દિલ્હી: બળાત્કાર અને હત્યાકાંડ કેસમાં રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા

દિલ્હીના કેન્ટ વિસ્તારમાં પુરાના નાંગલ ગામમાં બળાત્કારનો શિકાર બાળકીના પરિવાર સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. આરોપીઓએ બળાત્કાર બાદ બાળકીની હત્યા કરી હતી. આ સિવાય પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શ્મશાનમાં પૂજારીએ તેમની સહમતિ વગર બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને કહ્યુ કે મોત કરંટ લાગતા થયુ છે.

મીડિયા રિપોર્ટમાં પોલીસના હવાલાથી જાણકારી આપવામાં આવી છે કે પુરાના નાંગલ ગામમાં રહેતી બાળકી રવિવાર સાંજે 5.30 વાગ્યે શ્મશાનના વોટર કૂલરમાંથી ઠંડુ પાણી લેવા માટે ઘરેથી નીકળી હતી. સાંજે 6 વાગ્યે શ્મશાનના પુજારી રાધે શ્યામ અને પીડિત બાળકીની માતાના પરિચયના 2-3 અન્ય લોકોએ તેમણે શ્મશાન બોલાવ્યા હતા અને બાળકીના પાર્થિવને બતાવ્યો હતો. પોલીસે જાણકારી આપી કે લોકોએ માતાને જણાવ્યુ કે બાળકીનું મોત વોટર કૂલરથી પાણી પીવા દરમિયાન કરંટ લાગતા થયુ છે. બીજી તરફ માતાનું કહેવુ છે કે બાળકીના કાંડા અને કોમી પર ઇજાના નિશાન હતા.

No rape

પૂજારી અને અન્ય લોકોએ બાળકીની માતાને પોલીસને જાણકારી ના આપવા કહ્યુ હતું, તેમણે માતાને કહ્યુ કે તેનાથી વાત પોસ્ટ મોર્ટમ સુધી પહોચશે, જ્યા બાળકીના અંગને ચોરી લેવામાં આવશે. આ દરમિયાન માતાની સહમતિ વગર બાળકીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જાણકારી આપી છે કે તે બાદ મહિલાએ પતિને બોલાવ્યો હતો. વાત સામે આવ્યા બાદ ઘટનાસ્થળે ગામના 200 લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મામલે સોમવારે રાધે શ્યામ, કુલદીપ, લક્ષ્મી નારાયણ અને સલીમ નામના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શ્યામ શ્મશાનમાં પૂજારી છે જ્યારે અન્ય ત્રણ લોકો બાળકીની માતાના પરિચિત છે. બાળકીના પાડોશમાં રહેતી એક મહિલાએ પોલીસને સીસીટીવી ફૂટેજથી તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ આરોપીઓને કડક સજા આપવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *