સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો 2 દિવસમાં દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરવામાં આવે

કોરોના ના વધતાં કહેર વચ્ચે ભારતમાં દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ‌ઓક્સિજનની ભારે તંગી પડી રહી છે અને દિલ્હીમાં પણ તંગીની વાત સામે આવી રહી છે જેને લઈ સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે જ સુઓમોટો લઈને કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે, તે દિલ્હીને પડી રહેલી ઓક્સિજન તંગીની સમસ્યા 2 દિવસમાં ઉકેલવામાં આવે. સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ દિલ્હીને ઓક્સિજન સપ્લાયમાં જે તંગી પડી રહી છે તેને 3 મેની રાત કે તેના પહેલા જ પૂરી કરી દેવી જોઈએ. વધુમાં કોર્ટે કેન્દ્રને 4 દિવસની અંદર ઈમરજન્સી સ્ટોક્સ તૈયાર કરી દેવા પણ કહ્યું હતું. જે દૈનિક વસ્તુઓ છે અથવા તો રાજ્યો માટે ઓક્સિજન સપ્લાયની જે નીતિ છે તેને ફરી તૈયાર કરવી જોઈએ.

વધુમાં સુપ્રીમ કોર્ટના કહે છે, કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર આવી કોઈ નીતિ ન બનાવી લે ત્યાં સુધી કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થતા અને જરૂરી દવાઓ લેતા કોઈ પણ રાજ્યમાં મનાઈ ન કરી શકાય. ભલે તેના પાસે નિવાસનું પ્રમાણપત્ર ન હોય, ઓળખપત્ર પણ ન હોય તો પણ તેને કોવિડ સંબંધિત આવશ્યક વસ્તુઓથી વંચિત ન રાખી શકાય. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, રાજ્યો સાથે મળીને ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર થવો જોઈએ અને ઈમરજન્સી સ્ટોક્સના લોકેશનનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. કોર્ટના કહેવા પ્રમાણે હોસ્પિટલોમાં દાખલ થવાની નીતિને 2 સપ્તાહની અંદર તૈયાર કરી લેવી જોઈએ જે રાજ્યો દ્વારા પણ ફોલો થવી જોઈએ.

Delhi suprim court

આ સિવાય વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રએ તમામ અધિકારીઓને નિર્દેશ આપવો જો સોશિયલ મીડિયા પર મદદ માંગનારા કોઈ પણ વ્યક્તિને હેરાન ન કરવામાં આવે. નહીં તો કોર્ટ તેને પોતાની અવગણના માનીને કાર્યવાહી કરવા મજબૂર બનશે. કોર્ટે કહ્યું કે, અમે બધું જાણીએ છીએ કે, લોકડાઉનનો આર્થિક, સામાજીક પ્રભાવ શું પડે છે અને ખાસ કરીને સૌથી ગરીબ લોકો પર માટે કોઈ પણ જાતનું લોકડાઉન લાગુ કરતા પહેલા તે લોકોની જરૂરિયાત પૂરી કરવા આવશ્યક પગલા ભરાવા જોઈએ નહીં કે એવા મદદ માંગતાં લોકો પર કાર્યવાહી.

Leave a Reply

%d bloggers like this: