ડાયમંડ કિંગ ઉધોગપતિ સવજી ધોળકિયાની મોટી જાહેરાત મહિલા ટીમ ફાઈનલ જીતે છે તો તેમને નવું ઘર અથવા પછી કાર ભેટ

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલી મહિલા હોકી ટીમ માટે મોટી જાહેરાત કરી છે. તેમને જાહેરાત કરી છે કે, જો મહિલા ટીમ ફાઈનલ જીતે છે તો તેમને નવું ઘર અથવા પછી કાર ભેટના રૂપમાં તેમની કંપની તરફથી આપવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હી: બળાત્કાર અને હત્યાકાંડ કેસમાં રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા

તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, મને જાહેરાત કરતા ખુબ જ ખુશી થઈ રહી છે કે, જો તેઓ ફાઈનલ મેચ જીતે છે તો હરિ કૃષ્ણા ગ્રુપ તે મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર ભેટ આપશે, તેમને નાણાકીય સહાયતાની ખુબ જ જરૂરત છે. અમારી છોકરીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી રહી છે.

એક અ્ય ટ્વિટમાં તેમને લખ્યું છે કે, હરિ કૃષ્ણ ગ્રુપે તે પણ નિર્ણય કર્યો છે કે, જો ટીમ મેડલ લઈને આવે છે તો જેમના પાસે ઘર છે તેમને પાચ લાખની કાર ભેટ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ટોક્યો ઓલિમ્પિકમાં ચાર ઓગસ્ટે મહિલા હોકી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવાના ઈરાદાથી ઉતરશે. ટીમ પહેલા જ ઈતિહાસ રચી ચૂકી છે અને હવે તેનું ટાર્ગેટ સેમિફાઈનલમાં આર્જેન્ટિનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓના શિખર પર પહોંચવાની છે. જણાવી દઈએ કે, સવજી ઢોળકીયા પોતાના કર્મચારીઓને હંમેશા દિવાળીના અવસર પર મોંઘી ભેટો આપતા રહે છે. તેઓ પોતાની દરિયાદિલી માટે ફેમસ છે. કર્મચારીઓને ભેટના રૂપમાં મોંઘી ચીજ-વસ્તુઓ આપવાના કારણે તેઓ હંમેશા સમાચારોમાં ચમકતા રહે છે.

Savaji dholkiya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *