પોલીસ સુધારણા ન થાય તો લોકશાહી બચી શકે નહીં !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : પોલીસની સૌથી મોટી બે ખામીઓ છે : [1] પોલીસ સત્તાની ગુલામ છે. [2] પોલીસનું ચરિત્ર ફ્યુડલ-સામંતી છે.

પોલીસ ગુલામ એટલે છે કે ટ્રાન્સફર/પ્રમોશન ‘સત્તા’ના હાથમાં છે. મુખ્યમંત્રી/પ્રધાનમંત્રીને શું ગમશે; તેને ધ્યાને રાખીને 95% સિનિયર IPS અધિકારીઓ કામ કરતા હોય છે ! સારા પોસ્ટિંગ મેળવવા પોલીસ અધિકારીઓ સત્તાપક્ષના ગુનાઓ તરફ આંખ આડા કાન કરે છે ! વિપક્ષના નેતાઓ ઉપર અતિ કડક કાર્યવાહી કરે છે. સત્તાપક્ષ કહે તે બધું કરી છૂટે. વિપક્ષી નેતાઓને વિરોધ કરવાની કોઈ તક ન મળે એવી પોલીસ કાર્યવાહી બિલકુલ અયોગ્ય કહેવાય; લોકશાહીના ભંગ સમાન ગણાય. દેશના આર્થિક/સામાજિક/રાજનીતિક વિકાસ માટે પોલીસ સુધારણા જરુરી છે. આધુનિક ભારત માટે પોલીસ પણ આધુનિક હોવી જોઈએ. પોલીસ આર્થિક/સામાજિક/રાજકીય દરજ્જો ધરાવતા ગુનેગારો પ્રત્યે કૂણું વલણ રાખે છે અને ગરીબ ગુનેગારો પ્રત્યે તોછડું/ક્રૂર વલણ રાખે છે.

આ પણ વાંચો : ઝારખંડમાં 16 વર્ષીય દીકરી સાથે ક્રૂરતાની બધી જ હદ્દો વટાવ્યા પછી તેની હત્યા કરી દીધી છે. 

પ્રકાશ સિંહ ઉત્તરપ્રદેશ અને આસામમાં DGP તરીકે સેવા આપી ચૂક્યા છે. નિવૃતિ પછી પોલીસ સુધારણા માટે ઝૂંબેશ ચલાવે છે; નેશનલ પોલીસ કમિશને કરેલી ભલામણોનો અમલ કરાવવા સુપ્રિમકોર્ટ સમક્ષ પીટિશન કરી હતી. આમ છતાં પોલીસ સુધારણા તરફ જવાને બદલે આપણે ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ. પ્રકાશસિંહ કહે છે : “જો પોલીસ સુધારણા નહીં થાય તો લોકતંત્રને ઘણું જ નુકશાન પહોંચશે; કેમકે તમામ સરકારો પોતાના લાભ માટે પોલીસનો ઉપયોગ કરે છે ! આ લોકતંત્ર માટે શુભ સંકેત નથી.” CBIની હાલત તો જૂઓ. CBIના ડરને કારણે જે નેતા નાસતાફરતા હતા; તેમને અટક કરી રીમાન્ડ મેળવી જેલ ભેગા કરેલ; તે સત્તાપક્ષના પ્રમુખ બન્યા ! એમની વિરુધ્ધનો કેસ નીચલી અદાલતે કાઢી નાખ્યો (કોર્ટ પણ ગુલામ છે) ત્યારે CBIએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાનું પણ ટાળ્યું ! હવે તો આ નેતા દેશના ગૃહમંત્રી છે ! પરંતુ કલ્પના કરો; વિપક્ષના નેતા સામેનો કેસ નીચલી અદાલતે કાઢી નાખ્યો હોત તો CBIએ ઊભા પગે સુપ્રિમકોર્ટમાં અપીલ કરી હોત !rs

( તસ્વીર પ્રતિકાત્મક )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *