તડપતી ‘મા’ ને જોઈ દીકરી આપવા લાગી મોઢેથી ઓક્સિજન, હૃદયને હચમચાવી દે તેવો છે વીડિયો

કોરના વાઇરસ ચારેબાજુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને એમાં મેડીકલ ઈમરજન્સીમાં ઓક્‍સિજનનું સંકટ દિવસે દિવસે વધી રહ્યુ છે. સરકાર પ્રયત્નશીલ હોવાં છતાં તકલીફ ને પહોંચી શકાયું નથી. લોકો ખુદને લાચાર અવસ્‍થામાં ગણી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ વેરવિખેર થઇ ગઇ છે. દેશમાં ઓક્‍સિજન માટે હાહાકાર મચ્‍યો છે, દર્દીઓને એમ્‍બ્‍યુલન્‍સ, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન મળતા નથી. દવાઓ અને ઇન્‍જકેશનોના કાળા બજાર થઇ રહ્યા છે. લોકોને રેકડી અને રીક્ષામાં પરિવારજનોને હોસ્‍પિટલ લઇ જવા પડી રહ્યા છે અને અંતમાં બેડ ન મળવાથી હોસ્‍પિટલની બહાર જ અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.

હવે તો રોજ સોશ્‍યલ મીડિયા પર આવી પરિસ્‍થિતિની ભયાનક તસ્‍વીરો-વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એવી જ રીતે એક વીડિયો વાયરલ થયો છે જે માનવામાં આવે છે કે, બહરાઇચમાં એક હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ગંભીર મહિલાને ઓક્સિજન નહીં મળતા લાચાર દીકરીએ મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.જેનો વીડિયો બનાવી લઈ કોઈકે બજારમાં ફરતો કર્યો છે.

એક તરફ યોગી સરકાર રાજ્યમાં પુરતી માત્રામાં ઓક્સિજન અને બેડ-દવા હોવાના દાવા કરી રહીં છે બીજી તરફ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયો, મેસેજ, તસવીરો સરકારની પોલ ખોલી રહીં છે. આ પહેલા આગ્રામાં એક મહિલા રીક્ષામાં પોતાના પતિને બચાવા માટે મોઢેથી ઓક્સીજન આપવાનો પ્રયાસમાં લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહેલા પોતાના પતિને લઇને 3-4 હોસ્‍પિટલોના ચક્કર લગાવ્‍યા બાદ રેણુ સિંઘલ નામની મહિલા એક ઓટો રીક્ષામાં એક સરકારી હોસ્‍પિટલ પહોંચી અને તેણીએ પોતાના પતિને મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો, આમ છતાં પોતાના પતિનો જીવ બચાવી શકી ન હતી. પતિના મોત બાદ પત્‍નીને વિશ્વાસ આવ્‍યો ન હતા અને ચોધાર આંસુ રડી રહી હતી જે ઘણું દર્દનાક હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *