વિવિધ વાદ (Different isms) – નૌતમ વાઘેલા

★ ‘ જે પાણીથી ન્હાય,એ કપડાં બદલે છે

જે પરસેવે ન્હાય એ, ઈતિહાસ બદલે…..! ‘

આ જગતમાં અનેક વાદ ચાલી રહ્યા છે.દરેકને પોતાનો વાદ, પોતાનો પંથ,પોતાનો સંપ્રદાય,પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ લાગે છે અને ખુબી એ છે કે બીજા વાદ અને સંપ્રદાયો પારસ્પરિક રીતે એકબીજા ને નીચાં ગણે છે. એક કહેવત છે કે ‘ સિદી ભાઈને સિદકા વ્હાલા ! ‘ જ્યારે સરખામણી કરીએ ત્યારે હરિફાઈ પેદા થાય છે અને હરિફાઈ એ એક પ્રકારનું યુદ્ધ જ છે.યુદ્ઘની કથા રમ્ય હોતી નથી ! માણસ માણસને નથી મારતો પણ વિચારધારા જ મારે છે.યુદ્ધ અને ધર્મ યુદ્ધો નાં નામે ગરીબો અને નાના માણસો નો ખાત્મો બોલાવી દેવાયો છે.પ્રથમ વિશ્ર્વયુદ્ધ (1914-1919) બીજું વિશ્વયુદ્ધ (1939-1945) કરોડો લોકો નાં મૃત્યુ થયાં એનાં મૂળિયાં માં ધર્મ અને જુદા જુદા વાદો જ હતાં.

આ પણ વાંચો- લવ યુ જીંંદગી : ચા ચાહત અને સંબંધ – Pravin Khaniya

‘દાસ કેપિટલ’ પૂસ્તક વાંચો તો મજા આવે એવું સમાજનું ગુલાબી ગુલાબી ચિત્ર રજૂ કરે છે.કોઈપણ કોમ્યુનિસ્ટ ને પૂછો કે તમારી પાસે બે કાર છે તો એક કાર બીજા કોઈ જરુરીયાત વાળી બીજી વ્યક્તિને આપશો ? તો હાં કહેશે.બે બંગલા હોય તો એક બંગલો જેને ઘર નથી એને આપશો ? તો ખુશીથી હાં પાડશે ! પણ તમારી પાસે 50 મુર્ગીઓ છે તો 25 મુર્ગીઓ જેની પાસે એકપણ મુર્ગી નથી એને આપશો ? તો ના પાડશે, કારણકે એતો એનામાં થી ભાગ લીધો.પોતાની પાસે ગાડી અને બંગલો નથી એટલે હાં પાડી. પશુધન કે જમીન નાં ભાગ એ નહીં આપે.
રશિયામાં એટલે જ કરોડો ગરીબો આ લડાઈ માં મૃત્યુ પામેલા. અમીર માણસો થોડાં મરે ? કોઈપણ વાદ હોય, યુદ્ધ હોય , મહામારી હોય મૃત્યુ તો ગરીબો નાં જ થાય છે.રશિયામા બહું તો પાંચસો અમિરો હશે.હવે એમની સંપત્તિ નું વિભાજન કરી નાખવામાં આવે તો ગરીબો ને પરચુરણ સિવાય શું મળે ? પણ સામ્યવાદ ને નામે ગરીબો નો ખાત્મો થયો.નથી એ આપવું છે પણ બીજા ની પાસે થી લઈ લેવું છે ! રશિયામાં ક્રાંતિ થઈ તો બધાં જ ખુશ હતાં કારણ કે બીજાની સંપત્તિ નું વિભાજન થશે પણ સ્ટાલિને જેની પાસે બે એકર જમીન હતી એનાં પણ ભાગ પાડી દીધાં એટલે ગરીબ તો વધારે ગરીબ બન્યા એની જ ક્રાંતિ હતી અને લગભગ એક કરોડ ઉપરાંત ગરીબ માણસો માર્યા ગયા. છતાં સ્ટાલિન નું નામ સુવર્ણ અક્ષરે લખાયું.સ્ટાલિન તો ચાલ્યો ગયો તેમ છતાં ત્યાં સામ્યવાદ ન આવ્યો. નાનાં નાનાં ખેડૂતો ની જમીનો ચાલી ગઈ સમૂહ ખેતી નાં નામે !

મૂડીવાદ હોય,સમાજવાદ હોય આખરે તો નાનાં અને મધ્યમ વર્ગના લોકોનું જ શોષણ થાય છે. કેપિટાલિઝમ(મૂડીવાદ) હોય કે, સોશિયાલિઝમ(સમાજવાદ) એ અમિરવર્ગ સિવાય કોઈનું ભલું ન કરે એટલે સમાજશાસ્ત્ર માં ભલે ગુલાબી ચિત્ર રજૂ કરે પણ શિક્ષકો કે પ્રોફેસર્સ હાઈસ્કૂલ અને કોલેજમાં ભણાવી ખાય છે એમને ખુદને વાસ્તવિકતા ની ખબર નથી. મેરીટ વાળા હોય કે પાસ ક્લાસ વાળા પણ બેમાંથી એકનો પણ ક્લાસ નથી કે પ્રાઈવેટ વાળા ની સામે લડે અને હક્ક મેળવે ! રામ ભજો રામ !

દરેક વાદ આખરે તો ગરીબો ને શરું શરું માં ખુબજ અપીલ કરે છે એટલે એ વર્ગના લોકો એ તરફ ઝડપથી આકર્ષિત થાય છે પણ ‘ જે પોષતું એ મારતું એ ક્રમ દિશે કુદરતી ‘ મૂજબ એ લોકો જ શિકાર બની જાય છે.આ આખું રણશાસ્ત્ર છે એને આ શોષકો રણનીતિ જેવું રુપકડુ નામ આપે છે.શોષિતો માટે તો એમાં રણ જ હોય છે અને શોષકો માટે ની આગવી નીતિ ! દરેક વખતે ગરીબ જ પિસાઈ જાય છે.એક ઉન્માદ ફેલાવવામાં આવે એ જ જાળ માં નાની નાની માછલીઓને જ આવે છે ! મોટી માછલી તો જાળ તોડી નાખે અને દરિયાઇ મોજ માણે છે.

સદીઓ થી ગરીબો નું જ શોષણ જુદા જુદા વાદો, સંપ્રદાયો અને ધર્મો નાં અંચળા હેઠળ ભયંકર રીતે શોષણ થયું એટલે મોટાભાગની પ્રજા નિરાશ થઈ ને ભાગ્યવાદ માં માનવા લાગી એ સ્વસ્થ સમાજ નું લક્ષણ નથી.અત્યંત શોષણ માંથી જ ક્રાંતિ નો જન્મ થાય છે.એટલે જ દુષ્યંત કુમારે લખવું પડ્યું…….

” હંગામા ખડા કરના મેરા મકસદ નહીં હૈ,
સૂરત બદલની ચાહિએ,
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં,
હૈં કહી જો આગ, તો આગ લગની ચાહિએ !”

આપનું કેમનું છે ? આતો જસ્ટ પુંછીન્ગ એન્ડ kidding

#નૌતમ_વાઘેલા

#પ્રભાતનાપુષ્પો

#nauttam_vaghela_life_coach

Leave a Reply

%d bloggers like this: