આ નવરાત્રી પર માતાજીના ભક્તિમાં ધરા શાહ નું નવું નજરાણું એટલે ‘ જગજનની ‘

Dhara Shah

  • નવલી નવરાત્રીમાં ધરા શાહ “જગજનની” દ્વારા માતાજીની ભક્તિના સુર રેલાવશે.

મનન દવે : ગુજરાતના જાણીતા પર્ફોર્મર ગાયક અને નવરાત્રીમાં જેમના ગીતો દર વર્ષે ખૂબ જ વાગતા હોય છે અને તે ગીતો દ્વારા તેમની સંગીતમય ભક્તિ જેઓ માતાજીને અર્પણ કરતા હોય છે તેવા ધરા શાહ આ વર્ષે પણ કંઈક નવું લઈને આવી રહ્યા છે.

ધરા શાહ નિર્માતા ઋષભ અસારાવાલાના સહયોગ સાથે પોતાના ડી.દાસ પ્રોડક્શનના બેનર હેઠળ આ ગીત લાવી રહ્યા છે.

ગુજરાતીઓનો માનીતો અને જે તહેવાર પુરા વિશ્વમાં મનાવવામાં આવે છે તેવા તહેવારમાં દરેક લોકો માતાજીની આરતી અને પ્રાર્થના કરતાં હોય છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કાળને કારણે લોકો ગરબા રમી શક્યા નથી અને આ વર્ષે સરકાર દ્વારા આપણા પરંપરાગત શેરી ગરબાની છુટ આપવામાં આવી છે ત્યારે ધરા શાહ દ્વારા આ વર્ષે “જગજનની” ટાઈટલથી એક નવું જ ગીત લઈને આવી રહ્યા છે અને આ ગીત ધરા શાહ દ્વારા શેરી ગરબા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ બનાવવામાં આવ્યું છે જે આજના ઢીંચક ગરબાઓથી કંઈક અલગ છે અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવવામાં આ ગીત મદદરૂપ બનશે તેમ આનંદની લાગણીથી જણાવ્યું હતું.

આ ગીતને ધરા શાહ દ્વારા જ લખવામાં આવ્યું છે જેનું કંપોઝિશન પણ તેમણે જ કર્યું છે અને આ ગીતને પોતાનો સુંદર કંઠ આપીને માતાજી જગતજનનીને પોતાના કંઠથી ભક્તિ દર્શાવીને પુરા વિશ્વને દરેક રોગથી બચવાની અને સ્વસ્થ રહેવાની પ્રાર્થના કરી છે.

ધરા શાહે પોતાના ડી.દાસ પ્રોડક્શનના બેનર હેઠળ આ ગીતનું સુંદર નિર્માણ કર્યું છે જેમાં તેમણે અભિનય પણ કર્યો છે.

આ ગીતને સંગીતથી પ્રખ્યાત સંગીતકાર જીમ્મી દેસાઈએ મઢયું છે જ્યારે દેવ પટેલ દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યું છે. આ ગીતની કોરયોગ્રાફી સચિન સિંઘે કરી છે અને દિપક મહેશ્વરી દ્વારા એડિટ કરવામાં આવ્યું છે. આ ગીત “જગજનની” નવરાત્રીના તહેવારોમાં લોકોને ગમશે અને દરેક શેરી ગરબામાં આ ગીત ગુંજશે તેમ ધરા શાહે જણાવ્યું હતું.

Matter By
Manan Dave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *