હાલ મારા મતે વેક્સીન એજ એક વિકલ્પ છે જે આપણને કૉરૉના થી બચાવી શકશે -ડૉ. સ્મિત મહેતા

ડૉ.સ્મિત મહેતા – હાલ મારા મતે વેક્સીન એજ એક વિકલ્પ છે જે આપણને કૉરૉના થી બચાવી શકશે. પહેલા એવુ બધા કહેતા કે હર્ડ ઈમ્યુનીટી થી બચી શકાય પણ ૭૦-૮૦% વસ્તીને કૉરૉના થાય પછી હર્ડ ઈમ્યુનીટી આવે.એ એટલેકે લગભગ ૯૦ કરોડ લોકોને કૉરૉના થવો પડે. તો તો ૨% લેખે મ્રુત્યુ ગણો તો લગભગ ૧ કરોડ ૭૦ લાખ મ્રુત્યુ થાય. આ કલ્પના પણ ના કરી શકાય એવી પરિસ્થિતિ છે.હ હવેકોઈ હર્ડ ઈમ્યુનીટી નો ઉલ્લેખ કરતુ નથી. કારણકે સહુ કોઈ સમજી ગયા છે કે આ અસંભવ છે. આટલાને જો કૉરૉના થાય તો ખેદાન મેદાન થઇ જાય વધુ.. પારાવાર તબાહી અને. લૂંટફાટ અને અફરા તફરી નો માહોલ થઇ જાય.અ અનેબીજુ કૉરૉના એના સ્વરૂપમાં થોડા થોડા પરિવર્તન એટલેકે મ્યુટેશન લાવતો રહે છે એટલે એક વાર થયા પછી ફરી કૉરૉના ના થાય એવુ પણ નથી અને એટલેજ હર્ડ ઈમ્યુનીટી દ્વારા પણ બચવુ શક્ય નથી.

આવામા હાલ વેક્સીન જ એ એક ઉપાય છે. કૉરૉનાથી બચવા?? ના. ના.
તો પછી??
કૉરૉનાથી થતા મ્રુત્યુથી બચવા.
આપણે સહુ કોઈ જાણીએ છીએ કે કૉરૉનામાં ૮૫% દર્દીઓ ઘરે સારવારથી સાજા થઇ જાય છે.
બીજા ૧૫% દર્દીઓ જે હોસ્પિટલ માં દાખલ થાય છે એમાથી કુલ કૉરૉનાના દર્દીઓ ના ૨-૪% જિંદગી. ગુમાવી બેસે છે. હવે જો બધા વેક્સીનના બેય ડૉઝ લઈ લે તો આ મ્રુત્યુઆંક ઘણો ઘટાડી શકાય છે. હા વેક્સીન લઈ લ્યો એટલે કૉરૉના નહી થાય એવુ નથી. કારણકે આ વેક્સીન કૉરૉનાના જૂના સ્ટ્રેન મુજબ બનાવી હોય. અને તેમા મ્યુટેશન થતુ રહે છે.. એટલે કૉરૉના જ ના થાય એ સંભવ નથી. પણ કેમકે મોટા ભાગનું કૉરૉનાના મ્યુટેટેડ અવતાર જૂના થી મળતો આવતો હોઈ વેક્સીનથી શરીરમાં બનેલા એન્ટીબોડી અમુક અંશે રક્ષણ જરૂર આપે છે. એનુ જીવંત ઉદાહરણ ડોક્ટરો અને હેલ્થ કેર સ્ટાફ છે. ગયા વર્ષે ઘણા ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર કૉરૉના માં જીવ ગુમાવી બેઠા હતા. અને આ વખતે વાયરસ અને તેનો ફેલાવો બેય અગાઉ કરતા વધુ જોખમી હોવા છતા ભાગ્યેજ કોઈ હેલ્થ કેર વર્કર એ જીવ ગુમાવ્યો છે. તો મતલબ કૉરૉના વેક્સીન લીધા પછી થાય જ છે. એટલે માસ્ક પહેરવાની હાથ સેનિટાઇજ કરતા રહેવાની તકેદારી તો પછી પણ રાખવાની જ છે.

હમણા કૉરૉના ના ઇમરજન્સી વિભાગમા ડ્યૂટી દરમિયાન અસંખ્ય દર્દીઓ ને જોવાનુ થયુ છે. સમયના અભાવે ત્યારે હુ બધાના નામ અને ડિટેઇલ નથી લઈ શક્યો. પણ ચારેક દિવસ મે બધા દર્દીઓને દાખલ કરતી સમયે વેક્સીનનું સ્ટેટ્સ પૂછતો રહેતો હતો. લગભગ ૨૦૦ દર્દીઓ માથી માત્ર બેજ દર્દી એવા હતા જેમણે બેય વેક્સીનના ડોઝ લીધા હતા. બાકી ૮ જણા એ વેક્સીનનો એક ડોઝ લીધો હતો. બાકી કોઈ એ વેક્સીન લીધી ન હતી. આ દર્દીઓ નું ફોલોઅપ લીધુ હોત તો વધુ મહિતી મળી શકેત પણ વ્યસ્તતાને કારણે એ શક્ય ના બન્યુ. કહેવાનો મતલબ એ કે વેક્સીન ચોક્કસ અસરકારક છે. મહેરબાની કરી સહુ વેક્સીન લેજો. એમા કોઈ શંકા ને સ્થાન નથી. તમને કૉરૉના થવાથી કદાચ ભલે ના બચાવે પણ કૉરૉના થયા બાદ તમને મોતના મુખમા જતા બચવાના તમારા ચાન્સ વેક્સીન નહી લીધેલા ની સરખામણી એ અનેક ગણા વધી જાય છે.

સહુને નમ્ર વિનંતી.. ૧ મે થી શરૂ થનારા વેક્સીન કેમ્પેન મા સહુ કોઈ જેણે વેક્સીન ના લીધી હોય તેઓ આજે જ રજિસ્ટ્રેશન કરાવી લે !વેક્સીન બાદ થોડા દિવસ તાવ કળતર જેવુ આવે તો એમા ચિંતા ના કરવી. તમારુ શરીર નેટ પ્રેક્ટિસ કરી રહ્યુ છે.અને શક્ય હોય તો એ પહેલા બ્લડ ડોનેશન જરૂર થી કરશો. જેથી નજીકના ભવિષ્યમા લોહીની અછત ના સર્જાય.કારણકે વેક્સીન લીધાં એક મહિના સુધી રક્તદાન શક્ય નથી.

-ડૉ. સ્મિત મહેતા

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.

વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.

https://selfregistration.cowin.gov.in

આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.

2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.

3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.

7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

૧૦ ) વેક્સીન સ્થળે માસ્ક અને કોવિડ પ્રોટોકોલ નું અવશ્ય પાલન કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *