શિક્ષણ : બાળકોના ભવિષ્ય સામે ગંભીર સવાલો. ‘ઓનલાઇન શિક્ષણ’

નેલ્સન પરમાર : શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો અમૂલ્ય ભાગ છે. અને દરેક માટે મહત્વનું છે. હાલની કોવીડની પરિસ્થિતિને કારણે શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઇ ગઇ છે. અને જેની અસર દરેક ઉંમરના બાળકો અને દરેક વર્ગના બાળકો પર ગંભીર અસર પડી છે. સ્થિતિ સામાન્ય ક્યારે થશે એ હજૂ આપણે નથી જણાતાં પણ જો આવું નૈ આવું ચાલશે તો દેશ માટે ખતરારૂપ સાબીત થશે, યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે એવું ભાસી રહ્યું છે. હાલ જે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે એ આ સમસ્યાનો ઉકેલ જરાય નથી, બાળકોને ફરીથી શાળાએ મોકલવા જ પડશે, માશ પ્રમોશન એ પણ આ સમસ્યાનો ઉકેલ નથી, મુલ્યાંકન વિના જ બધાને ઉપલા ધોરણમાં પ્રવેશ આપવો એ તો અન્યાય પણ કહેવાય. હવે આવનારા સમયમાં ખાલી શિક્ષકો જ નહીં આપણે પણ શિક્ષણ બાબતે એમની સાથે રહી બાળકોને માટે કામ કરવું જ પડશે. શિક્ષણ એ જીવનનો મુળભુત પાયો છૈ અને એજ હાલમડોલણ થઈ જાય તો પછી આખું જીવન હલી જાય એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. એક સમય હતો, જ્યારે બાળકોનું દફતર હળવું હતું. બાળકો નિશાળ જતાં પહેલાં એકાદ કલાક તો ફળિયાના, કે પછી શાળાના મેદાનમાં એકદમ છુટથી કોઈની રોકટોક વગર રમતાં હતાં, નિશાળેથી સાંજે ઘરે આવી સીધા રમવા ઉપડી પડતાં, આ પણ એક સમય હતો અને હાલ તો ભણતર એટલું ભારેરૂપ બનાવી દીધું છે કે, બાળકોનું બાળપણ જ છીનવાઈ ગયું છે. બાળકોનું બાળપણ છીનવી આપણે બાળકો સાથે બહું મોટો અન્યાય કર્યો છે. મોબાઈલના યૂગમાં રડતાં બાળકને શાંત કરવાવા જે મોબાઈલ હાથમાં પકડાવી દીધો છે એ પણ બાળકો સાથે અન્યાય જ છે. હવે તો પાછું ઓનલાઇન શિક્ષણ…!

¶ ઓનલાઇન શિક્ષણ :

હાલ જે કોવીડની પરિસ્થિતિને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે એ આપણાં ત્યા તો સફળ થાય એમ નથી, એક સમય હતો જ્યારે આપણે જ કહેતાં કે, બાળકોને મોબાઈલથી દુર રાખો હવે એજ બાળકને હાથમાં મોબાઈલ આપી બેસાડી દઈએ છીએ, અને એ પણ ચાર થી પાંચ કલાકો સુધી ઓનલાઇન શિક્ષણ, આનાથી બાળકના માનસ પણ શું અસર થતી હશે એ વિશે વિચાર્યુ છે? એમાં પણ ગામડાની પરિસ્થિતિ જોઈએ તો, ગામમાં ન લાઈટના ઠેકાણાં હોય કે, ન નેટવર્કના, અને હજું પણ આપણા દેશમાં એક મોટો સમૂહ એવો પણ જીવે છે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા સક્ષમ નથી, કેટલાંક તો ગામડેથી દુર ખેતરોમાં વસવાટ કરે છે તો કેટલાક જંગલમાં, આવી પરિસ્થિતિમાં હવે આ ઓનલાઇન શિક્ષણ શી રીતે ઉપયોગી થાય? ઓનલાઇન શિક્ષણ એ શાળાનાં શિક્ષણનો વિકલ્પ ન બની શકે એ નક્કી છે. ઓનલાઇલ શિક્ષણ એ પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકે, તેનો પર્યાય નહીં. આજનો આપણાં ક્ષેત્રનો યક્ષ પ્રશ્ન છે. આ અંગે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સરકાર, શિક્ષક, શાળા, વાલી, વિદ્યાર્થી, કે તજજ્ઞો સહુ એ મનોમંથન કરી હલ શોધવો પડશે. આપણે ઓનલાઇન શિક્ષણને આધુનિક શિક્ષણનું સૌથી તાજેતરનું સ્વરૂપ કહી શકીએ છીએ, જેમાં બાળક કોશો માઇલની મુસાફરી કરી બ્લેક બોર્ડની સામે બેસી અભ્યાસ કરવાને બદલે, ઇન્ટરનેટ દ્વારા તેના શિક્ષક સાથે ઘરે બેસીને વર્ચુઅલ વર્ગમાં જોડાઇ શકે છે. ફક્ત જે બાળકો પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન, મોબાઇલ, લેપટોપ અથવા કમ્પ્યુટર વગેરે છે તેઓ જ આ શિક્ષણમાં ભાગ લઈ શકે છે. આજે શાળાઓ, કોલેજો વગેરેની સાથે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ કોચિંગ સંસ્થાઓમાં જઇ શકતા નથી, ઓનલાઇન શિક્ષણએ તેમનો માર્ગ ૫ણ સરળ બનાવ્યો છે. હવે તેઓ ઘરે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. ઘણી ડિગ્રી પરીક્ષાઓ અને તેમનો અભ્યાસક્રમ પણ ઓનલાઇન ચાલે છે.

Nelson Parmar

¶ ઓનલાઇન શિક્ષણના ગેરફાયદા

આપણને શાળાઓ, કોલેજો અથવા કોચિંગ સેન્ટરોમાં જે પ્રકારનું વાતાવરણ મળે છે, જ્યાં આપણે બીજા સાથે સંપર્કમાં રહીએ ત્યારે કંઈક નવુ શીખીએ છીએ તે ઓનલાઇન શિક્ષણમાં મળતું નથી. કહેવાય છે કે નાનુ બાળક બીજા બાળક પાસેથી સૌથી વઘારે ઝડપી શીખે છે. ઓનલાઇન વર્ગોમાં, આ૫ણે એકલા હોઈએ છીએ અને કોઈની સાથે સીધો સંપર્ક હોતો નથી, જેથી જલ્દી જ કંટાળો આવે છે. ભણતર વાતાવરણના અભાવને કારણે આપણે ઘણું બઘુ જ્ઞાન પ્રાપ્ત કરવામાં અસમર્થ બનીએ છીએ. ઓનલાઇન વર્ગોમાં શાળાના વાતાવરણના અભાવને કારણે, બાળકો તેમના અભ્યાસમાં ઓછું ઘ્યાન આપે છે.બાળકો તેમના હાથમાં મોબાઈલ રાખીને તેનો દુરૂપયોગ ૫ણ કરી શકે છે, જેમ કે ગેમ રમે છે, અન્ય માહિતી ઓનલાઇન જાણવા માટે કે જેની તેમને ક્યારેય જરૂર હોતી નથી. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને વિદ્યાર્થી કુદરતી રીતે ઓનલાઇન ટ્યુશન કરતાં ડાયરેક્ટ ટ્યુશનમાં વધુ રસ લે છે. કેટલીકવાર બાળકો ઓનલાઇન ટ્યુશનમાં ઉત્સાહ લઈ શકતા નથી. ટોપર્સ અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાઓ અને કોલેજોમાં સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જેના માટે તેમને ઇનામ ૫ણ આપવામાં આવે છે જેથી તેમનો ઉત્સાહ યથાવત્ રહે છે. આ બાબતો ઓનલાઇન ટ્યુશનમાં શકય નથી. વ્યવહારિક અનુભવને શિક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓનલાઇન શિક્ષણમાં મોટાભાગે વ્યવહારુ અનુભવનો અભાવ હોય છે. ઓનલાઇન શિક્ષણમાં એનિમેટેડ વિડિઓઝ અને પ્રેક્ટિસ વિડિઓઝનો ઉપયોગ થાય છે. શાળામાં, શિક્ષકો વિદ્યાર્થીઓને ભૌતિક પદાર્થોનો ઉપયોગ કરીને શીખવે છે. વિજ્ઞાન જેવા વિષયો શિખવા માટે આવા પ્રયોગો ખુબ જ જરૂરી બને છે. આ પ્રાયોગિક સ્પર્શ અધ્યયનમાં વિશેષ રુચિ પેદા કરે છે. ઓનલાઇન શિક્ષણમાં વ્યવહારીક જ્ઞાનની ગેરહાજરી હોય છે. શાળામાં વિદ્યાર્થીઓ હંમેશાં શિસ્તનું પાલન કરે છે અને તેમના વર્ગ કાર્ય અને હોમવર્કને એક નિશ્ચિત સમયે પૂર્ણ કરે છે. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં નિયત શિસ્તનું પાલન કરવામાં આવતું નથી. ( કેટલીક માહિતી – http://competitivegujarat.in ) લેવામાં આવી છે.

શિક્ષણ સાથે અને જમીની લેવલથી આ પરિસ્થિતિ સાથે જોડાયેલ હોઈએ એટલે બાળકોના ભવિષ્ય વિશે ચિંતા થાય એ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ આવી છે એમાં હવે ફક્ત શિક્ષકો જ નહીં આપણે પણ એટલું જ કામ કરવું પડશે બાકી બાળકોના ભવિષ્ય સામે ગંભીર સવાલો આવીને ઉભા રહેશે. અમારી સંસ્થા હાલ આ વિશે પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે કે જેનાથી અમે બાળકોને કંઈ રીતે મદદ કરી શકીએ, અમારાથી બનતી બધી મદદ બાળકોને આપી શકીએ એજ પ્રયાસ આવનારા સમયમાં અમારો હશે. મારાં જ તાલુકાના ગામડાઓથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે‌. થોડા સમયમાં અમારી સંસ્થા અને કાર્ય વિશે વિગતે ચર્ચા કરીશું. સાથે એ પણ જણાવીશું કે આપ આપના વિસ્તારમાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે શું મદદ કરી શકો.

©નેલસન પરમાર

Leave a Reply

%d bloggers like this: