કોરોના સંદર્ભે થોડા જરૂરી ખુલાસા – ડૉ. મિતાલી સમોવા

૧) હવે અગાઊની જેમ કોરોના પોઝીટીવ આવો તો ફક્ત સરકારી ટ્રીટમેન્ટ લેવી કમ્પલસરી નથી. આપ પોતાના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરીને ઘરે દવાઓ લઈ શકો છો. આપના પરિવારનુ કોઈ દવાખાને જઈને દવાઓ લઈ આવી શકે છે. દર્દી ઘરે કોરન્ટાઈન થઈ જાય.

૨) કોરોના ટ્રીટમેન્ટ બાબતે આપ આપના કાયમી ફેમિલી ડોક્ટર અથવા ઓળખીતા ડોક્ટર પર સૌથી વધુ ભરોસો રાખી શકો છો. જો તે કહે કે લક્ષણો સામાન્ય છે અને વાઈટલ્સ નોર્મલ છે અથવા કોઈ મેજર તકલીફ નથી તો સગાવહાલાઓના દબાણમાં કે વોટ્સએપ ના ભરોસે એડમીટ ન થઈ જાઓ. તમારું ઘર જ તમારુ શ્રેષ્ઠ આઈસોલેશન છે. (હા ડોક્ટરને પોતાને પોતાના જજમેન્ટ પર ભરોસો ન હોય એવું લાગે તો ન રાખવો.)

૩) કોરોનાનો ટોટલ ડેથ રેશિયો ૧% છે. જેમાં બાળકો તો ઓલમોસ્ટ ઝીરો ટકા ગણી શકાય એમ છે. (મે બી કદાચ બાળકો વોટ્સએપ વાપરતા નથી અને તેઓની ઈમ્યુનીટી તરત રીસ્પોન્સ આપતી હોય છે એટલે.)

૪) ૧૦૦ માથી લગભગ ૯૫-૯૭% પોઝીટીવ દર્દીઓ ઘરે જ આઈડીયલ ટ્રીટમેન્ટ વડે સાજા થઈ જાય છે, જેઓને એડમિશનની જરૂર નથી હોતી. નાની મોટી તકલીફો તમારા ફેમિલી કે ઓળખીતા ડોક્ટર પણ સારી કરી શકે એમ હોય છે. તેઓના સંપર્ક મા રહો. બેડ નહી મળે ને ઓક્સિજન નહી મળે એમ માનીને એડવાન્સ માં દાખલ ન થઈ જાઓ. (કમેન્ટ મા એસેસ છે.)

૫) હમણાં ના એક બે અનુભવ એવા રહ્યા કે તમારા ફેમિલી ડોક્ટર કોરોના રીપોર્ટ કરાવવા દબાણ કરે તો દર્દીઓ રીપોર્ટ કરાવે નહી, ધરાર દવા આપવા જ દબાણ કરે. અને અમુક રીપોર્ટ કરાવે પોઝીટીવ આવે તો સગાવહાલા કે વોટ્સએપ યુનિવર્સિટી ના દબાણ હેઠળ ડોક્ટર ની સલાહ વિના જ બારોબાર એડમીટ થઈ જાય, કોઈ ખાસ કારણ‌વિના. અને યોગ્ય ગાઈડન્સના અભાવે ગભરામણ માં પરેશાન થાય અથવા કોઈ દેખીતી તકલીફ ન હોય છતાં યુવાનોને વડીલોને ગુમાવવાની નોબત આવતી હોય છે.

૬) રીસ્પેક્ટેડ ડોક્ટર મિત્રો, તમે જ્યારે બાર સાયન્સ પછી એડમિશન લીધું ત્યારે જ તમને ખબર હતી કે આજે નહી તો કાલે આવો દૌર આવશે, દરેક દાયકાનો એક મેજર રોગચાળો ઉદભવતો જ હોય છે, ફક્ત પ્રાઈવેટ પ્રેક્ટિસ કરો છો એટલે તમે તમારી જવાબદારીઓ માથી હાથ ખંખેરી ન શકો. બીપી ડાયાબિટીસ જેવી પ્રાઈમરી તપાસ પણ ન કરો એવામાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝીટીવ વડીલોમા વધુ જોખમી લક્ષણો પેદા થવાની શક્યતા વધી જાય છે. સાવ એવું ન કરો. કોરોનાના ડરમા રુટીન તપાસ ન છોડો. તમારા પરિવારની તમને ચિંતા સ્વાભાવિક હોય એ સમજી શકાય એમ છે, એ માટે શક્ય કાળજી રાખો.

૭) એવું શું કારણ હોઈ શકે કે કોર્પોરેટ હોસ્પિટલો તો કોવિડ સર્વિસ આપતા જ હતા,ને જ્યાં હવે પ્રાઈવેટ હોસ્પિટલ ધરાવતા દર બીજા ડોક્ટર પોતાની હોસ્પિટલ ને કોવિડ સેન્ટરમા પરિવર્તિત કરે છે અને સામેપક્ષે જીપી ડોક્ટરો મિનિમમ સારવાર સામે ઘરનાના દબાણમાં દવાખાનાઓ બંધ કરે છે. શું પ્રાઈવેટ હોસ્પિટલ વાળા એમડી એમેસ ડોક્ટરો ને પોતાના પરિવારની ચિંતા નહી હોય? તો પછી તમે શું કામ‌ ડરો છો?

૮) ચોરી ન રમો. છુપાવશો એટલું વધુ તમને ભય રહેશે ને પ્રોપર ગાઈડન્સ નહી મળે. ગુંચવાઈ જશો, ભરાઈ જશો ને નિર્ણય નહી લઈ શકો એમાં વધુ પરેશાન થશો. એટલીસ્ટ તમારા ઘરના જાણીતા ડોક્ટર ના સંપર્ક મા રહો. ઓળખીતા પેરામેડીકના ભરોસે પણ નહી.

૯) હવે ઓક્સિજન કે ખાટલાનો અભાવ નથી. હા, આઈસીયુ મળવામાં હજુ થોડી દોડધામ ખરી, પણ મળી જાય છે. એટલે જૂની વાતો મૂજબ હવેના સમયને જોખીને અગાઉથી ગભરાશો નહી. મૃત્યુ તો ડોક્ટર ના ઘરમાં પણ થાય જ છે. ઉંમરલાયક વડીલોને હીમત આપો, ડરાવશો નહી.

૧૦) છેલ્લે તમે ઘરે બેઠા વોટ્સએપ પર જોઈ જોઈને જે પેનિકમા જીવો છો એની સામે જે તપાસ થાય છે તે લોકો કેટલી જવાબદારી અને કાળજી રાખે છે તે આ વિડીયો મા જુઓ.

તેથી, તમારા ડોક્ટર પર ભરોસો રાખો. તેનાથી વધુ તમારી જેન્યુઈન ચિંતા અન્ય કોઈ નહી કરે, કેમ કે તે સિસ્ટમની અંદરનો માણસ છે. તેને ખબર છે સિસ્ટમ શું છે અને કેવી રીતે ચાલે છે !

© ડૉ. મિતાલી સમોવા ( અમદાવાદ )

Leave a Reply

%d bloggers like this: