કોરોના સમયે દર્દીઓ દ્રારા વાંરવાર પૂછવામાં આવતાં પ્રશ્નોના જવાબ – ડૉ. મનિષા પરમાર

૧) શું હું એક અઠવાડિયું ઉકાળા નું સેવન કરીશ તો મને કોરોના નહિ થાય?

– રોગ પ્રતિકારક શક્તિ ને વધારવી તે એક લાંબી પ્રોસેસ છે, એક દિવસ કે એક અઠવાડિયું ઉકાળા નું સેવન કરવાથી કોઈ ને કોરોના અડશે પણ નહિ તે ભૂલ ભરેલું છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લાઇફ સ્ટાઈલ, આહાર, નિંદ્રા, યોગ – વ્યાયામ, સ્ટ્રેસ ના લેવો, રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતી દવા ના લેવી વગેરે કારણ છે. આ દરેક બાબતો નું સેવન સતત કરવામાં આવે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

સાથે આયુર્વેદ ઔષધ ડોકટર ની સલાહ મુજબ લેવામાં આવે તો તે રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ જરૂર થશે.

૨) ઉકાળા નું સેવન કરવાથી જઠર માં ચાંદા પડે છે?

– કોઈ પણ પ્રકાર ની આયુર્વેદ દવાનું સેવન આયુર્વેદ ડોકટર ની સલાહ મુજબ કરવું જોઈએ. જો ડોઝ થી વધુ દવા લેવામાં આવે તો તે હંમેશા નુકશાન કરશે.

ઘણીવાર વ્યક્તિ ઓ ઉકાળા લાવી તેમાં ઉપરથી મરી, તજ, સૂંઠ વગેરે જેવા ઔષધ ઉમેરતા હોય છે તેમજ આખો કપ ભરી ને સેવન કરતા હોય છે જે નુકશાન કારક છે.

અતિ માત્રા માં અને ડોકટર ની સલાહ વિના ઉકાળા નું સેવન એસિડિટી, લોહી નીકળતા મશા તેમજ અન્ય રોગો ને નોતરી શકે છે. માટે ડોકટર ની સલાહ મુજબ જ ઉકાળા નું સેવન કરવું. ઉકાળો એક વયસ્ક વ્યક્તિ ને દિવસ માં એક વાર ૪૦ મિલી થી વધુ ન પીવો જોઇએ.

૩) કોરોના થી બચવા માટે કયા આયુર્વેદ ઉપાય કરી શકાય?

– ઉપર જણાવેલ મુજબ લાઇફ સ્ટાઇલ નિયમિત કરી સાથે આયુર્વેદ રોગ પ્રતિકારક દવા નું ડોકટર ની સલાહ મુજબ સેવન કરવું.
– અજમાં નો નાસ લેવો.
-ચૈત્ર મહિના માં લીમડા ના મોર નું સેવન કરવું.
– ઘર માં નિયમિત ધૂપ કરવો, જેમાં આંકડા ના પાન, લીમડા ના પાન, ગૂગલ,લોબાન નો ઉપયોગ કરવો.
– જો ઘર માં જ રહેવાનું થયું હોય તો ઉપરથી કોઈ દવા લેવાની જરૂર નથી પણ જો તમે ફ્રન્ટ લાઈન કોરોના વર્કર હોવ અથવા તો વ્યવસાય અર્થે સતત બધા ના સંપર્ક માં આવનું થતું હોય તો ડોક્ટર ની સલાહ મુજબ રોગ પ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદ દવા સંશમની વટી તેમજ આયુર્વેદ ઉકાળા નું સેવન કરવું.

૪) કોરોના થઈ ગયા પછી આયુર્વેદ કેટલું કારગર છે?

– સામાન્ય રીતે કોરોના થઈ ગયા બાદ જો આયુર્વેદ દવા તરત જ ચાલુ કરી દેવામાં આવે તો દર્દી કોરોના ના આગળ ના સ્ટેજ માં જતાં બચી જાય છે.
જેમ કે લક્ષણ રહિત દર્દી ને આપતા તેનામાં લક્ષણ દેખાય નથી. આ જ રીતે મોડરેટ લક્ષણ વાળા દર્દી ને આપતા તે સિવિયર કેસ મા જતો નથી અથવા તો તેને ઓક્સિજન પર મૂકવાની કે આઇસીયુ ની જરૂર પડતી નથી.
– પણ તેના માટે નિષ્ણાત આયુર્વેદ ડોકટર ના માર્ગદર્શન માં ચિકિત્સા તેમજ રોજે રોજ ની પરિસ્થિતિ મુજબ દવા ઓ લેવી જરૂરી છે. કોઈ એક જગ્યા એ થી અમુક દિવસ ની ભેગી દવા ઓ લઈ અને રોજ ગળ્યા કરવા થી ઈચ્છિત પરિણામ મળવાની સંભાવના ખૂબ ઘટી જાય છે.

૫) આયુર્વેદ દવા ઓ ખૂબ ધીમી અસર કરે છે જ્યારે કોરોના રોજ ખૂબ ઝડપ થી ફેલાઈ છે તેથી આયુર્વેદ દવા પર આધાર રાખવો કેટલો સલાહ ભર્યો છે?

– આયુર્વેદ ચિકિત્સા માં પણ કેટલીક દવા ઓ ખૂબ જ જડપી પરિણામ આપે છે પરંતુ તે પ્રિસ્ક્રીપશન દવા હોવાથી યોગ્ય ડોકટર પાસે થી લખાવી ને જ ડોઝ મુજબ તેનો ઉપયોગ કરવો. જે spo2 નું પ્રમાણ જાળવી રાખવામાં ખૂબ જ મદદ રૂપ છે, બીજા વેવ માં કોરોના ખૂબ જ ઝડપથી ફેફસાં માં ફેલાઈ જાય છે માટે કોઈ પણ સંકાસ્પદ લક્ષણ જણાતા તુરત જ રિપોર્ટ વગેરે કરાવી નિષ્ણાત ડોકટર ના માર્ગદર્શન માં આયુર્વેદ દવા ઓ ચાલુ કરી દેવાથી ઘરે જ આઇસોલેટ થઈ આગળ ની કોઈ પણ આવતી તકલીફ થી બચી શકાય છે. તેમજ ખૂબ જલ્દી અને આરામ થી કોઈ પણ જાતની લાઈન માં ઉભા રહ્યા વિના કોરોના થી છુટકારો મેળવી શકાય છે.

૬) કોરોના માટે આયુર્વેદ ચિકિત્સા ક્યાંથી મેળવી શકાય અને કોની પાસે થી મેળવવી?

દરેક જિલ્લા માં સરકારી આયુર્વેદ દવાખાના તેમજ હોસ્પિટલ આવેલી છે. આપની નજીક ના આયુર્વેદ દવાખાના અથવા હોસ્પિટલ નો સંપર્ક કરી ને તમે માહિતી મેળવી શકશો. જે દરેક માહિતી સરકારી આયુષ ની વેબ સાઈટ પર ઉપલબ્ધ છે.
https://ayush.gujarat.gov.in/ayush-center-list-guj.htm#link11

આ ઉપરાંત દરેક જિલ્લા માં નિષ્ણાત આયુર્વેદ ડોકટર ના પ્રાઇવેટ દવાખાના તેમજ હોસ્પિટલ આવેલી હોય છે. એમ. ડી. આયુર્વેદ અથવા બી. એ. એમ. એસ. ની ડીગ્રી ધરાવતા કોઈ પણ આયુર્વેદ ડોકટર નો સંપર્ક કરી આપ પ્રાઈવેટ માંથી પણ આયુર્વેદ ચિકિત્સા નો લાભ લઇ શકો છો.

જો નિયંત્રણ માં ના હોય તેવું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય ની તકલીફ, કોલેસ્ટેરોલ ની તકલીફ, spo2 94% થી નીચે હોય, શ્વાસ લેવા માં તકલીફ વગેરે હોય તો હોસ્પિટલ દાખલ થવું જરૂરી છે. આ દરેક પરિસ્થિતિ માં પણ એલોપથી સાથે આયુર્વેદ દવા લઈ જડપી પરિણામ મેળવી શકાય છે.

– ડૉ. મનિષા પરમાર 

Leave a Reply

%d bloggers like this: