CR પાટીલને ‘માજી બુટલેગર’ કહેતાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ

સુરતનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખે ભાજપનાં પ્રદેશ પ્રમુખને લઈને સોશિયલ મિડીયામાં કરેલી વિવાદાસ્પદ કોમેન્ટને લઈને સુરતનાં રાજકારણમાં વંટોળ ઉભો થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખને બુટલેગર કહેતા આપ પ્રદેશ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ આ મામલે અડાજણમાં પિયુષ કોરિયાએ, અમરોલીમાં કલ્પેશ દેવાણીએ, કતારગામમાં કેતન કલથીયાએ, કાપોદ્રામાં વિપુલ સોરઠીયાએ, સરથાણામાં દિનેશ દેસાઈએ, પુણામાં દિનેશભાઇ ગોહિલે તો કામરેજમાં યોગેશ પટેલે ફરિયાદ દાખલ કરી છે.

તમને જણાવી દઈએ કે, 18 મેં 2020ના દિવસે સોશિયલ મીડિયામાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે ” ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે ” દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ લઈને લખ્યું કે, માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે.

Gopal italia

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ માફી માંગે. આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમના પ્રમુખશ્રી ઇટાલીયા પાસે માગણી કરવામાં આવી છે, જ્યારે બ્લેન્ડર એ નશિલું પીણું છે, માટે કહી શકાય કે આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલ છે અને જો આ અન્વયે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના પ્રમુખ પણ દોષિત સાબિત થાય તેમ છે.

ભાજપના કાર્યકર્તા વિપુલ સોરઠીયાએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ગુજરાતમાં દારૂબંધી છે અને સી. આર. પાટીલ લોકોએ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ તરીકે સાંસદ બન્યા છે. તેમને બુટલેગર કહેતા તેમની માનહાની થઈ રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિની કોઈપણ પ્રકારની ગરિમા સાચવી ન હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે. સી. આર. પાટીલ વિરુદ્ધ બુટલેગરના કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અયોગ્ય છે જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલા ની માંગ કરી છે.

Leave a Reply

%d bloggers like this: