ज़ुल्म बेहिसाब पर कभी न इंक़लाब हो
ये बादशाह का हुक्म है और एक हुक्म ये भी है
भले कोई मरे मेरी इमेज ना ख़राब हो!rs

Leave a Reply

%d bloggers like this: