અસહમતી/વિરોધ; એ આતંકવાદ નથી! – દિલ્હી હાઈકોર્ટે

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : આ સરકાર વિચિત્ર છે; એને વિરોધ બિલકુલ ગમતો નથી. લોકશાહી રીતથી સત્તામાં આવેલ PM એવું ઈચ્છે છે કે લોકો સરકારની પ્રશંસા કરે અથવા મૂંગા રહે ! સરકાર 20-21 વર્ષના યુવક/યુવતીઓથી ડરે છે. કોલેજના વિદ્યાર્થીઓને ખોટા આરોપ મૂકીને જેલમાં પૂરી દે છે. તેમનો વાંક એટલો જ કે તેમણે CAA/NRC સામેના આંદોલનમાં ભાગ લીધો હતો અને તેનો વિરોધ કર્યો હતો ! નતાશા અને દેવાંગના બન્ને પિતૃસત્તા સામે સંઘર્ષ કરતી સંસ્થા ‘પિંજરા તોડ’ની કાર્યકર્તા છે. પોલીસની ભૂમિકા પણ વિચિત્ર છે; જેમણે 2020માં દિલ્હીમાં દંગા ભડકાવ્યા હતા, તેવા સત્તાપક્ષના નેતા કપિલ મિશ્રા/રાગિણી તિવારી/અનુરાગ ઠાકુરને એરેસ્ટ કરતી નથી પણ વિદ્યાર્થીઓને જેલમાં પૂરે છે ! એક વર્ષથી જેલમાં રહેલ નતાશા નરવાલ/ દેવાંગના કલિતા/ આસિફ ઇકબાલને જામીન ઉપર છોડવા દિલ્હી હાઈકોર્ટે 15 જૂન 2021ના રોજ હુકમ કર્યો છે. સરકારની દાઝ એટલી છે કે તે હાઈકોર્ટના હુકમ સામે સુપ્રિમકોર્ટમાં ગઈ છે. એક તરફ, ત્રણ મર્ડર કેસમાં સુપ્રિમકોર્ટે જેને ગુજરાતમાંથી તડિપાર કરેલ અને નીચલી કોર્ટે કેસ ચલાવ્યા વિના તેને છોડી મૂકેલ; ત્યારે કેસની તપાસ કરનાર એજેન્સી CBI ઉપલી કોર્ટમાં અપીલ કરતી નથી. બીજી તરફ, આ ત્રણ વિદ્યાર્થીઓને દિલ્હી હાઈકોર્ટે ન્યાય આપ્યો ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રિમકોર્ટમાં અપીલ કરી !

દિલ્હી હાઈકોર્ટે કહ્યું : [1] અસહમતી/વિરોધ; એ આતંકવાદ નથી! Dissent and protest is not terrorism. અસહમતી એ અપરાધ નથી. [2] અસહમતીને દબાવવી તે લોકતંત્ર માટે ખતરનાક છે. [3] આ ત્રણેયને UAPA-Unlawful Activities (Prevention) Act હેઠળ અટક કરવાના આધાર-પુરાવા નથી. પ્રથમ દ્રષ્ટિએ UAPA કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) મુજબ કેસ બનતો નથી તેથી UAPA કલમ-43D (5)માં જામીન ઉપર નહીં છોડવાની સખ્ત જોગવાઈ છે તે લાગુ પડે નહીં. [4] વિરોધને આયોજિત કરવો; તેમાં ભાગ લેવો તેનો અર્થ એ નથી કે હિંસા ભડકાવી છે કે આતંકવાદી કાવતરું કરેલ છે; આ અંગેનો પુરાવો નથી.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

ચિંતાની/દુ:ખની વાત એ છે કે નતાશા નરવાલ/ દેવાંગના કલિતા/ આસિફ ઇકબાલને 365થી વધુ દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું તેનું શું? ખોટા કેસો ઊભા કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા કોર્ટ કેમ હુકમ કરતી નથી?rs

Leave a Reply

%d bloggers like this: