હોમ ક્વોરન્ટાઈન કોરોના પોઝિટિવ યુવતી પર 3 ચોરોનો ગેંગરેપ, સાથે મોબાઈલ પૈસાની લૂંટ

ઈન્દોર – એ યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગુરુવારે રાત્રે બે વાગ્યે 3 શખ્સો અચાનક ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમના હાથમાં ચાકુ, કેચી અને કટર જેવા હથિયારો હતા. ચોરોએ ચાકુ બતાવતા તે ડરી ગઈ હતી અને ચૂપચાપ 50 હજાર રૂપિયા અને બે મોબાઈલ તેમને આપી દીધા હતા. જો કે બાદમાં ત્રણેય ચોરોની નિયત ખરાબ થઈ ગઈ અને તેમણે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. IG હરિનારાયણ મિશ્રાએ જણાવ્યું કે, ઘટનાની જાણ થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આ ગુનામાં સામેલ બે સગીર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે માસ્ટર માઈન્ડ દિપક પંચવટી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ માટેના ચક્ર ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો – જીવદયા પ્રેમી સંસ્થા વિંગ્સ ગ્રુપ અને મારવાડી જાગૃતી મંચ દ્વારા પક્ષીઓ માટે માટીના ઘર, પાણીના કુંડા, અને બાજરા નું ફ્રી વિતરણ

શહેરમાં કોરોના સંક્રમિત યુવતી પર ઘરમાં ચોરીના ઈરાદે ઘુસી આવેલા ત્રણ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. 3 ચોરોએ કોરોનાના કારણે હોમ ક્વોરન્ટાઈનમાં રહેલી યુવતી સાથે ગેંગ રેપ કર્યો અને પછી 50 હજાર રૂપિયા અને બે મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે બે સગીર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઈન્દોરના લસૂડિયા પોલીસ મથકની હદમાં આવતી પંચવટી કોલોનીમાં રહેતી એક યુવતી કોરોનાના કારણે હોમ ક્વોરન્ટાઈન થઈ હતી. આ દરમિયાન ચોરીના ઈરાદે કેટલાક શખ્સો તેના ઘરમાં દાખલ થયા હતા અને યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ચોરોએ જતા-જતા ઘરમાંથી 50 હજાર રૂપિયા રોકડા અને બે મોબાઈલ પોતાની સાથે લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, જધન્ય ગુનાને અંજામ આપનારા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ઘટના બાદ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, જે 2 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો છે. જેના પર પહેલાથી જ 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *