જુહી ચાવલાને દિલ્હી હાઇકોર્ટે ફટકાર્યો રૂ. 20 લાખનો દંડ – 5Gકેસમાં, જણાવ્યું પબ્લિસિસ્ટી સ્ટંટ

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G ટેક્નિક વિરુદ્ધ કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજી વગર કોઇ નક્કર કારણે કરાઇ હતી. કોર્ટનું કહેવું હતું કે, જૂહી ચાવલાએ 5G ટેક્નિક વિરુદ્ધ અરજી કારણ વગર દાખલ કરી, જ્યારે કોર્ટે આવતાં પહેલાં તે આ અંગે સરકારને લખી શકતી હતી. અરજી ફગાવતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉ‌પયોગ કર્યો છે. કોર્ટે અરજી કરનારાઓ પર ૨૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અરજી કરીને અરજદારે કોર્ટનો કિંતમી સમય બગાડ્યો છે. જૂહીનું કહેવું હતું કે, તમામ રિસર્ચમાં સામે આવ્યું છે કે આરએફ રેડિએશન ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ રેડિયેશન્સ લોકોની હેલ્થ અને સેફ્ટી માટે સારા નથી.

બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેકનોલોજી અંગે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, વળી કોર્ટે જુહીને રૂપિયા 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ન્યાયાધિશ જે આર મિધાની બેન્ચએ આ કેસ અંગે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો.

આ પણ વાંચો – કેટલાક સમાજ જ્ઞાતિ અને વર્ગમાં વેક્સિનને લઈને અંધશ્રદ્ધા છે જેથી તેઓ વેક્સિન લેવા જતા નથી. – નિતીન પટેલ

કોર્ટે કહ્યું કે અરજીકર્તાએ પુરી કોર્ટ ફી જમા કરાવી નથી, જે દોઢ લાખથી વધુ છે, તેમણે એક સપ્તાહની અંદર આ રકમ આપવાની સુચના આપી છે, કોર્ટે કહ્યું કે અરજી લીગલ એડવાઇઝ પર આધારીત હતી, જેમાં કોઇ તથ્ય જણાવવામાં આવ્યા નથી, અરજીકર્તાએ પબ્લિસીટી માટે અદાલતનો કિમતી સમય બર્બાદ કર્યો, આ તે બાબતથી પુરવાર થાય છે, કે તેમણે કોર્ટની કાર્યવાહીની વિડિયો લિંક પોતાના મિત્રો સાથે શેઅર કરી.

અભિનેત્રી જુહી ચાવલાએ દેશમાં 5 જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરૂ્ધ્ધ સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિઓ, તથા નાના જીવો પર રેડિએશનની અસર સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો, કેસ સુનાવણી માટે ન્યાયાધિશ સી હરિશંકર પાસે આવ્યો, તેમણે કેસને 2 જુનનાં દિવસે આગામી સુનાવણી માટે બીજી બેન્ચ સમક્ષ સ્થળાંતરિત કરી દીધો હતો.

Leave a Reply

%d bloggers like this: