દૈનિક ભાસ્કર ગ્રુપે 700 કરોડ રૂપિયાની કર ચોરી કર્યાનો IT વિભાગનો આરોપ

આવકવેરા વિભાગ દ્વારા હિન્દી અખબાર દૈનિક ભાસ્કર ગ્રુપની તમામ ઓફિસો પર બે દિવસ પહેલાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિંગ વિંગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે તમામ કચેરીઓ પર વહેલી સવારે દરોડા પાડવામાં હતા. દરોડા દરમિયાન ઓફિસમાં હાજર કર્મચારીઓના ફોન પણ લઈ લેવામાં આવ્યાં હતાં સાથે જ કોઈને પણ બહાર જવા દેવામાં આવી રહ્યા હતાં નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રુપ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોથી ઇન્કમટેક્સ વિભાગ સંતુષ્ટ નહોતો. આ પછી કરચોરીના કેસની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

Income Tax Department એ આરોપ લાગ્યો છે કે Dainik Bhaskar Media Groupએ 6 વર્ષમાં 700 કરોડ રૂપિયાની આવક પરના ટેક્સની ચોરી કરી છે. આઇટી વિભાગે દેશભરની તેના કેટલાય કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા. જેની મીડિયાએ અને વિપક્ષના ઘણા નેતાઓએ નિંદા કરી હતી. શનિવારે એક નિવેદનમાં આયકર વિભાગે જણાવ્યુ કે મીડિયા ગ્રૂપ પોતાના કર્મચારીઓના નામથી અન્ય બીજી ઘણી કંપનીઓ ચલાવી રહ્યું હતું જેનો ઉપયોગ ખોટા હિસાબોની લેણદેણ કરવા માટે કરવામાં આવતી હતી.

આ પણ વાંચો : પીઆઈએ જ કરી પત્નીની હત્યા : સળગાવી પુરાવા નાશ કર્યા હોવા છતાં ગુનેનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો

સમાચાર એજન્સી ANI અનુસાર કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગ રેડ કરવામાં આવી છે. આ દરોડા નોઈડા, જયપુર, ભોપાલ, ઈન્દોર, મુંબઇ અને પટણા સહિત દેશભરની ઓફિસો પર ચાલી રહ્યા છે. આ સાથે આવકવેરા વિભાગ ગ્રુપના માલિકોના ઘરે પણ રેડ કરી રહી છે. આ ગ્રુપ મીડિયા વ્યવસાયની સાથે અન્ય બિઝનેસ સાથે સંકળાયેલું છે.

વધુમાં જણાવતા કહે છે કે તપાસ માં બહાર આવ્યું છે કે તેના કર્મચારીઓ કે જેના નામ શેર ધારકો અને ડિરેક્ટરોમાં ઉપયોગમાં લવામા આવ્યા છે તેઓને આ બાબતની કોઈ જ જાણ હતી નહીં. કર્મચારીઓ કહે છે કે અમે અમારા આધાર કાર્ડ અને ડિજિટલ સિગ્નેચર વિશ્વાસથી કંપનીને આપ્યા હતા. જેમાના કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેને જાણી જોઈને અથવા તો તેની પરવાનગીથી ડોક્યુમેન્ત્સ સાઇન કર્યા હોય પણ તેઓને કંપનીને લગતી ગતિવિધિઓની કોઈ જ જાણકારી ન હતી કે જેમાં તેને કંપનીના શેર હોલ્ડર કે ડિરેક્ટર માની શકાય. આઇટી વિભાગે દાવો કર્યો છે કે કર્મચારીઓના નામનો ઉપયોગ લિસ્ટેટ કંપનીઓથી નફો કરવા માટે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે બુક કરેલ બોગસ ખર્ચ માનવ સંસાધન, ટ્રાન્સપોર્ટ, સિવિલ વર્ક અને પેયેબલ્સથી તદ્દન અલગ હોય છે.

આઇટી વિભાગ કે છે કે આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ટેક્સથી બચવા માટે 6 વર્ષ દરમ્યાન 700 કરોડ રૂપિયા છે. જો કે આ આંકડો વધુ પણ હોય શકે છે કારણ કે મીડિયા ગ્રુપે પોતાની ઘણી લેયરનો ઉપયોગ કર્યો છે જેની તપાસ હાલ ચાલી રહી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ દાવો કર્યો છે કે લિસ્ટેડ કંપની માટેના બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિભાગે કહ્યું કે બેનામી લેણદેણ નિષેધ અધિનિયમ પણ લગાડવા આવેદન કરવામાં આવશે. કહેવામા આવે છે કે અસબંધિત કારોબારમાં લાગેલી સમુહ કંપનીઓ વચ્ચે સાઇક્લિકલ વેપાર (Cyclical Trading) અને 2,200 કરોડનું ફંડ ટ્રાન્સફર મળી આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વગર કોઈ વાસ્તવિક વ્યવહાર કે પછી કોઈ પણ જાતના માલની ડિલિવરીની કાલ્પનિક લેતીદેતી છે. ટેક્સ અને અન્ય કાયદાઓના ઉલ્લંઘન માટેની તપાસ થઈ રહી છે. જણાવવું રહ્યું કે કોરોનાની બીજી લહેરને લઈને દૈનિક ભાસ્કરે સરકારને આડે હાથ લીધી હતી. કોરોનાની બીજી લહેરના વિનાશકારી પ્રભાવોને લઈને દૈનિક ભાસ્કરે વ્યાપક રૂપથી રિપોર્ટિંગ કર્યું હતું. આ મીડિયા ગ્રૂપના અહેવાલોએ રસીકરણના આંકડાઓ પર કેન્દ્રના દાવાઓની આલોચના કરી હતી, જેમાં મૃત્યુ આંક ઓછા બતાવવા, ગંગા નદીમાં તારા મૃતદેહો અને ઓક્સિજનની કમીથી થયેલા મૃત્યુનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. મીડિયા હાઉસે જણાવ્યુ કે પોતાના પત્રકારત્વથી સરકાર ડરી ગઈ છે. વધુમાં જણાવતા કહે છે કે તપાસ માં બહાર આવ્યું છે કે તેના કર્મચારીઓ કે જેના નામ શેર ધારકો અને ડિરેક્ટરોમાં ઉપયોગમાં લવામા આવ્યા છે તેઓને આ બાબતની કોઈ જ જાણ હતી નહીં. કર્મચારીઓ કહે છે કે અમે અમારા આધાર કાર્ડ અને ડિજિટલ સિગ્નેચર વિશ્વાસથી કંપનીને આપ્યા હતા.

જેમાના કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેને જાણી જોઈને અથવા તો તેની પરવાનગીથી ડોક્યુમેન્ત્સ સાઇન કર્યા હોય પણ તેઓને કંપનીને લગતી ગતિવિધિઓની કોઈ જ જાણકારી ન હતી કે જેમાં તેને કંપનીના શેર હોલ્ડર કે ડિરેક્ટર માની શકાય. આઇટી વિભાગે દાવો કર્યો છે કે કર્મચારીઓના નામનો ઉપયોગ લિસ્ટેટ કંપનીઓથી નફો કરવા માટે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે બુક કરેલ બોગસ ખર્ચ માનવ સંસાધન, ટ્રાન્સપોર્ટ, સિવિલ વર્ક અને પેયેબલ્સથી તદ્દન અલગ હોય છે.

આઇટી વિભાગ કે છે કે આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ટેક્સથી બચવા માટે 6 વર્ષ દરમ્યાન 700 કરોડ રૂપિયા છે. જો કે આ આંકડો વધુ પણ હોય શકે છે કારણ કે મીડિયા ગ્રુપે પોતાની ઘણી લેયરનો ઉપયોગ કર્યો છે જેની તપાસ હાલ ચાલી રહી છે.ઇ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ દાવો કર્યો છે કે લિસ્ટેડ કંપની માટેના બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિભાગે કહ્યું કે બેનામી લેણદેણ નિષેધ અધિનિયમ પણ લગાડવા આવેદન કરવામાં આવશે.ક કહેવામાઆવે છે કે અસબંધિત કારોબારમાં લાગેલી સમુહ કંપનીઓ વચ્ચે સાઇક્લિકલ વેપાર (Cyclical Trading) અને 2,200 કરોડનું ફંડ ટ્રાન્સફર મળી આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વગર કોઈ વાસ્તવિક વ્યવહાર કે પછી કોઈ પણ જાતના માલની ડિલિવરીની કાલ્પનિક લેતીદેતી છે. ટેક્સ અને અન્ય કાયદાઓના ઉલ્લંઘન માટેની તપાસ થઈ રહી છે.

જણાવવું રહ્યું કે કોરોનાની બીજી લહેરને લઈને દૈનિક ભાસ્કરે સરકારને આડે હાથ લીધી હતી. કોરોનાની બીજી લહેરના વિનાશકારી પ્રભાવોને લઈને દૈનિક ભાસ્કરે વ્યાપક રૂપથી રિપોર્ટિંગ કર્યું હતું. આ મીડિયા ગ્રૂપના અહેવાલોએ રસીકરણના આંકડાઓ પર કેન્દ્રના દાવાઓની આલોચના કરી હતી, જેમાં મૃત્યુ આંક ઓછા બતાવવા, ગંગા નદીમાં તારા મૃતદેહો અને ઓક્સિજનની કમીથી થયેલા મૃત્યુનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. મીડિયા હાઉસે જણાવ્યુ કે પોતાના પત્રકારત્વથી સરકાર ડરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *