સાગર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ૧૨૭ વિદ્યાર્થીઓ ને ૧૫૦ જેટલા ચોપડા તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી

સતીષ પરમાર ~ શિક્ષણ એ તમામ લોકો માટે જરૂરી છે. તો વળી શિક્ષણ સમાનતા, દેશની શાંતિ તથા એકતા ને અખંડિતતા માટે નું પણ પ્રેરકબળ છે. કોરોના મહામારી સમયમાં આજ કાલ દાહોદ જિલ્લામાં નવતર પ્રયોગ રૂપે સૌ શિક્ષક મિત્રો દ્વારા ગામમાં જઈને વિધાર્થી મિત્રો ને ફળિયા માં જઈને યોગ્ય કોરોના ગાઈડ લાઈન નું પાલન કરીને શિક્ષણ આપવામાં આવે છે ‌. સમગ્ર રાજ્ય માં જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય છે પરંતુ ભૌગોલિક તથા આંતરિયાળ વિસ્તારમાં ગરીબી, નેટવર્ક તથા પાયાની જરૂરિયાતની સુવિધાઓ સંપૂર્ણ ઉપલબ્ધ નથી તેવા સમયે સમગ્ર દેશમાં એક દીવાદાંડી સમાન કાર્ય એટલે શેરી શિક્ષણ કે ફળિયા શિક્ષણ.

Sagar foundation

~ આ ફળિયા કે શેરી શિક્ષણ માં જે તે ફળિયામાં રહેતા વિધાર્થીઓને નજીકના ઉપલબ્ધ ઘરો, જાહેર જગ્યાઓમાં, ધાર્મિક સંકુલમાં કે પછી જ્યાં પાકાં મકાનો કે ઘર હોય ત્યાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી આ રીતે સમગ્ર દાહોદ જિલ્લામાં ખૂબ સારી રીતે કાયૅ થઈ રહ્યું છે. આ બધી બાબતો ઉપરાંત શિક્ષણ નું મહત્વ ની સાથે સેવાભાવ થકી પોતાના ફાઉન્ડેશન ના માધ્યમથી મદદરૂપ થવા માટે ગોધરા સ્થિત “” સાગર ફાઉન્ડેશન “” દ્વારા એક નવીન પહેલ કરતા દાહોદ તાલુકા ની બે પ્રાથમિક શાળા ઓને કુલ ૫૦૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ શાળા સમય બાદથી ફળિયા માં જઈને શિક્ષણ મિત્રો ના સાથ સહકાર થકી કરવામાં આવ્યો હતો.

~~ આજ રોજ સાગર ફાઉન્ડેશન ગોધરા દ્વારા દાહોદ જિલ્લામાં આવેલી મોજાળ ફળિયા વગૅમા અભ્યાસ કરતા કુલ ૧૨૭ વિદ્યાર્થીઓ ને ૧૫૦ જેટલા ચોપડા તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં હાલ ચાલી રહેલા ફળિયા શિક્ષણ માં ફળિયા પ્રમાણે ભણાવવા જતા શિક્ષક મિત્રો એ પોત પોતાના નિયત કરેલ શૈક્ષણિક પોઈન્ટ પર સદર વસ્તુઓની વહેંચણી કરી હતી. જેમાં વણકર નયનાબેન કાંતિભાઈ તથા આદરણીય શ્રી રમેશભાઈ ના વરદ હસ્તે બાળકો ને આ વસ્તુઓ આપીને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

Sagar foundation

~~~ #ખરોડ પગાર કેન્દ્ર માં આવેલી #કાંકરીડુંગરી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા કુલ ૨૯૮ વિધાર્થીઓને પણ આજ રોજ કોરોના મહામારી સમયે માસ્ક, ચોપડા તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ સાગર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે સાગર ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી આયુ. સાગર ભાઈ , જ્યારે આ ફાઉન્ડેશન ના હિસાબનીશ શ્રી ઉત્પલ ભાઈ પરમાર તથા અન્ય સદસ્ય તેમજ મિડીયા કન્વીનર સતીષ પરમાર તથા શ્રિમતી લીનાબેન પરમાર, મંત્રી શ્રી ગૌતમભાઈ પરમાર, શ્રી મેહુલભાઈ પરમાર હાજર રહ્યા હતા. જેમના વરદ હસ્તે સૌ વિધાર્થી મિત્રો ને જરૂરી શૈક્ષણિક વસ્તુઓ આપી.જેમા શાળા પરિવાર ના સદસ્યો પણ ખૂબ મદદરૂપ થઈને પોતાનુ યોગદાન આપ્યું હતું. આ સમયે ફળિયા માં ચાલતા ફળિયા શિક્ષણ માં કાયૅરત શાળા પરિવાર ના શિક્ષક મિત્રોની હાજરીમાં આ સેવાકાર્ય કરવામાં આવ્યું. આ શાળામાં ફળિયા માં જઈને માસ્ક, ચોપડા , પેન , પેન્સિલ તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ આપી હતી.

~~~ આ બંને શાળા ના સમગ્ર શાળા પરિવાર એ આ સમયે હાજરી આપી તથા સાગર ફાઉન્ડેશન ના શૈક્ષણિક સેવાકીય કાર્ય ને બિરદાવીને પોતે પ્રશસ્તિ પત્ર આપી મંગલં કામનાઓ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાથે જ આ ફાઉન્ડેશન દ્વારા આવનાર દિવસોમાં શિક્ષણ , પયૉવરણ તથા સામાજિક એકતા સૌહાર્દ તથા માનવ મૂલ્યો ઉજાગર કરતા કાયૅ કરતા રહીશું એવી બાંહેધરી આપી ને સૌને સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

~~~~~ સતીષ પરમાર ~~~~~~
સાગર ફાઉન્ડેશન
મિડીયા કન્વીનર
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *