25 વર્ષની યુવતી મોનિકા મિત્તલ બે વાર કરોનાને હરાવી હાલ જાણે કે, સમાજસેવામાં જીવન અર્પણ કરી દીધું, સંપૂર્ણ શ્રેય ગ્રુપના સભ્યોને

નેલ્સન પરમાર – કોરોનાના આ સમયમાં આપણે જોયું કે, ગુજરાત હાઈકોર્ટે પણ એવી ટીપ્પણી કરી કે, ગુજરાત રામ ભરોસે છે પણ આપણે સહું જાણીએ છીએ કે, ગુજરાતમાં કેટલીક સામાજિક સંસ્થાઓ, સામાજીક કાર્યકર, સેવાભાવી લોકો ઘણાં જ સક્રિય છે અને લોકોને જોઈએ તે મદદ પુરી પાડી રહ્યા છે. હાલનાં સમયમાં આવા સમાજસેવકો જ ભગવાન બનીને આપણી વચ્ચે આવ્યા છે. ચાલો તમને એક વ્યક્તિને મળાવુ, એ વ્યક્તિનું નામ છે મોનિકા મિત્તલ જેમની ઉંમર ૨૫ વર્ષની છે. અને હાલ અમદાવાદમાં રહે છે. વ્યવસાયે વકીલ અને પત્રકારત્વ સાથે જોડાયેલ છે. તેમને બે વાર કોરોના થઈ ગયો છે. કોરોનાને હરાવ્યા પછી પણ તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. એમનું ડી-ડાયમર ખુબ જ વધી ગયું હતું. એ સાથે એમની મમ્મીને પણ કોરોના થયો છે. આટલી મુશ્કેલીઓના સામનો કરતાં હોવા છતાં હાલ દિવસ રાત જોયા વગર બસ લોકોને મદદ કરી રહ્યાં છે. સોશીયલ મીડીયાનો સદ્ઉપયોગ કરીને તે લોકોને મદદ કરી રહ્યાં છે. ” ઝુંબેશ : એક પહેલ ” ( કોરોના હેલ્પ ) ગ્રુપ બનાવી લોકોની જરૂરિયાત પુરી કરી રહ્યા છે. આખો દિવસ ઘરનું કામકાજ કરવાનું હોય, મમ્મીની સારવારનું ધ્યાન રાખવાનું હોય, પોતની તબિયત સાચવવાની હોય આ બધાં માથી પણ સમય કાઢીને લોકોને ઓક્સિજન, હોસ્પિટલ, બેડ, પ્લાઝમા, બ્લડ, ડૉક્ટરની સલાહ, ઇન્જેક્શન, અને જે પણ જરુરીયાત હોય તે સેવા પુરી પાડે છે. જે કાબિલે તારીફ છે. આજે ટેકનોલોજીના સમયમાં જ્યારે છોકરીઓ પોતનો નંબર કોઈ ઓળખીતાને પણ આપતાં ખચકાટ અનુભવતી હોય એવા સમયે મોનિકા મિત્તલે પોતાનો નંબર જાહેર પ્લેટફોર્મ પર શેર કરી દીધો ‌છે અને જણાવ્યું છે કે, કોઈપણ સમયે કોઇપણ જરુરીયાત હોય તો સંપર્ક કરવો, ૨૫ વર્ષની છોકરીનું આ પણ એક સાહસ જ કહેવાય ને.

Monica mital

¶ બે વખત કોરોના ને હારાવી ચુક્યા છે. ટાયફોડ અને કમળાની બિમારી પણ.

આ બાબતે મોનીકા મિત્તલને પુછતાં તેમણે માહિતી આપી હતી કે, પહેલીવાર ઓગસ્ટ ૨૦૨૦માં કોરોના થયો હતો. સારવાર પછી સારું થઈ ગયું હતું પણ પછી નવેમ્બર ૨૦૨૦માં ફરી એકવાર કોરોના થયો. અને એ પણ સારવારથી સારું થઈ ગયું. પણ એ પછી હાલ ડી-ડાયમર ખુબ વઘી ગયું. આપણે જાણીએ છીએ કે કોરોના કારણે લોહી જામી જાય છે એને ડી-ડાયમર રીપોર્ટ કહેવાય છે જે વધારે હોવાથી સમસ્યા સર્જાય છે. મોનિકા મિત્તલને પણ ડી-ડાયમર વધી ગયું હતું જે સારવાર લેવાથી હાલ થોડું થોડું નોર્મલ આવી રહ્યું છે જે ટુંક સમયમાં સારું થઈ જશે. વધુમાં જાણવાં મળ્યું કે, કોરોના તો મટી ગયો પણ, એ પછી ટાયફોડ અને કમળાની બિમારી લાગુ પડી જેમાં અશકિત પણ આવી ગઈ. આવા સમયે ઘણી શારીરીક તકલીફનો સામનો કરવો પડ્યો પણ ડૉક્ટરની સલાહ મુજબ સારવારથી એ બન્ને બિમારીઓને પણ હરાવી દીધી.

¶ મમ્મીને પણ કોરોના પોઝીટીવ છે.

હાલ તેમની મમ્મીને પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે અને તેઓએ ડૉક્ટરની સલાહ લઈને ઘરે ‌જ સારવાર ચાલું કરી છે હાલ મમ્મી ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. મમ્મી બિમાર હોવાથી ઘરનું બધું જ કામકાજ મોનિકા મિત્તલ કરી રહ્યા છે. અને ઘરની જવાબદારી તેમના પર છે. એ જવાબદારી પણ બેખુબી નિભાવે છે.

¶ મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

અમે એમને પુછ્યું કે તમને આ મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે, સોસિયલ મીડીયા પર, ટી.વી ચેનલામ, છાપામાં અને ગ્રાઉન્ડ પર રહીને જોયું કે લોકો નાસભાગ કરી રહ્યા છે. અફરાતફરીનો માહોલ છે. લોકોને યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું, લોકો ગભરાઇ ગયા છે. સારવાર નથી મળી રહીં, દવાઓ, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, પ્લાઝમા માટે હેરાન થઈ રહ્યા છે. આ બધું જોઈને નાના પાયે પોતાનાથી બનતી મદદ કરવાનો વિચાર આવ્યો અને તેમણે તેમના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ મિત્રો સાથે આ શેર કર્યો. તેમણે એક વોહ્ટસેપ ગ્રૂપ બાનવ્યુ જેમાં લોકો જોડાતા ગયા અને નાના પાયા પર શરૂ કરેલ આ સેવા આજે આખા ગુજરાતમાં લોકો લાભ મળી રહ્યા છે.

Monica mital

 

¶ કેવી રીતે આ સેવા કરો છો?

તેમના આ કાર્ય વિશે તેમની પાસેથી માહિતી મેળવી અને હું ખુદ શરૂઆતથી તેમની સાથે ‌જોડાયેલ છું એટલે એ વિશે માહિતી આપું તો, તેમણે તેમને આવેલ વિચારને અમલમાં મુકતાં. એક વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. ઝુંબેશ : એક પહેલ ( કોરોના હેલ્પ ) આ ગ્રુપમાં અડધાં કલાકમાં ફૂલ થઇ ગયું હતું. પછી બીજું બનાવ્યું એ પણ ફૂલ થઇ ગયું એટલે પછી જીલ્લા પ્રમાણે ગ્રુપ બનાવ્યાં અને હાલ ૨૬ જેટલાં ગ્રુપ સક્રિય છે. મોનિકા મિત્તલ સાથે અહીં જોડાયેલ લોકો ફક્ત મદદ કરવાની ભાવનાથી જોડાયા હોય એવું દેખાય છે. ગુજરાતમાં કોઇપણ ખુણેથી કોઇપણને ઇન્જેક્શન, હોસ્પિટલ, બેડ, પ્લાઝમા, ઇન્જેક્શન, જમવાની સેવા, ડૉક્ટરની મદદ એવૂ કંઈપણ જરુરીયાત હોય તો ગ્રુપમાં પોસ્ટ કરે છે અને મોનિકા મિત્તલ સહિત અન્ય ગ્રુપ મેમ્બર તરત જ પોતાના અંગત સંપર્કો કામ પર લગાડી તાત્કાલિક જે કોઈપણ વ્યક્તિની જરૂરિયાત હોય એને પુરી કરે છે. મોનિકા મિત્તલ આ બધાં મેસેજનું ફોલોઅપ પણ લે છે કોઈને મદદ વગર ખાલી નથી જવા દેતાં, કોઈપણ રીતે મદદ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને જો આજ સુધી આવા મદદ કરેલ વ્યક્તિનો આંકડો જોવામાં આવે તો ૨૦૦૦ કરતાં પણ વધારે ‌લોકોને પાછલાં એક મહિનામાં મદદ કરી હશે. ૨૬ એ ૨૬ ગ્રૂપ ખુબ જ એક્ટીવ છે અને ખુબજ નમ્ર ભાવે આ સેવા ને આગળ વધારી રહ્યા છે. એક છોકરી થઈને પણ આ સાહસ ખરેખર બિરદાવવા લાયક છે. એ પોતે પણ કહે છે કે, આટલા મોટા લેવલે આ કામ થશે એવું એમણે પણ વિચાર્યું ન્હોતું. બે ચાર લોકોને મદદ કરવાની ભાવના સાથે ચાલું કરેલ આ કાર્ય હજારો ‌લોકો માટે આશાનું કિરણ બની ગયું છે.

¶ ગ્રુપમાં જોડાયેલ તમામ સભ્યોની મહેનત છે – મોનિકા મિત્તલ

મોનિકા મિત્તલને આ કામ વિશે પુછતાં જણાવ્યું હતું કે, મે તો ફક્ત વિચાર કરી એને અમલમાં મૂક્યો પણ ખરું કામ તો સાથે જોડાયેલ ગ્રુપના મેમ્બર કરે છે. ગ્રુપ બનાવ્યાં પછી કેટલાંક લોકો મળ્યાં જે કોઈપણ સ્વાર્થ વગર જોડાયા અને અલગ અલગ જિલ્લામાં પણ એવા કેટલાક સેવાભાવી લોકો મળ્યાં જે કોઈપણ સ્વાર્થ વગર, જરાય ઓળખતાં ન હોવા છતાં લોકોને મદદ કરવાં માટે મહેનત કરે છે. કોઈપણ ગ્રુપમાં જેવી કોઈ જરુરીયાતનો મેસેજ આવે એ લોકો મદદ કરવાં તત્પર જ હોય છે અને થોડીક જ મિનીટોમાં એ જરુરીયાત ગ્રુપના લોકો સાથે રહીને પુરી કરે છે. એમ કરી જેટલાં પણ ૨૬ ગ્રુપ છે એ બધાં જ ખુબજ એકટીવ છે. બધાં જ કોઇપણ સ્વાર્થ વગર, એકબીજાને ઓળખતા ન હોવાં છતાં પણ સેવાની ભાવનાથી કામ કરે છે. એટલે આ કામની ક્રેડીટ મોનિકા મિત્તલ બધાં જ ગ્રુપ મેમ્બરને આપે છે. એ કહે, કે હું એકલી આટલાં બધાં લોકો સુધી ન પહોંચી શકત પણ ગ્રુપના સહકાર મળ્યો એટલે જ આ શક્ય બન્યું છે. એટલે આ કામના ખરા હકદાર તો સાથે જોડાયેલ ગ્રૂપ મેમ્બર છે. જેના થકી આ કાર્યને હજું પણ આગળ વધારી રહ્યા છીએ.

Moniqa mittal

¶ બ્લેક માર્કેટીંગ બિલકુલ નથી ચલાવતાં

હાલ જોઈ ‌રહયા છીએ કે રેમડેસીવીર ઇન્જેક્શન નકલી બની રહ્યા છે અને એનું બ્લેક માર્કેટીંગ પણ થઈ રહ્યું છે લોકો ૧૨-૧૨ હજાર રૂપિયા આપીને પણ આ ખરીદી રહ્યા છે. ત્યારે આવા સમયે ગ્રુપમાં આવેલ મેસેજને ગંભીરતાથી લઈને લોકોને સમજાવી રહ્યા છે કે, આ ઇન્જેક્શન બની શકે ત્યાં સુધી સરકારી હોસ્પિટલમાંથી કે સરકારનાં માર્ગદર્શન હેઠળ મળતાં કેન્દ્રો પરથી જ લેવું. એ ખાત્રી તો રહે કે ઇન્જેક્શન સાચું હશે. આમ લોકોને ખોટી બાબતોથી પણ બચાવી રહ્યા છે. અને ગ્રૂપમાં આવા બ્લેક માર્કેટીંગ વાડા ‌મેસેજ પણ અલાઉ નથી કરતા. એ સાથે બીજી કોઇપણ પ્રકારનના બ્લેક માર્કેટીંગ સમર્થન નથી આપતાં.

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *