શ્રી વિશ્વકર્મા મનુ પંચાલ યુવક મંડળ, પાટણવાળા સમાજ દ્વારા શિક્ષણ અને કારકિર્દી વિકાસ સમિટ -૨૦૨૨ એજ્યુકેશન સેમિનર યોજવામાં આવ્યો

શ્રી વિશ્વકર્મા મનુ પંચાલ યુવક મંડળ, પાટણવાળા સમાજ દ્વારા તારીખ ૫ જૂન ૨૦૨૨ ના રોજ ટાગોરહોલ અમદાવાદ ખાતે શિક્ષણ અને કારકિર્દી વિકાસ સમિટ -૨૦૨૨ એજ્યુકેશન સેમિનર યોજવામાં આવ્યો હતો.

Nitish Panchal

શ્રી વિશ્વકર્મા મનુ પંચાલ યુવક મંડળ, પાટણવાળા સમાજ ના આયોજકો પ્રમુખશ્રી બિપિનભાઈ કાન્તિલાલ પંચાલ અને મંત્રીશ્રી કેયૂરભાઇ વિનોદચંદ્ર પંચાલ તેમજ ખજાનચી શ્રી સુરેશભાઇ જે. પંચાલ તેમજ ટ્રષ્ટીઓ અને કાર્યકર્તાશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવીયુ હતું. અને સમગ્ર ઇવેન્ટ મેનેજમેન્ટ નિક ફિલ્મ્સ શ્રી નીતીશ પંચાલ અને ભૂમિકા પંચાલ દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂવાત દીપપ્રાગટ્ય પધારેલ મુખ્ય મહેમાનશ્રી દ્વારા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનશ્રીઓ માં શ્રી જગદીશભાઈ ઇશ્વરભાઇ પંચાલ ચીફ ગેસ્ટ ની ભૂમિકા નિભાવી હતી. અને શ્રીમતી બંસરી ભરતકુમાર પંચાલ ચીફ ગેસ્ટ ની ભૂમિકા નિભાવી હતી.તેમજ અન્ય મહેમાનશ્રી સુનિલભાઈ કુંદનલાલ પંચાલ પૂર્વ નાયબ કલેક્ટર, ધીરજભાઇ એમ. પંચાલ જજ , ડૉ. યોગેશભાઈ પંચાલ,બળવંતભાઇ છનાલાલ પંચાલ CA , યોગેશભાઈ વલ્લભરામ પંચાલ વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટેંટ, દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શિક્ષણ અને કારકિર્દી વિકાસ સમિટ -૨૦૨૨ એજ્યુકેશન સેમિનર કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો.

Nitish Panchal

એજ્યુકેશન સેમિનરના શ્રી સુહાગ પંચાલ મેમરી & મોટીવેશનલ કોચ, શ્રી . કે.ડી. સુથાર ડાઇરેક્ટર ઓફ અક્ષર એજ્યુકેશન અને ડૉ. નીલમબેન જે. પંચાલ ગુજરાત યુનિવેર્સિટી & ચેરમેન – ISTD અમદાવાદ જેઓ મુખ્ય સેમિનાર ના સ્પીકર ની ભૂમિકા નિભાવી હતી. સ્પીકર દ્વારા દરેક વિદ્યાર્થીને ભણતરલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન અને ધોરણ ૧૦ કે ધોરણ ૧૨ પછી કઈ લાઈન માં પ્રવેશ કે કયો કોર્ષ કરવો જોઈએ તે વિષે ની તાલીમ આપવામાં આવી હતી.જેમકે ૧૦ માં ધોરણ પછી શું કરવું જોઈએ / કઈ લાઈન લેવી જોઈએ. અને ૧૨ માં ધોરણ પછી શું કરવું જોઈએ / કઈ લાઈન લેવી જોઈએ. અને કોલેજમાં કયા પ્રકાર કોર્ષ કરવો જોઈએ. અને ભણતર નો ધ્યેય નક્કી કરી કેવી રીતે લક્ષ્ય સુધી પહોંચવા શું કરવું જોઈએ. અને અન્ય ઘણા ભણતર લક્ષી મુદ્દાઓનું નિરાકરણ આપવામાં આવીયુ .પધારેલ દરેક વિદ્યાર્થી તેમજ વાલીઓ ના માં ઘણો ઉત્સાહ જોવામાં મળ્યો.

દરેક કુટુંબ અને સમાજની ઉન્નતિનો આધાર શિક્ષણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *