ડૉ. મિતાલી સમોવા :- સાયકો સોમેટીક ડીસીસીઝ (સાયકો-માનસિક, સોમેટીક-શારિરિક, સાયકોસોમેટીક-મનોશારિરિક) :- રોજ મુજબ ઓપીડી ચાલતી હતી. કોરોનાથી ડર નથી, પણ ચોક્કસ ડીસ્ટન્સ રાખીને પેશન્ટને ટ્રીટમેન્ટ પણ અપાય છે. વસંતઋતુ ચાલે છે તો ઓબ્વિઅસલી તેના જ રોગોવાળા દર્દી આવે. એમા આજે સવારે કન્જક્ટિવાઈટીસનુ એક પેશન્ટ આવી ગયું. પેશન્ટ ને જમણી આંખમા ઇન્ફેક્શન હતુ. એને દવા આપીને મોકલ્યે ૨ કલાક થયા ઓલમોસ્ટ, પણ ત્યારની મારી જમણી આંખ મને અણગમતા નકામા દુખાવા અને અનકમ્ફર્ટ ના સિગ્નલ મોકલ્યે રાખે છે. મને ખરેખર આંખમાં ઇન્ફેક્શન નથી છતાં પણ !!!
આ થયું સાયકો સોમેટીક ઈલનેસ કે ડીસીઝ. ઓબ્વિઅસલી હું પણ સામાન્ય માણસ જ છુ, સો મારા અજાગ્રત મનમા પણ ઘણા બધા ડર હોય, એમાનો એક ભૂતકાળમાં કન્જક્ટિવાઈટીસ થયેલો હોય તે હેરાનગતિ ને ત્રાસ મનમા પડી રહેલો હોય. મજબૂત મનોબળ વાળા લોકોઆ આવા સબકોન્સિયસ ફિયર કે ડરને પકડીને ફેકી દેય કે ગણકારે નહી. જ્યારે માણસનુ મન નબળુ હોય ત્યારે મારી જેમ જે રોગ ન હોય તેનો રોગી બની બેસે. મૂળે તકલીફ સાયકો એટલે કે મનમાં હોય, પણ એ માણસને તેવા લક્ષણો શારિરીક લાગી શકે અથવા મનના ભાવો ખરેખર જે ન હોય એવી શારિરીક પીડા ઊભી કરી પણ દેય. આ થયું સાયકો સોમેટિક ઈલનેસ.
હાલની વાત કરીએ તો કોરોના રેપીડ કે અન્ય રીપોર્ટ પોઝીટીવ આવ્યા પછી કે રસી લીધા પછી આવતા મોટાભાગના લોકોના લક્ષણો આવા સાયકોસોમેટીક હોવાની પૂરી શક્યતા છે. જેમાં ઘણા તો ખરેખર એસિમ્પ્ટોમેટિક હોય તો પણ તેઓ પોતાને અમુક તમુક લક્ષણો છે જ પણ કોઈ ડોક્ટર એ પકડી નથી શકતો એવુ ધરાર માને. અત્યારે જે લેવલની વોટ્સએપ યુનિવર્સિટી અને મિડીયા ટ્રાયલ ચાલે છે એ જોતા મોટાભાગના લોકોને આવા સાયકોસોમેટિક લક્ષણો ઉદભવવાની ભરપૂર શક્યતાઓ હોય છે.
ભૂતકાળમાં એક શાળામા એક બાળકે ભૂલમાં ભૂખ્યા પેટે આયરનની ગોળી ગળી લીધી હતી તેના કારણે એના જ ક્લાસ ને શાળાના અન્ય ૬૦ જેવા બાળકો આવી સાયકો સોમેટીક ઈફેક્ટ ના લીધે પેટમા દુખાવાની ફરિયાદ કરી હતી, અમારું તંત્ર દોડતું થઇ ગયુ હતુ ને છેવટે તે શાળા અને વાલીઓએ બુધવારે સરકાર દ્વારા અપાતી આયરનની દવા બંધ કરવાની ફરજ પડી હતી. જે એક ગેરસમજ કે ભયથી વિશેષ કશું જ નહતું. અંધારા બંધ રુમમા કોઈને પૂરી દો અને રૂમમા છૂટુ દોરડું ફેંકીને તે માણસને કહો કે આ સાપ છે. તો એ માણસ એ ડરનો માર્યો જ મરી જશે કે રૂમમાં સાપ છે અને તેને કરડીને મારી નાખશે.
હા, એ વાત સાચી છે કે કોઈ પણ રસી લો તો ૧૦૦માથી અમુક ટકા લોકોને તેની નાની મોટી આડઅસર થઈ જ શકે, પણ બધાને જ થાય એવું પણ ન હોય. એઈએફઆઈ એ કોઈ પણ રસીનુ અભિન્ન અંગ છે. એ પછી પેન્ટા હોય કે આઈપીવી કે ઓરલ પોલીયો કે કોવેક્સિન. એટલે આવી બાબતોનો હાઈપ અયોગ્ય ગણાય.
મૂળ, મન મજબૂત રાખો, પેનિક ન થાઓ, આખા ગામના કામના નકામા વિડીયો જોઈને મગજ ખરાબ ન કરો, તમારા ફેમિલી ડોક્ટર નુ કહ્યુ માનો. અને જ્યાં સુધી મારી વાત છે તો કહી દઊ કે કોરોના સે ડર નહી લગતા સાબ, કન્જક્ટિવાઈટીસ સે લગતા હૈ !!!