દિવ્યભાસ્કરે બદનક્ષી કરી છે! કળશ પૂર્તિમાં ફા.સ્ટેન સ્વામી વિશે અપમાનજનક લેખ

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાતી પત્રકારત્વમાં વિચારશીલ પત્રકારોનો દુષ્કાળ સર્જાયો છે. પારુલ ખખ્ખરની કવિતા-‘શબવાહિની ગંગા’ અંગે દિવ્યભાસ્કરના કોલમિસ્ટ કાજલ ઓઝા વૈદ્યે માનસિક પ્રદૂષણ ફેલાવ્યું હતું. 14 જુલાઈ 2021ના રોજ દિવ્યભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં કોલમિસ્ટ વિક્રમ વકીલે; જેની સામે એક પણ ગુનો સાબિત થયો નથી તેવા આદિવાસી એક્ટિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામીને ‘રીઢો ગુનેગાર’ કહીને સ્પષ્ટ રીતે બદનક્ષીનો ગુનો કર્યો છે ! સવાલ એ છે કે અખબારના સંપાદક આવા મોં-માથા વગરના/ઉભડક લેખો કેમ છાપતા હશે? સત્તાપક્ષને રાજીરાજી રાખવા અખબાર ચલાવતા હશે?

વિક્રમ વકીલ લખે છે : [1] સ્ટેન સ્વામી કહેવાતો પાદરી હતો; એના હાથ ઘણાનાં લોહીથી રંગાયેલા હતા તેવા આક્ષેપો થયેલાં છે. [2] ડાબેરીઓ અને લિબ્રાન્ડુઓએ સ્ટેન સ્વામીના મૃત્યુ માટે ન્યાયતંત્રને જવાબદાર ઠેરવ્યું. તેને શહીદ તરીકે ચીતરવાનો પ્રયાસ કર્યો. કેટલાંક તેને ક્રાન્તિકારી કવિ કહે છે. તમારે કોઈ પણ ગંભીર ગુનો કરવો હોય તો એ પહેલા સરકારની ટીકા કરતી કવિતાઓ લખી નાખો એટલે તમારા ઉપર ‘ક્રાંતિકારી કવિ’નું લેબલ લાગી જશે ! [3] ભીમા ગોરેગાંવ હિંસા સંદર્ભે; NIA 10,000 પાનાંની ચાર્જશીટ કરી તેમાં મુખ્ય આરોપી તરીકે સ્ટેન સ્વામીનું નામ છે. તે ફક્ત સામ્યવાદી ન હતો, પરંતુ પ્રતિબંધિત CPI માઓઈસ્ટ સંગઠન વતી પ્રવૃતિ કરતો હતો. કોર્ટે અર્બન નક્સલ સ્ટેન સ્વામીને જામીન આપ્યા ન હતા. [4] આદિવાસીઓ અને મુસ્લિમોને દેશ સામે હથિયાર ઉપાડવા તે ઉશ્કેરણી કરતો હતો. તેણે એક પત્રમાં લખ્યું હતું કે નાના ગામડાંઓમાં/નાના શહેરો/મોટા શહેરોમાં આતંકવાદી સંગઠન બનાવવાની જરુર છે. [5] મોહન નામના કોમરેડ પાસેથી તેને 8 લાખ મળેલ હતા; જેનો ઉપયોગ હિંસાત્મક કાર્યવાહી માટે કરવાનો હતો. [6] માઓવાદીઓની હિંસામાં હજારો આદિવાસીઓ/સુરક્ષા દળોના જવાનોના મૃત્યુ થાય છે; તેને માટે સ્ટેન સ્વામી જેવા અર્બન નક્સલ જવાબદાર છે. [7] ડાબેરીઓ કકળાટ કરે છે કે સ્ટેન સ્વામીની 84 વર્ષની ઉંમરની પણ શરમ ન રાખી. ગુનેગારે કરેલા ગુનાની ગંભીરતા જોવાની હોય; એની ઉંમર નહીં. [8] સ્ટેન સ્વામીના મામલે રડનારાઓ સાધ્વી પ્રજ્ઞા/કર્નલ પુરોહિત વર્ષો સુધી જેલમાં હતા ત્યારે ચૂપ કેમ હતા? મહારાષ્ટ્રમાં નિર્દોષ સાધુઓની હત્યા કરવામાં આવી, ત્યારે કેમ ચૂપ હતા?

આ પણ વાંચો : સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં બહાર આવ્યા

વિક્રમ વકીલને સવાલ એ છે કે શું સ્ટેન સ્વામીને ‘લાર્જર કોન્સ્પિરન્સી’ માટે સુપ્રિમ કોર્ટે તડિપાર કરેલ હતા? શું સ્ટેન સ્વામી સામે દારુ વેચવાના/IPCની જુદી જુદી કલમો હેઠળ 107 ગુનાઓ દાખલ થયેલ હતા? તમોએ લેખમાં સ્ટેન સ્વામી માટે જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે, તેવી ભાષાનો ઉપયોગ; સુપ્રિમકોર્ટે જેને તડિપાર કરેલ; જેની સામે 107 ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે; તેમના માટે ક્યારેય કર્યો છે? લેખકે જે ભાષા વાપરી છે; તેની સાથે દિવ્યભાસ્કરના સંપાદક સહમત છે? શું સ્ટેન સ્વામી સામે નાનકડો ગુનો સાબિત થયેલ છે? શું સ્ટેન સ્વામીને કોઈ રોકડ રકમનો દંડ થયેલ છે? જો ના, તો સ્ટેન સ્વામીને ‘રીઢો ગુનેગાર’ કહી શકાય? શું આ મૃત વ્યક્તિની ઈરાદાપૂર્વકની બદનક્ષી નથી? આદિવાસીઓ જેને પૂજનીય અને આદરણીય માને છે તે સ્ટેન સ્વામીનું અપમાન કરી આદિવાસીઓની લાગણીને આઘાત પહોંચાડ્યો છે; જેથી એટ્રોસિટી એક્ટ કલમ-3(1) V હેઠળ ગુનો બને છે. આ કલમ કહે છે-“By words either written or spoken or by any other means disrespect any late person held in high esteem by members of the Scheduled Castes or Scheduled Tribes.” NIAએ જે ચાર્જશીમાં લખ્યું છે તે માત્ર આરોપ છે; ગુનો સાબિત નથી થયો. માની લઈએ કે 10,000 પાનાંની ચાર્જશીટમાં સ્ટેન સ્વામી મુખ્ય આરોપી હતા; તો NIAએ સ્ટેન સ્વામીના પોલીસ રીમાન્ડ કેમ લીધા ન હતા? NIAએ શામાટે તેમની ઝીણવટપૂર્વક પૂછપરછ ન કરી? પોલીસ બે બોટલ દારુની પકડાય તોપણ રીમાન્ડ મેળવે છે; જ્યારે સ્ટેન સ્વામીના ‘હાથ તો ઘણાના લોહીથી રંગાયેલા હતા’/માઓવાદીઓ સાથે કાવતરું કરતા હતા; છતાં તેમની પૂછપરછ કરવાની જરુર જ ન લાગી? સરકાર સામે હથિયાર ઉપાડવા અને આતંકવાદી સંગઠન રચવાની પ્રવૃતિ કરનારની NIA પૂછપરછ પણ ન કરે; એ કેવું? 8 લાખનો હિસાબ પણ લેવાનો નહીં? અર્બન નક્સલની પૂછપરછ પણ નહી, કેમ? ‘ગુનેગારે કરેલા ગુનાની ગંભીરતા જોવાની હોય; ઉંમર નહીં’ આ વાત સાથે સહમત; પરંતુ સ્ટેન સ્વામી સામેના આરોપો સાબિત થયા વિના જ લેખમાં ચૂકાદો આપી દીધો? સિલેક્ટિવ દલીલ કેમ? 107 ગુનાઓ જેમની સામે નોંધાયેલા છે તે સત્તાપક્ષના પ્રદેશ પ્રમુખ/ગુજરાત હાઈકોર્ટે જે મંત્રીને ચૂંટણીમાં ગેરરીતિ સબબ દોષિત ઠરાવેલ છે; નીચલી કોર્ટે જે મંત્રીને ખનીજ ચોરી માટે દોષિત ઠરાવેલ છે; તે ગુનાઓ ગંભીર કહેવાય કે નહીં? તેમના વિશે લખવાનું કેમ ક્યારેય નથી સૂઝ્યું? કોર્ટ ઉપર પ્રેશર ન હોત તો સાધ્વી પ્રજ્ઞા/કર્નલ પુરોહિત/ તડિપાર જેલ મુક્ત થઈ શક્યા હોત? મહારાષ્ટ્રના સાધુઓની હત્યા કરનારાઓને જેલમુક્ત કરવા માટે કોઈ ઝૂંબેશ સ્ટેન સ્વામીએ ચલાવી હતી? શામાટે કુતર્ક કરી લોકોને ગેરમાર્ગે દોરો છો? પત્રકાર તરીકે/અખબાર તરકે કોઈ સામાજિક જવાબદારી હોય કે નહીં? સ્ટેન સ્વામી હવે સ્પષ્ટતા કરી શકે તેમ નથી; એટલે એમની બદનક્ષી કરવાની? લાખો આદિવાસીઓ સ્ટેન સ્વામીને માર્ગદર્શક માને છે; તે આદિવાસીઓની લાગણીનો વિચાર કરવાનો કે નહીં?rs

આ બાબતે લેવાયેલ પગલાં :

Leave a Reply

%d bloggers like this: