જ્યારે કાયદાનો ડર ન રહે ત્યારે રાક્ષસી કૃત્યો થાય છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : દિલ્હીની બાજુના ગાજિયાબાદમાં 5 જૂન 2021 ના રોજ, એક શરમજનક ઘટના બની. અબ્દુલ સમદ સૈફ નામના એક 72 વરસના મુસ્લિમ વૃધ્ધને પાંચ ઈસમોએ; બપોરના 3.00 થી સાંજના 7.00 સુધી ડંડાથી માર માર્યો; બળજબરીથી તેની દાઢી કાપવામાં આવી; જય શ્રી રામના નારા બોલવાની ફરજ પાડી; એટલું જ નહીં આ આ કૃત્યનો વીડિઓ ઉતારી વાયરલ પણ કર્યો ! પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીને એરેસ્ટ કરેલ છે. ગાજિયાબાદના SP (ગ્રામીણ) ઈરાજ રાજાએ કહ્યું છે કે “જયશ્રી રામના નારાની વાત ખોટી છે. FIR વેળાએ આવું લખાવેલ ન હતું. સૈફીને મારનાર 7-8 છોકરા હતા; જેમાં 3-4 હિન્દુ છે, બાકીના મુસ્લિમ છે. સૈફીએ તાવીજ બનાવીને આપેલ હતું; પરંતુ મુખ્ય આરોપી પરવેશ ગુર્જરના પરિવારમાં કોઈને તાવીજ બાંધવા છતાં ગર્ભપાત થઈ જતા સૈફને માર માર્યો હતો !” National Commission for Minorities એ પોલીસ પાસેથી અહેવાલ મંગાવ્યો છે.

શામાટે આ પ્રકારના ગુનાઓ બને છે? [1] કાયદાનો ડર નથી. સરકાર આપડી છે; એવી ધરપત. જ્યારે કાયદાનો ડર ન રહે ત્યારે રાક્ષસી કૃત્યો થાય છે ! [2] મુસ્લમો પ્રત્યેની નફરત. નફરત કોણ ફેલાવે છે? સત્તાપક્ષનું IT Cell. મુસ્લિમોને જોઈને જ ગૌરક્ષકોનું લોહી ગરમ થઈ જાય છે. ગૌરક્ષકોએ 2015માં ગ્રેટર નોઈડામાં અખલાકની હત્યા કરી હતી. રાજસ્થાનના અલવરમાં પહલૂખાન; ઝારખંડના અલીમુદ્દીન અંસારીની હત્યા કરવામાં આવી.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણી લો આ છે નવી જોગવાઈઓ

આ ગુનો કરનારા ઈસમોને જેલમાં રહેવું પડશે; પાછળથી સમજાશે કે કોઈના હાથા બનીને માનવગૌરવને લાંછન લાગે તેવું કૃત્ય ન કરાય. ગુજરાતમાં 2002ના કોમી હત્યાઓ માટે જેલમાં રહેલા પટેલો અને OBC સમુદાયના લોકોને હવે આ સમજાયું છે ! ચાલાકી તો જૂઓ નફરતી ઝેર ઓકતા ઉપલા વર્ણના નેતાઓ સત્તા ભોગવે છે અને નફરતી ઝેરની અસર હેઠળ હત્યાઓ કરનારા નીચલા વર્ણના લોકો જેલમાં સબડે છે ! નફરતનો નશો જ એવો છે કે જેલમાં ગયા વિના આંખ ખૂલતી નથી!rs

Leave a Reply

%d bloggers like this: