આંબેડકરવાદ શું છે એ નથી ખબર તો કશો વાંધો નહી, શું નથી એ જાણી લો તો પણ ઘણું.

 • 1) આંગળી ચીંધી ને ફોટો પડાવી દેવાથી આંબેડકર નથી થવાતું.
 • ૨) જાતિવાદને ગાળો આપવાની અને પિતૃસત્તાને બચાવી રાખવાની વૃત્તિ આંબેડકરવાદ નથી.
 • ૩) તમે પોતે સવર્ણોથી ઉતરતા નથી એવું માનો, પણ તમારી મહીલાઓ તમારાથી ઉતરતી છે એવું માનો તે આંબેડકરવાદ નથી.
 • ૪) તમે પોતે વર્ણવાદ જાતિવાદ ની બહાર જઈને બધા જ કામ કરવા સક્ષમ છો એવું માનો પણ તમારી મહીલાઓ એ તો ટીપીકલ ઘરેલું જીવન જ જીવવું જોઈએ અને કરિયર કે મહત્વાકાંક્ષા ઓ પાળવી ન જોઈએ એવુ માનો તે આંબેડકરવાદ નથી.
 • ૫) તમે પોતે સવર્ણોનો કોઈ અન્યાય સહન ન કરો અને તરત એટ્રોસીટીનુ હથિયાર ઉગામી દો તો વ્યાજબી કહેવાય, પણ તમારી વહુ ફરિયાદ કરે ને પોતાનો હક માટે અવાજ બુલંદ કરે તો પોતાના કાયદાનો દુરુપયોગ કરે છે કે તેણીએ તો દબાઈને જ તમારા ઘરમાં રહેવું હોય તો તમે કહો એમ જ રહેવું પડે એવું માનતા હોવ તે આંબેડકરવાદ નથી.
 • ૬) સંજોગોવસાત પતિ-પત્ની બેમાથી એક જણે પોતાના કેરિયરને કોમ્પ્રોમાઈઝ કરવાનુ આવે કે છોડવાનુ આવે તો પત્ની એ જ છોડવું જોઈએ એવુ માનતા હોવ તે આંબેડકરવાદ નથી.
 • ૭) લગ્ન પછી મહીલાએ પોતાની બધી જ આઇડેન્ટીટી ડીઝોલ્વ કરી જ દેવી જોઈએ અને ફક્ત પરિવારની સેવામા જ મગન રહેવું જોઈએ કે અનિચ્છાએ પણ જબરદસ્તી પોતાની અટક બદલી જ નાખવી જોઈએ એવુ માનવુ તે આંબેડકરવાદ નથી.
 • ૮) પત્નીની બધી જ કમાણી તમારા હાથમા જ આવવી જોઈએ એવુ માનો, પણ પત્નીની બધી ઘરેલું જવાબદારીઓ તમારાથી ન ઉઠાવાય, એવું માનો તે આંબેડકરવાદ નથી.
 • ૯) તમે પોતે તમારા હક માટે આજીવન લડ્યા હોવ, પણ તમારા અનુયાયીઓ પોતાના હકની માંગણી કરે એ તમને વ્યાજબી ન લાગે કે બેસ તને કશું ખબર ન પડે કહીને ઉતારી પાડો તે આંબેડકરવાદ નથી.
 • ૧૦) પોતાની સમાજના પૈસા ચાંઉ કરી જવાની અને પગચંપીવૃત્તિને ક્લીન ચીટ આપો અને સફળ મહીલાઓને પથારી ગરમ કરીને આગળ આવેલી માનો તે આંબેડકરવાદ નથી.
 • ૧૧) તમારામાં જે પ્રેમસંબંધ જાહેરમા સ્વીકારી શકવાની હીંમત ન હોય કે સમાજ થી વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી પાત્રના હકને ન્યાય ન અપાવી શકતા હોવ તો તે આંબેડકરવાદ નથી.
 • ૧૨) જૂની પેઢી તો તેના સંકુચિત વિચારોમાં જ જતી રહેશે, પણ ઉચ્ચ ભણતરવાળા યુવાનો તમે હજુ જો દિકરી, પત્ની, માતા, બહેનોને તમારી સેવક જ સમજતા હોવ તે આંબેડકરવાદ નથી.
 • ૧૩) માતા બહેનોની ગાળો કોઈ પણ સંજોગોમાં આંબેડકરવાદ નથી.
 • ૧૪) માનવસહજ શૃંગાર પ્રવૃત્તિ અને ઉત્સવોની ઉજવણીની અગત્યતા અને વિચારધારા ની સંકુચિતતા વચ્ચે ભેદ ન કરી શકો તે આંબેડકરવાદ નથી.
 • ૧૫) ફક્ત સવર્ણોની દિકરીઓને પરણી લાવવી અને રાણીની જેમ રાખવી અને ઘરની દિકરીઓને અન્યાય કરવો કે બેઝીક સમાનતા પણ ન આપવી તે આંબેડકરવાદ નથી.
 • ૧૬) પરિવાર નભાવવાની બધી ઈમોશનલ, સામાજીક, પારિવારિક જવાબદારીઓ ફક્ત સ્ત્રીઓની જ હોય, પુરુષ ફક્ત કમાઈને બાળકો પેદા કરી દેય એટલે બહુ થઈ ગયુ, પુરુષો એ અન્ય કોઈ વિશેષ લાયકાત ઊભી ન કરવાની હોય ઘર વસાવવા માટે એવું માનો તે આંબેડકરવાદ નથી.
 • ૧૭) તમે આખો દિવસ દલિત કર્મશીલ નું લેબલ લઈને મથો છો, ત્યાં થતા સારા ખરાબ અને તમારા સ્વમાનને ઠેસ પહોચાડતા અનુભવોનુ ફ્રસ્ટ્રેશન ઘરે આવીને તમારી પત્ની કે બાળકો પર ક્રૂર ગુસ્સો કરીને કાઢો છો તે આંબેડકરવાદ નથી. ( આવા ૪ ઉદાહરણો નજર સમક્ષ છે. )
 • ૧૮) તમે પોતે ૧૦૦% પરફેક્ટ આંબેડકર વાદી નથી, પણ છતાં કોઈ મહીલાને ફેમિનિસ્ટ કહીને ઉતારી પાડવામા તમારો પિતૃસત્તાક ઈગો સેટિસ્ફાય થતો હૌય તો તમે આંબેડકરવાદી નથી!!!
 • ૧૯) બાબાસાહેબ આંબેડકરે સ્વતંત્ર મૌલિક વિચારશક્તિ ને અદકેરું માહાત્મ્ય આપ્યું હતું. તમને તમારી સ્વતંત્રતા પ્રાણથી પ્યારી હોય પણ અન્યની સ્વતંત્રતા ડબ્બામાં પૂરેલી બકરી બનાવવામા કોઈ છોછ ન થતો હૌય તો આંબેડકરવાદી નથી તમે !!

( કોવિડ ગાઈડલાઈનના કારણે કેન્સલ રહેલા બ્લુ પેન્થર સંગઠનના આજ રોજના દાણીલીમડા ખાતેના મહીલાઓ અને આંબેડકરવાદ વિષયના કાર્યક્રમમાં પ્રવચન આપવા માટે તૈયાર કરેલા મુદ્દાઓ જે સંજોગોવસાત ત્યાં ન કહી શકાયા. તેથી અહીં પોસ્ટ રુપે પ્રસ્તુત કર્યા છે. આંબેડકરજયંતિની શુભકામનાઓ

લેખન – ડૉ. મિતાલી સમોવા ( અમદાવાદ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *