ડૉ. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે BRC ભવન મહેમદાવાદ અને ખેડા જિલ્લા પ્રાથમિક ઉત્કર્ષ મંડળ દ્વારા ઓનલાઇન ઉજવણી

નેલ્સન પરમાર – બી.આર.સી.ભવન મહેમદાવાદ અને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના સહયોગથી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ” જીવન અને શિક્ષણ દર્શન ” વિષય સાથે ડૉ.બાબાસાહેબની જન્મ જયંતિની નિમિત્તે વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગતરોજ તારીખ 14/04/2021ના રોજ બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડૉ. બી.આર.આંબેડકરની 130મી જન્મજયંતિ હતી જેને અનુલક્ષીને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.આર.સી.કૉ. દીપકભાઈ સુથાર દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે
ડૉ. બાબા સાહેબ આંબેડકરજીનું જીવન અને શિક્ષણ દર્શન વિશે ચિંતન. વિષયને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડી.પી.ઇ.ઓ. કે.એ.પટેલ સાહેબ, નાયબ ડી.પી.ઇ.ઓ.શ્રી, રણજીતસિંહ ડાભી સાહેબ ઉપસ્થિત રહી બાબા સાહેબની જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વકતાશ્રી ડૉ. હેતલબેન ચૌહાણ તેમજ સક્સેસ રિચર્સ ફાઉન્ડેશનના મે.ડાયરેક્ટર મુકેશ સર દ્વારા બાબા સાહેબના જીવન અને શિક્ષણ દર્શન વિષયક ચર્ચા કરવામાં આવી. જેમાં જિલ્લાના 100 જેટલા શિક્ષકશ્રીઓ જોડાયા હતાં. કાર્યક્રમનુ સફળ અને સુંદર આયોજન બી.આર.સી.કો.દીપકભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ દિનેશભાઇ, મંત્રી ભરતભાઈ તેમજ સામાજિક કાર્યકર અનિલ રોહિત તરફથી સહયોગ કરવામાં આવ્યો હતો જેથી આ સમગ્ર પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો હતો. ખાસ તો જેમાં, માણસા તાલુકાના બી.આર.સી. સતીશ પરમાર, શહેરા તાલુકાના બી.આર.સી. અને ગુજરાતના અન્ય જિલ્લા, તાલુકાના શિક્ષકો પણ જોડાયા હતા.

Leave a Reply

%d bloggers like this: