ડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

ડોમિનિકાની હાઇકોર્ટે ભાગેડુ હીરા બિઝનેસમેન મેહુલ ચોક્સીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જજ વાયનાટે એડ્રિયન-રોબર્ટ્સે ચોક્સીને ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ ગણ્યો હતો. ફ્લાઇટ રિસ્કનો અર્થ એવા વ્યક્તિ સાછએ છે જે કેસ અથવા જામીનની સુનાવણી પહેલા દે શ છોડવાની સંભાવના હોય. જામીન ના મળ્યા બાદ હવે ભાગેડુ બિઝનેસમેનને જેલના સળિયા પાછળ દિવસો વિતાવવા પડશે. મેહુલ ચોક્સીના વકીલોએ દલીલ કરી હતી કે CARICOM (કેરેબિયન સમુદાય) નાગરિકના રૂપમાં જામીનનો હકદાર છે, કારણ કે તેના કથિત ગુના પાંચ હજાર ઇસ્ટ કેરેબિયન ડોલરના દંડ સાથે એક જમાનતી ગુનો છે, તેમણે કોર્ટને ચોક્સીના કેસ જામીન આપવાની માંગ કરી છે. વકીલોએ એમ પણ કહ્યુ કે તેમનો ક્લાયન્ટ અસ્વસ્થ છે અને માટે તેના ફ્લાઇટ રિસ્ક હોવાનો ખતરો નથી.

આ પણ વાંચો : બંગાળમાં ભાજપના સાંસદ જયંત કુમાર રોય પર હુમલો. લગાવ્યો આરોપ ટીએમસી

પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી હાલ ડોમિનિકામાં છે. ડોમિનિકાની હાઈકોર્ટ ખાતે મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ભાગેડુ કારોબારીને ફ્લાઈટ રિસ્કના કારણે જામીન આપવા ઈનકાર કરી દીધો છે. બચાવ પક્ષના વકીલોએ શનિવારે હાઈકોર્ટમાં એવો તર્ક રજૂ કર્યો હતો કે, એક કૈરિકોમ નાગરિક તરીકે મેહુલ ચોક્સી જામીનનો હકદાર છે કારણ કે કથિત અપરાધ જામીનપાત્ર છે અને તેના પર કેટલાક હજારનો દંડ છે. વકીલોએ એવો તર્ક પણ આપ્યો કે, મેહુલ ચોક્સીનું સ્વાસ્થ્ય ઠીક નથી માટે આ સંજોગોમાં તેમણે ફ્લાઈટનું જોખમ ન લેવું જોઈએ. આ કારણે જામીન રાશિ લઈને તેમને બેલ આપવામાં આવે. જોકે રાજ્ય બેલનો વિરોધ કરી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સી ફ્લાઈટ રિસ્ક પર છે અને ઈન્ટરપોલ દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવેલી છે. રાજ્યએ જામીન ન આપવાની અરજી પણ કરેલી છે. લેનોક્સ લોરેન્સ સ્ટેટના લોયર છે અને તેમના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સીએ હેલ્થ અંગે ફરિયાદ નથી કરી. આ કારણે તેમનું હોસ્પિટલમાં હોવું વાસ્તવિક મુદ્દો નથી. તેને મેડિકલ હેલ્પ પણ મળી રહી છે. જજે કહ્યું કે, તપાસ ચાલી રહી છે આ આધાર પર જામીન આપવા ના ન પાડી શકાય. જોકે કોર્ટે મેહુલ ચોક્સીને જામીન આપવા ઈનકાર કરી દીધો છે.

Leave a Reply

%d bloggers like this: