કોવીશીલ્ડ – ભારતમાં જ બનતી રસી દુનિયાભરમાં સસ્તી અને ભારતીયો માટે મોંઘી

આપને જણાવી દઈએ કે, પહેલી મે થી પ્રાઈવેટ હોસ્પિટલોમા કોવીશીલ્ડ રસી ( વેક્સિન ) 600 રૂપિયામાં આપવામાં આવવામાં આવનાર છે. 600 રૂપિયા એટલે આઠ ડોલરની આસપાસ ભાવ થાય. આ ભાવ જોતા ખબર પડે છે કે, ભારતમાં સૌથી વધારે ભાવ છે. બ્રિટનમાં આ ત્રણ ડોલર અને અમેરિકામાં ચાર ડોલરમાં વેચવામાં આવી રહી છે. તો સાઉદી અરબ અને દક્ષિણ આફ્રિકાને સવા પાંચ ડોલરમાં વેચવામાં આવી રહી છે. યૂરોપીયન યૂનિયનના કેટલાક દેશોને તો આ માત્ર 2.15 ડોલરમાં વેચવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, વેક્સિન બનાવનાર કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના માલિક અદર પૂનાવાલાએ એક વખત કહ્યું હતુ કે, પ્રોફિટ તો દોઢસો રૂપિયાની કિંમત ઉપર પણ કમાવી રહ્યાં છીએ. જણાવી દઈએ કે, સીરમ ઈન્સ્ટીટ્યુટ આ વેક્સિનના ઉત્પાદનનું કામ છે. આને વિકસિત તો ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલ અને એસ્ટ્રેજેનેકાએ કરી છે. આગળ તેવું પણ બની શકે છે કે, સરકારી હોસ્પિટલોમાં વેક્સિન લેવા જનારાઓને પણ પૈસા આપવા પડી શકે છે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે પણ આની કિંમત બસ્સોથી વધારીને ચારસો રૂપિયા કરી દેવામાં આવી છે. જોકે, હવે રાજ્ય સરકારોએ આટલો ભાર ઉઠાવવા માટે પણ પોતાની અસમર્થતા વ્યક્ત કરી દીધી છે તો દર્દીઓને જ આની ચૂંકવણી કરવી પડી શકે છે. જોકે, મોટાભાગની રાજ્ય સરકારો ફ્રિ વેક્સિનેશનનો વિશ્વાસ અપાવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગમી સમયમાં સરકાર શું નિર્ણય લેશે આ બાબતે

Leave a Reply

%d bloggers like this: