વિકલાંગને દિવ્યાંગ નામ નહીં; શિક્ષણનો અધિકાર આપો !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર :  દિલ્હીમાં ઉત્તરપ્રદેશની જાહેરખબરના હોર્ડિંગ/બેનર/પોસ્ટર્સ ઠેરઠેર લાગ્યા છે. 24 જુલાઈ 2021ના રોજ પત્રકાર સાક્ષી જોશીએ 4 મિનિટમાં 40 બેનર જોયાં; જેમાં ઉત્તરપ્રદેશ દેશમાં નંબર -1; મફત રસી, મફત ઈલાજ; મફત રાશન ! 4 લાખ યુવાનોને સરકારી નોકરી ! ઉત્તરપ્રદેશ સ્માર્ટ પ્રદેશ ! થેન્ક યૂ/ ધન્યવાદ વગેરેનો ઢોલ પીટ્યો હતો ! સવાલ એ છે કે ઉત્તરપ્રદેશની જાહેરખબર દિલ્હીમાં શામાટે? શું કોરાનાની બીજી લહેર વેળાએ ઉત્તરપ્રદેશ સરકારની નિષ્ફળતા ઢાંકવા તથા ગંગામાં અસંખ્ય લાશો તરતી હતી તે વાસ્તવિકતાને ઢાંકવા માટે આ જાહેરખબરોનું પૂર સર્જ્યું હશે? કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ શામાટે?

આ પણ વાંચો : કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી યેદિયુરપ્પાનું રડતાં રડતાં રાજીનામું : નવા સીએમ અંગે હજું કોઈ જાહેરાત નહીં

15 જુલાઈના રોજ વડાપ્રધાન વારાણસી ગયા હતા અને 1500 કરોડની પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ વારાણસીની ‘હનુમાન પ્રસાદ પોદ્દાર ઉચ્ચત્તર અંધ વિદ્યાલય’ના છાત્રો/ પૂર્વ છાત્રો/ અને તેમના પરિજનો અંધ વિદ્યાલય બચાવવા સંઘર્ષ કરતા હતા. વડાપ્રધાનને વિનંતી કરતા હતા. તેઓ અગાઉ વડાપ્રધાન/મુખ્યમંત્રી/શિક્ષણ સચિવ/સામાજિક ન્યાય મંત્રાલયને પત્ર લખી ચૂક્યા છે; પરંતુ કોઈએ ધ્યાન આપેલ નથી. આ વિદ્યાલયની સ્થાપના 1972માં થઈ હતી. આ વિદ્યાલય; ઉત્તરપ્રદેશ/બિહાર/મધ્યપ્રદેશ /ઝારખંડ અને છત્તીસગઢના દ્રષ્ટિહીન છાત્રોના જીવનમાં રોશનીનું નવું કિરણ બની હતી. પરંતુ 20 જૂન 2020ના રોજ આર્થિક ભીંસના કારણે વિદ્યાલયે ધોરણ-9 થી 12 સુધીના વર્ગો બંધ કરવાનું નક્કી કરેલ છે; જેથી નવા સત્રથી ધોરણ-9થી 12માં નવા એડમિશન બંધ છે ! માત્ર નર્સરીથી 8 ધોરણ સુધીમાં પ્રવેશ મળશે. વિદ્યાલયના સ્ટ્રસ્ટીઓ કહે છે કે અમને સરકારી સહાયતા મળતી નથી ! વિદ્યાર્થીઓ કહે છે કે ધીમે ધીમે વિદ્યાલય બંધ કરી ટ્રસ્ટીઓ મોલ બનાવવા માંગે છે !

દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ કહે છે કે “સરકાર વિકલાંગ છાત્રોને દિવ્યાંગ કહીને ગાજર દેખાડે છે પણ તેમને શિક્ષણનો હક્ક આપતી નથી. રાજ્યમાં 20 લાખ દ્દષ્ટિહીન છાત્રો માટે માત્ર ચાર વિદ્યાલય છે. તેમાં પોદ્દાર વિદ્યાલય સૌથી મોટું છે. તે બંધ થાય તો વિકલાંગોનો અધિકાર છીનવવા બરાબર છે ! અમને દિવ્યાંગ નામ નહીં; શિક્ષણનો અધિકાર આપો ! સન્માન સાથે જીવવાનો અધિકાર જોઈએ; જે બંધારણે દરેકને આપેલ છે. અમને કહેવાનાં આવેલ છે કે બાકીની ત્રણ અંધ વિદ્યાલયોમાં એડમિશન લઈ લો; અમે તપાસ કરી ત્યાં જગ્યા નથી ! અમે ક્યાં જઈએ? અમારા ભવિષ્યનું શું? સરકારે પોદ્દાર અંધ વિદ્યાલય પોતાના હસ્તક લઈને ચાલુ રાખવી જોઈએ.” આ માટે દ્રષ્ટિહીનો આંદોલન કરી રહ્યા છે; પરંતુ તેમનું દર્દ જાહેરખબર પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરનાર ‘પ્રચારજીવી’/‘દેખાડાજીવી’ વડાપ્રધાન/મુખ્યમંત્રીને દેખાતું નથી !rs

Leave a Reply

%d bloggers like this: