વહેલી સવારે સૌરાષ્ટ્રમાં ધરતીકંપનો આંચકો કોઈ જાનહાનિ ના અહેવાલ નથી

વાવાઝોડાની વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં આજે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં જેને પગલે ભર ઊંઘમાંથી જાગેલા લોકોમાં ભય પ્રસરી ગયો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઇ છે. નેશનલ સેન્ટર ફઓર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ આજે પરોઢે 3.37 કલાકે રાજકોટના દક્ષિણ ભાગમાં ધરતી ધ્રુજી ઊઠી હતી. જો કે આ ભૂકંપમાં કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી મળ્યાં.

પ્રારંભમાં રાજકોટમાં 3.8નો ભૂંકપ આવ્યાના અહેવાલ હતા. પછીથી સૌરાષ્ટ્રના વેરાવળ, ઉના, ગીર-સોમનાથ જૂનાગઢના દીવ ઉપરાંત અમરેલીમાં પણ આંચકા હોવાનું જણાયું હતું અને તીવ્રતા પણ 4.8ની હોવાના અહેવાલ મળ્યા હતા. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્વનું છે કે, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા. અગાઉ શનિવારે દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂકંપના આંચકો આવ્યા હતા. શનિવારે સવારે 10.12 કલાકે ઉખરુલ આવેલા ભૂકંપનું કેન્દ્ર ઉખરુલ હતું. ત્યાં પણ જાનમાલના નુકસાનના કોઇ રિપોર્ટ આવ્યા નહીં.

આ પણ વાંચો – કોરોનાનો ભોગ બનેલા રાજયના 1510 વકીલોને આશરે 2 કરોડની રકમ ચુકવવાનો નિર્ણય લેવાયો

ધરતીકંપ વિશે જાણવા જેવું

  • પૃથ્વી પર દર વર્ષે હજારો ભૂકંપ થાય છે. કેટલાક ભૂકંપ હળવા હોય છે. લોકોને ખબર જ હોતી નથી. પૃથ્વી પર દરરોજ કયાંક ને ક્યાંક ભૂકંપ થતો જ હોય છે.
  • ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ કે સમય નથી તે ગમે ત્યારે ગમે ત્યાં થાય છે.
  • મોટા ભાગના ભૂકંપ જમીનમાં ૮૦ કિલોમીટરથી ઓછી ઊંડાઈએ થાય છે
  • ભૂકંપની તીવ્રતા માપવા સિસ્મોગ્રાફ નામનું સાધન વપરાય છે.
  • ઇલેકટ્રોનિક સિસ્મોગ્રાફ નહોતા ત્યારે ભૂકંપનું માપ જાણવા લોખંડના વિરાટ ગોળાના લોલકનો ઉપયોગ થતો. ૨૦ ટન વજનના ગોળાવાળા લોલક આજે પણ જોવા મળે છે.
  • ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના પેટાળમાં જ્યાંથી ભૂકંપ પેદા થાય તેને હાઈપો સેન્ટર અને તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા સ્થાનને એપી સેન્ટર કહે છે.
  • હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બનેલી.
  • દરિયાના પેટાળમાં ભૂકંપ થાય ત્યારે દરિયાનું પાણી હલબલી જાય છે અને મોજાં ઉછળે છે. આ તોફાનને સુનામી કહે છે.
  • પૃથ્વીની જેમ ચંદ્ર અને અન્ય ગ્રહો પર પણ ભૂકંપ થાય છે.

Leave a Reply

%d bloggers like this: