કોરોના સામે લડવામાં વિશ્વના સૌથી નિષ્ફળ વડાપ્રધાન એટલે આપણા સાયેબ – સર્વે

મોદી પોતાની ઈમેજ પાછી ચમકાવવામાં પડયા છે ત્યારે મોદીને કોરોના સામે લડવામાં વિશ્વના સૌથી નિષ્ફળ વડા ગણાવતો નવો સર્વે વાયરલ થતાં ભાજપના નેતાઓની ઉંઘ પાછી હરામ થઈ ગઈ છે. વિશ્વના ખ્યાતનામ સંશોધકો અને શિક્ષણવિદો જેમાં લખે છે એવી વેબસાઈટ દ્વારા આ સર્વે કરાયો છે. લગભગ ૭૫ હજાર ટ્વિટર યુઝરે સર્વેમાં ભાગ લીધો હોવાનો દાવો છે. આ સર્વેમાં કોરોના સામે લડવામાં ક્યા રાષ્ટ્રના વડા સૌથી નિષ્ફળ સાબિત થયા એ મુદ્દે મત માંગવામાં આવ્યા હતા. સર્વેમાં ૯૦ ટકા લોકોએ મોદીને વિશ્વમાં સૌથી નિષ્ફળ ગણાવ્યા છે. મોદીના પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ૫ ટકા મત સાથે બીજા નંબરે છે. બાકીના પાંચ ટકા મત બ્રાઝિલના બોલસોનારો અને મેક્સિકોના અમલોને મળ્યા છે. ભાજપના નેતા આ સર્વેને મોદીની ઈમેજ બગાડવાનું ષડયંત્ર ગણાવે છે. સાથે સાથે આ નેતા સ્વીકારે છે કે, મોદીએ પોતાના વિરોધીઓને પછાડવા અને પોતાની ઈમેજ બનાવવા અજમાવેલા શસ્ત્રનો હવે તેમની સામે જ ઉપયોગ થઈ રહ્યો છે.

https://www.google.com/amp/s/www.thenewsminute.com/article/modi-bolsonaro-trump-5-world-leaders-who-failed-handle-pandemic-149135%3famp

મોદી સરકાર કોરોના સામે નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપોના કારણે મોદીની ઈમેજને જોરદાર ફટકો પડયો છે. મોદીએ આ ટીકા માટે દોષનો ટોપલો ભાજપના નેતા-કાર્યકરો પર ઢોળી દીધો છે. મોદીએ નેતા-કાર્યકરોની નિષ્ક્રિયતાને કારણે પોતાની ઈમેજ બગડી હોવાનું જણાવીને જે. પી. નડ્ડાને બરાબર તતડાવ્યા હોવાના અહેવાલ છે. મોદીએ નડ્ડાને લોકો વચ્ચે જઈને કામગીરી કરવાનું ફરમાન પણ કર્યું છે. મોદીના ફરમાનના પગલે નડ્ડાએ બે દિવસ પહેલાં ભાજપના નેતા-કાર્યકરોનો બરાબર ઉધડો લઈને તેમને લોકોની વચ્ચે જઈને કામ કરવા આદેશ આપ્યો છે. નડ્ડાએ મંગળવારથી ભાજપ શાસિત રાજ્યોના ભાજપ સાંસદો સાથે ચર્ચા કરીને શું કામગીરી કરવી તેનું માર્ગદર્શન આપવા માંડયું છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, નડ્ડા સાથેની બેઠકમાં સંખ્યાબંધ સાંસદોએ ફરિયાદ કરી કે, તેમનું કોઈ સાંભળતું જ નથી. ભાજપના મુખ્યમંત્રીઓ પ્રજાના પ્રતિનિધીઓના બદલે અધિકારીઓના ભરોસે બધું કર્યા કરે છે ને સાંસદો-ધારાસભ્યોની કોઈ હૈસિયત જ નથી એવી આક્રમક રજૂઆતના કારણે એક તબક્કે તો નડ્ડાની પણ બોલતી બંધ થઈ ગઈ હતી.

માહિતી સોર્સ – ગુજરાત સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *